SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ માબાપો ઘરડાઘરે ! હૂંફવિહોણાં ! મારું એક અનુમાન હૃષ્ટપુષ્ટ ઢોરોને છ માસમાં નબળાં, વસૂકેલાં જાહેર કરીને પાછલે બારણેથી કતલખાને ૨વાના કરતી ડેરીઓ, વિષભરપૂર દવાઓ દ્વારા અઢળક માનવોને મોતને ઘાટ ઉતારતી હોસ્પિટલો, શિક્ષણના નામ નીચે આર્યાવર્ત્તની બાળ-પ્રજાને આર્ય-સંસ્કારોથી સદૈવ છેટા રાખવાની સાવધાની રાખતી સ્કૂલ-કૉલેજો એ શું આજના યુગના ‘મોડર્ન’ નામ નીચેના ખૂબ જ ભયાનક સ્થળો બની ગયા નથી ? કાશ ! છતાં ભોળી ભારતીય પ્રજાને એમાં જ સુખ, શાન્તિ, આબાદી દેખાય છે ! એમાં જ રોજી, રોટી, જીવન જણાય છે ! હવે તો ભગવાન ઉપ૨થી ઊતરે ને ‘કાંઈક’ થાય તો થાય. મને તો લાગે છે કે હવે નબળા બાંધાની ગરીબીમાં સબડતી, રોગે ફસાયેલી તમામ નારીઓ માટે, મજબૂત બાંધાના સંતાનોને આપવાની લાયકાત નહિ ધરાવતી હોવાને કારણે કદાચ મોતને ઘાટ ઉતારી દેવાની ઘરડાઘર જેવી કોઈ યોજના ઘડાય અને તેનો રાષ્ટ્રવ્યાપી ‘માસ્ટર-પ્લાન' રાષ્ટ્ર અને પ્રજાના હિત(!)ની એક માત્ર શુભ(!) દૃષ્ટિએ ટૂંક સમયમાં ઘડાય તો તેમાં જરાય નવાઈ પામવા જેવું નહિ રહે. મને લાગે છે કે હવે ગર્ભપાત બંધ કરવાનો હુકમ બહાર પાડીને વધુ બાળકો પેદા કરવાની યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ થાય તો પણ નવાઈ નહિ. જન્મેલાં પચાસ લાખ કે પાંચ કરોડ બાળકોને તેમના માતાપિતાઓ ન સંભાળવા ઈચ્છતા હોય તો સરકાર તેમને ઊંચા મૂલે ખરીદી લે, તેમને બાળ-ફાર્મોમાં પૌષ્ટિક ખોરાક ખવડાવીને તગડાં કરે અને પછી તેમને મારીને આંખ, કીડની, લોહી, હાડકાં વગેરેની પરદેશોમાં નિકાસ કરે. અહો ! અબજો રૂપિયાનું હૂંડિયામણ મળે ! એ વખતે કદાચ આ સરકાર આજ સુધીમાં ક્રોડો બાળકોના કાયદેસર ગર્ભપાત કરીને અબજો રૂપિયાનું હૂંડિયામણ પામતી ચૂકી ગઈ તે બદલ અફસોસના આંસુ પણ સારે ! ના, આજનો સ્વાર્થાન્ધ, પૈસાન્ધ, વિલાસાન્ધ બુદ્ધિજીવી વર્ગ ‘પોતાના' સિવાય કોઈને જીવવા નહિ દે. કોંગ્રેસવાળાઓ કદાચ બીજી બધી પાર્ટીવાળા ભારતીયજનોને ‘દેશના ગદ્દારો' કહીને લેનિન, માઓ, હિટલર કે ઈદી અમીનની જેમ તેમની કતલ કરી નાંખશે. રે ! આ તો સીધી કત્લેઆમની હિંસા જણાવી. પણ આડકતરી-અણદેખીતી-ચાલતી વધુ ક્રૂર કત્લેઆમ બતાવું. ઘઉં અને મગફળીના સઘન વાવેતરની ઝુંબેશ શા માટે ચાલે છે જાણો છો ? તે બે ય નો પાક લેવામાં પશુ માટેનું ચરિયાણ મળતું જ નથી. આમ ચરિયાણના અભાવે ક્રોડો પશુઓ સહજ રીતે તેના માલિકો દ્વારા કતલખાને ચાલ્યા જાય. ડાલડા, સોયાબીન, પામ-ઓઈલ, ટોન્ડ દૂધ, સત્ત્વહીન ખોરાક, દારૂબંધી, નસબંધી, ઝેરી દવાઓ તથા અનારોગ્યકારક પીણાંઓ દ્વારા ભારતીય પ્રજાના આરોગ્યને સાવ તોડી પાડવાની પાછળ આખી ભારતીય પ્રજાનું એકીસાથે સ્મશાન તૈયાર કરવાની યોજના પડી નથી શું ? આ સિનેમા, ટી.વી., કેબ્રે, જાતીય શિક્ષણ, સહશિક્ષણ, મુક્ત સહચાર, નારીપુરુષસમોવડીવાદ, ગંદા વાંચન વગેરે દ્વારા રોમેરોમમાં જાતીય વાસનાઓ ભડકાવી મારીને ભારતીય યુવાનો અને યુવતીઓની શારીરિક શક્તિઓને ધોઈ નાંખીને તેમના જીવન અકાળે ખતમ જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy