SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાવસ્થાની જે બીજી મનોહર બાજુ, તેની ઉપાસના નહિ કરી શકનારા યુવાનો, હ્રદયથી અર્થ કામનાજ ઉપાસકો હોઇ ઉન્માદી બનેલા છે. એ ઉન્માદના પ્રતાપે, તેઓનો સારાસારનો વિવેક નાશજ પામી ગયો છે : એ કારણે, તેઓને સ્વતંત્રવાદનું એવું ભુત વળગ્યું છે કે-જેના પ્રતાપે, તેઓ પોતાની માન્યતાથી કે વિચારથી વિરૂદ્ધ લાગતી માન્યતા-પછી તે ચાહે તેટલી સાચી હોય તે છતાં પણસ્વીકા૨વાને તૈયાર નથી : આ તેઓની સામાન્ય દુર્દશા નથી. આ અસામાન્ય દુર્દશાની પરાધીનતાથી એ બીચારાઓ, પ્રભુઆગમના કથનની સામે પણ ઃ પાગલની માફક ‘અમે કંઇ હાજી હા કરનારા પરતંત્ર નથી, અમે તો સ્વતંત્ર છીયે અને અમને અમારી મરજી મુજબ ચાલવાનો હક્ક છે.' આ પ્રમાણે બોલે છેઃ સ્વતંત્રવાદના ભુતની પરાધીનતાથી એ બીચારાઓનો દેવ, ગુરૂ અને ધર્મની સામે આજે આ જાતિનો અર્થહીન વિવાદ છે. એવાઓ માટે હું કહું છું કેઆવા સ્વતંત્રવાદને જો તેઓ, પોતાના ઘરમાં, પોતાના વ્યવહારમાં અને પોતાની જાત ઉપર લાગુ કરે તો આજે એમને ધન્યવાદ આપું : ધર્મની વાતમાં સ્વતંત્રતાને આગળ કરનારાઓ, જો જાતપર અને વ્યવહારમાં સ્વતંત્રવાદને લાગુ કરે, અર્થકામની કોઇપણ પ્રવૃત્તિને આધીન ન થાય તો તો હું માનું કે-એ સાચા સ્વતંત્રઃ કારણ કે એ તો આપણે ઇચ્છીએ છીએ કે-દુનિયાના દરેક પ્રાણી એવા સાચા સ્વતંત્ર બને : પણ આ યુવકોની ઘરમાં, બજારમાં અને વ્યવહારમાં તો એવી કંગાલ દશા છે કે-જે જોતાંજ દયા આવે. ખરેખર એ સ્વતંત્રવાદના ભુતને પરવશ બનેલાઓની, આજે ‘જ્યાં ઝુકાવવું જોઇએ ત્યાં અક્કડતા, જેની આજ્ઞા શિરસાવંદ્ય ત્યાં વિવાદ, અને જે શાંતિથી સાંભળવું જોઇએ ત્યાં હકવાદને નામે હડકવા.' આવી અનીષ્ટ દશા થઇ છે. વધુમાં એ બીચારાઓ, જેની આજ્ઞા નહિ માનવા યોગ્ય ત્યાં હાથ જોડે છે ઃ આથીજ કહેવું પડે છે કે-એ ભુતને પરવશ થયેલાઓને, ખરેજ ઉન્માદ જાગ્યો છે અને એમના એ ઉન્માદને જે પોષે તેની પાછળ તેઓ ફીદા ફીદા હોઇ મરી ફીટવાને તૈયાર છે અને દેવ, ગુરૂ તથા ધર્મ નો વિકાસ નથી થયો પણ વિકાર થયો છે, એવાઓની બુદ્ધિ ખીલેલી નથી પણ બીડાઇ ગયેલી છે, માટે એમને મંદિર તથા સાધુ ગમતા નથી અને આગમની વાતોનેસાંભળવા પણ તેઓ તૈયાર નથી. એ સ્વતંત્રતાના ભુતે, આ રીતે દરેક હિતકર બાબતોમાં આજના યુવાનોને પાયમાલ કર્યા છે. એ ભુતને વશ થયેલાઓ, દેવ, ગુરૂ અને આગમનેજ નહિ માને એમ નથી પણ તેઓ પોતાના માતા પિતા આદિ વડિલને અને કોઇ પણ જાતની શિષ્ટ મર્યાદાને પણ નહિ માને તેઓ, માત્ર માનશે ૨મણીઓને ! લક્ષ્મીને ! અને જમાનાની હવાને ! આવી દશામાં મૂકનાર સ્વતંત્રતાના ભુતથી હિતના અર્થિએ બચી જવુંજ જોઇએ. સુખ, મોહની મસ્તીમાં નથી પણ ધર્મરંગમાં છે ઃ આ ઉપરથી સ્પષ્ટ છે કે- મનુષ્યગતિમાં પણ, સુખ મોહની મસ્તીમાં નથી પણ ધર્મના રંગમાં છે અને એથીજ ઉપકારી મહર્ષિએ, ફરમાવ્યું કે- ‘ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા અને વૃદ્ધાવસ્થા.’ આ ચારે અવસ્થામાંથી એક પણ અવસ્થામાં સુખ નથી. જે અવસ્થામાં જ્ઞાન પ્રકટે અને વિરક્તભાવ આવે તે અવસ્થામાં સુખ છે પણ એ સુખ મનુષ્ય ગતિનું નથી પણ મનુષ્યપણું પામીને મનુષ્યપણાને છાજતી થતી કાર્યવાહીને પ્રતાપે એટલે કે-ધર્મરંગને લઇને એ સુખ છે. લક્ષ્મીવાન્ પણ, સુખી હોય તો સંતોષથી છે. જેઓ, સંતોષી નથી એ : તેઓથી તો, પાંચમી ચીજના અભાવે ચાર સારી ચીજને પણ આનંદથી ખાઇ શકાતી નથી. કોટ્યાધિપતિ થવાની ઇચ્છાવાળો, લક્ષાધિપતિ પણ દુ:ખી છે અને એથી અધિકવાળો થવાની ભાવનાવાળો કોટ્યાધિપતિ પણ Page 146 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy