SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ સંપૂર્ણપણે નીરોગી થઈ ગયા. કેવી અદ્ભુત જીવદયા ! કીડાને પણ મરવા દેવાના નહિ ! ગાય પણ મારીને લાવવાની નહિ ! કીડા જીવતા રહી જાય તે માટે મૂલ્યવાન દ્રવ્યોનો ઉપયોગ કરવામાં કોઈને હિચકિચાટ નહિ. ક્યાં આજનું મચ્છર, ઉંદર, દેડકાં, વાંદરાં, માછલાં, ઢોર મારવાનું હિંસક તાંડવભર્યું વાયુમંડળ ! અને ક્યાં એ અહિંસક વાયુમંડળ! આજે સર્વત્ર ઘોર હિંસાનું તાંડવ આજની પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે. જીવહિંસાનું તો ચોફેર તાંડવ ચાલ્યું છે. નાના બાળકોને નિશાળોમાં ઈંડામાં પ્રોટીન, માછલીમાં વિટામિનને બધા પ્રકારના અનાજ અને દૂધથી ચિડયાતા (આ વાત સાવ જુઠ્ઠી છે) દર્શાવીને તેનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું શીખવાઈ રહ્યું છે. સાતમા, આઠમા ધોરણથી જ માનવ-શરીરની રચના જાણવા માટે દેડકાંઓ અને વાંદાઓને બાળકો પાસે ચિરાવીને તેની ઉપર અભ્યાસ (!) કરાવાય છે. મ્યુનિસિપાલિટીઓ માખી, વાંદા, કૂતરા વગેરેના ઉપદ્રવ(!)નો નાશ કરવા માટે એ દરેકદીઠ પાંચથી માંડીને દસ રૂ. સુધીના ઈનામોની જાહેરાત કરવા લાગી છે. ગામના સરપંચોએ ખેડૂતોને મરઘાં-બતકાં ઉછેરીને ઈંડાનું ઉત્પાદન પુષ્કળ વધારી દેવાની હાકલ કરી છે. બેંકોએ લોન આપવા માટે તેને અગ્રતાક્રમમાં મૂકેલ છે. એના પરિણામે વાર્ષિક એક ક્રોડ ઈંડાની થતી પેદાશ વાર્ષિક ત્રણ અબજનો આંક વટાવી ગઈ છે. રેડિયો ઉપર ઈંડાને ‘રામ-લાડુ’ અને તેના રસને ‘રામ-હલવા’નું નામ આપીને પોતાની અનાર્યતાની પરાકાષ્ટા દાખવી દીધી છે. ગામની મ્યુનિસિપાલિટીઓએ ભૂંડ ઉછેરવાનો ધીકતી કમાણી કરાવી આપતો ધંધો શરૂ કર્યો છે. તાલુકા, જિલ્લાના પ્રમુખોની સાથે મળીને રાજ્ય સરકારોએ દરિયાઈ ખેતી (!) નામ આપીને ક્રોડો ટન માછલાંઓનું ઉત્પાદન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે સાપ, વાંદરા, દેડકાં, માછલાં, ગાય, ઘેટાંબકરાં વગેરે તમામના અંગોના માંસ, હાડકાં, ચરબી વગેરેની ધૂમ નિકાસ કરીને ક્રોડો રૂપિયાનું હૂંડિયામણ કમાઈ લેવાની અદમ્ય લાગણીને બેહદ બહેકાવીને નિર્દોષ અને અબોલ પ્રાણીઓની દુનિયા ઉપર કાળો કેર મચાવી દીધો છે ! ઓ જ્યાં ને ત્યાં ચૂંટણીમાં મત દેવા દોડી જનારાઓ ! તમારા મતનું જ આ બધું પાપ છે એ તમે ન ભૂલશો ! આવા જે લોકો હોય તેને તમારો મત હવે મહેરબાની કરી ન દેશો ! આ લોકોની હિંસા આટલેથી જ અટકી નથી. પશુઓ ઉપરથી હવે તે લોકો માણસો ઉ૫૨ આવ્યા છે. દર વર્ષે માતાના પેટમાં ઊછરતાં નિર્દોષ અને માસૂમ એવા પચાસ લાખ બાળકોને ડૉક્ટરો દ્વારા પેટમાં જ કકડેકકડા કરીને મારી નાંખવામાં આવે છે. હાય ! માતાઓ તેમાં રાજી થાય છે, તેમના પાપ છુપાયાં તે બદલ કે મોજશોખ અકબંધ રહી જવા બદલ... માબાપોએ બાળકોને મારવાનું શરૂ કર્યું. હવે જન્મીને મોટા થયેલા શિક્ષિત બાળકોએ માબાપોની ઘરડાઘર (Golden-Homes) દ્વારા ‘અનુકંપાપ્રેરિત દયા’ના સુંવાળા નામ નીચે કતલ કરવાની યોજના અમલમાં મૂકી છે. બાળકો ઘોડિયાઘરે ! વાત્સલ્યવિહોણાં ! જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy