SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એ અવસ્થા એવી નિર્લજ્જ છે કે એ અવસ્થામાં વિષ્ટા અને મૂત્ર જેવી બીભત્સ વસ્તુઓ સાથે ખેલતાં પણ આત્મા લાજતો નથી. એ અવસ્થામાં આત્મા માતૃમુખ જ બન્યો રહે છે. તરૂણાવસ્થાની તિરસ્કતદા: જેમ બાલ્યાવસ્થામાં આત્મા, માતમુખ બન્યો રહે છે : તેમ તરૂણાવસ્થામાં આત્મા, તરૂણીમુખ બની જાય છે : એજ કારણે એ અવસ્થા, એવી તિરસ્કૃતદશા બની જાય છે કે-જેનું વર્ણન પણ સભ્ય સમાજમાં શરમજનક નીવડે. બાલ્યાવસ્થામાં આત્મા, “પુરીષશુકર” એટલે વિષ્ટાના ભુંડ જેવો બને છે : ત્યારે તરૂણાવસ્થામાં આત્મા, “મદનગર્દભ' એટલે કામ કરીને ગધેડા જેવો બની જાય છે. એ અવસ્થામાં કામવશ બનેલો આત્મા, પોતાની બધી જ ફરજોને વિસરી જાય છે અને કામચેષ્ટાઓ કરતાં એ આત્મા જરાપણ લાજતો કે શરમાતો નથી. વૃદ્ધાવસ્થાની વિરસતા : વદ્ધાવસ્થામાં આત્મા, બુઢા બેલ જેવો બની જતો હોવાથી એ અવસ્થા એવી વિરસ બની જાય છે કે-એ અવસ્થા ઉપર આત્માને પોતાને જ અભાવ થઇ જાય છે. જે અવસ્થા ઉપર પોતાને પણ અભાવ થઇ જાય તે અવસ્થા ઉપર અન્યને અભાવ થઈ જાય એ તદન સહજ છે. આત્મા, બાલ્યાવસ્થામાં જેમ માતૃમુખ બની જાય છે અને યુવાવસ્થામાં તરૂણામુખ બની જાય છે તેમ વૃદ્ધાવસ્થામાં પુત્રમુખ બની જાય છે. વળી એ અવસ્થામાં આત્મા, પોતાની શિથિલતાના યોગે ચીડીયો બની જાય છે. આથી સ્પષ્ટ છે કે-વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. ધર્મભાવ વિના સુખ નથી જ: આથી સ્પષ્ટ છે કે-મનુષ્યગતિની એક પણ અવસ્થામાં ધર્મભાવ વિના આત્મા સુખી છેજ નહિ ધર્મભાવ એજ મનુષ્યગતિમાં પણ સુખનો દાતા છે. એ સિવાય મનુષ્યપણાની કોઇપણ અવસ્થા સુખરૂપ નથી એ સ્પષ્ટ છે. અશુભના ઉદયથી રીબાતા આત્માઓ તો, મનુષ્યપણામાં પણ બાલ્યકાલથી આરંભીને મરતાં સુધી રોગથી રીબાતા અને અનેકનાં અનેક જાતિના પરાભવોથી પીડાતા રહે છે એમાં કશીજ શંકા નથી. અશુભના ઉદયથી મનુષ્યપણામાં પણ આત્મા માટે ઇષ્ટવિયોગાદિકના યોગે શોક આદિના અનેક પ્રસંગો આવીજ પડે છે. અશુભના ઉદયથી ઘેરાઈ ગયેલો આત્મા, મનુષ્યપણામાં પણ ક્ષુધા આદિથી અને દૌર્ભાગ્ય આદિથી હંમેશાં પરતજ બની જાય છે. આ બધા ઉપરથી એ વસ્તુ સહેલાઇથી સમજી શકાય તેમ છે કેમનુષ્યગતિમાંથી પણ જો એક ધર્મભાવને દૂર કરી દેવામાં આવે તો એ ગતિમાં પણ સુખને અવકાશ નથી. આ બધીજ વસ્તુઓ કલ્યાણના અથિએ વિચારવા જેવી છે પણ એ બધો વિચાર થવાનો આધાર સંસારની દુઃખમયતા સમજાય એ ઉપર છે અને એજ કારણે ઉપકારીઓ સંસારની દુઃખમયતા સમજાવી રહ્યા સર્વ અવસ્થાઓની ભયંકરતા : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, આ ‘ધુત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશના બીજા સૂત્ર દ્વારા : ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરવા ઇચ્છે છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી Page 14 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy