SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સિનેમામાં ચુંબન વગેરેના દશ્યો ઉપર સેન્સરશિપ લાવનાર પ્રધાનને ઘરભેગા થયા વિના છૂટકો જ ન રહે. ગયો... ગયો તે કાળ, બલિદાનનો ! ખુમારીનો ! નિઃસ્પૃહતાનો! આજે તો માનવોમાંથી ‘નારી’ (શીલ) ખતમ થઈ છે અને ધરતીમાંથી ‘પશુઓ’ ખલાસ થવા આવ્યા છે. હવે ભારત પાસે આધ્યાત્મિક અને ભૌતિક સમૃદ્ધિના દિવાસ્વપ્નો જોવાનું જ નસીબ બાકી રહ્યું છે ! સુકુમાલિકાનું આત્મઘાતક નિયાણું સુકુમાલિકા સાધ્વી સ્વચ્છંદતાનો ભોગ બની. વળી આતાપનાનો તપ કરવામાં તેને ગુરુના આશિષ પણ મળ્યા નહિ... આ બે ય બાબતોએ તેનું સાધ્વીજીવન પાયમાલ કરી નાંખ્યું. સૂર્યની આતાપના લેતાં તે સાધ્વીજીએ નજીકના સ્થળમાં જ એક દિવસ એકાએક પાંચ પુરુષોથી સેવાતી વેશ્યા જોઈ. અને તેના રોમેરોમમાં કામવાસના પ્રજ્વળી ઊઠી. તેનું મન બોલી ઊઠ્યું, “અરે ! મેં સંયમ લીધું ! હવે મને આવું સુખ તો નહિ જ મળે ને ? હાય ! કેવી અભાગણી ! પણ સબૂર ! મેં તપ કેટલું બધું કર્યું છે. બસ, તેના પુણ્યના બદલામાં મને આવતા ભવમાં એવો નારીનો અવતાર મળો, જેમાં મને સોહામણા પાંચ પતિ મળે !” એક જ ક્ષણમાં ‘તપસ્વી’ આત્મા ‘કામાન્ય' બની ગયો. તે આત્માએ સંયમરત્ન વેચી નાંખીને કામવાસનાના કાંકરા મેળવ્યા. મૃત્યુ પામીને સાધ્વીનો આત્મા સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવી થયો. ત્યાંથી ચ્યવીને દ્રૌપદીરૂપે જન્મ પામ્યો. જૈન શાસ્ત્રજ્ઞોએ આવી સોદાબાજીને ‘નિદાન’ કહેલ છે. ધર્મ સાથે અર્થકામની સોદાબાજી કદી થઈ શકે નહિ. જે સોદાબાજીનો વિષય બને તે વેપાર કહેવાય, ધંધો કહેવાય, ધર્મ ન જ કહેવાય. આ છે દ્રૌપદીના પૂર્વભવોની કાળી કથા ! એ આત્માએ જે ભૂલ કરી છે તેનો જ ભોગ એ આત્મા બન્યો છે. અહીં ચારણમુનિના શ્રીમુખે કહેવાયેલી દ્રૌપદીના પૂર્વભવોની કથા પૂરી થાય છે. સ્વયંવરમાં અર્જુનને વરમાળા નાંખતી વખતે દ્રૌપદીને પાંચેય પાંડવોને પોતાના પતિ બનાવવાનો જે કાળો અનાર્ય વિચાર આવી ગયો હતો તેના મૂળમાં તેણે જ કંડારેલું ‘પાંચ પતિની સંગત માણતી કામિની’ તરીકેનું દુઃસ્વપ્ન જ કારણભૂત બન્યું છે. અનેક વિષમતાઓનો ઉકેલ : પૂર્વભવો તરફ દ્રષ્ટિપાત જૈન શાસ્ત્રકારો કહે છે કે ચાલુ ભવની ઘણી બધી વિષમ સમસ્યાઓના ઉકેલો પૂર્વભવો તરફ નજર કરવાથી જ મળતા હોય છે. આ ભવમાં પાણીથી ગભરાયા કરતાં બાળકના આત્માના પૂર્વભવમાં એવી કોઈ ઘટના બની હોવી જ જોઈએ, જેમાં એ આત્માને પાણીમાં ડુબાડી દેવા દ્વારા મરણ પામવું પડ્યું હોય. લિફ્ટમાં ઊતરતાં ભય પામતો બાળકનો આત્મા પૂર્વભવમાં મોટા મકાનની અગાસી ઉપ૨થી ધરતી ઉપર પટકાઈ પડ્યો હોવો જોઈએ. જાતભાઈઓ ઉ૫૨ ઈર્ષ્યા કરતો આત્મા પૂર્વભવમાં કૂતરાના ખોળિયે રહીને જ એ સંસ્કારોને જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy