SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ નારીના તમામ બીભત્સ ચિત્રોને દૂર કરાવીને નારી-સન્માન મેળવવા માટે પુરુષોને જણાવ્યું હતું. હિટલર જેવો ઘાતકી માણસ પણ નારીના ગૌરવને અને ઘરકામ, બાળઉછેર તથા પતિસેવારૂપ ત્રણ કર્તવ્યોને બરોબર સમજ્યો હતો. એથી જ તમામ નોકરી કરતી નારીઓને તેમના ઘરમાં પાછા વળી જવાની ફરજ પાડી હતી. પરશુરામે કેવું સુંદર સ્ત્ર પ્રસારિત કર્યું છે : “કાર્ય આર્યાવર્તની મહર્ષિપ્રણીત તમામ મર્યાદાઓને મારા નમસ્કાર થાઓ.” આ દેશમાં નમુંજવા જેવી નર્તકીઓ પણ વેશ્યા બની નથી. આ દેશમાં પદ્મિની જેવી નારીઓ રાજાધિરાજોના પ્રેમ પામવાને બદલે “હર હર મહાદેવ...' કરતી હોમકુંડોમાં બળી મરી છે. આ દેશમાં રૂપકોશા જેવી વેશ્યાઓ પણ બ્રહ્મચર્યના વ્રતને મર્યાદિતરૂપે પાળવા લાગી હતી. આ દેશમાં પત્નીઓ પણ પોતાના પતિ સાથે ય ખૂબ મર્યાદામાં જ રહેતી હતી, સદા તેમની સાથે સૂતી ન હતી. - આ દેશની ભામતીઓ ત્રીસ ત્રીસ વર્ષ સુધી લગાતાર પતિસેવા કરતી રહી છે અને એક તરફ પણ ઉચ્ચાર્યો નથી. ..તો ભયંકર ભાવિ માટે તૈયાર રહો ‘આ મર્યાદાઓ નારીના જીવનને કચડી નાંખે છે, ગોંધી રાખે છે !” એવા ગોકીરા મચાવીને તેને બધી મર્યાદાઓમાંથી મુક્ત કરી છે. પણ એ પુરુષો ! ખામોશ ! તમારા સમજણ વિનાના આ પગલાને લીધે જ અનેક નારીઓના જીવન શીલથી ચૂંથાઈ ગયા છે, શરીરથી ધોવાઈ ગયા છે, પુરુષો દ્વારા થતા ભૂગર્ભ-બલાત્કારો દ્વારા બરબાદ થઈ ચૂક્યા છે. બાગપતના બલાત્કારો આકાશમાંથી એકાએક ઊતરી પડ્યા નથી ! આદિવાસી નારીઓ ઉપર સમૂહમાં થતા ઉપરાછાપરી બલાત્કારોના સમાચારો પેપરોમાં અકસ્માતે છપાયા નથી ! હજી તો આ સર્વનાશના પવનની માત્ર શરૂઆત છે. જો હજી નહિ ચેતવામાં આવે, ચેતીને જાતીયતાનો ઉશ્કેરાટ પેદા કરતાં તમામ સિનેમા, સહશિક્ષણ, ગર્ભપાત-વ્યવસ્થા, છૂટાછેડાની છૂટ, ગંદા વાંચન, ઉભટ વેષ વગેરેને વટહુકમ દ્વારા રાતોરાત પ્રતિબંધિત નહિ કરવામાં આવે તો અતિ ભયાનક પરિસ્થિતિને જોવા માટે ભારતીય પ્રજાએ તૈયાર રહેવું પડશે. મને તો લાગે છે કે ભલે તે બર્બર પ્રકારની સજા હોઈને વધુ પડતી સખ્ત સજા કહેવાતી હોય પણ ઈસ્લામના કેટલાક દેશોમાં દારૂ અને વ્યભિચાર ઉપર જે અતિ સખ્ત નિયંત્રણ મૂકવાના આદેશો અમલમાં મુકાઈ રહ્યા છે તેની પાછળ નારી-સન્માનની ભાવના જ છે અને તે તો ખૂબ જ આદરણીય છે. પરન્તુ ના, હવે વાત જ એટલી આગળ વધી ગઈ છે કે એ નિયત્રણો મૂકનાર દેશનેતાઓને જ ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવશે કે ખુરસી ઉપરથી ગબડાવી દેવામાં આવશે. - નશીલા બની ચૂકેલા જગતમાં નશાબંધી લાવનારો સત્તાની ખુરસી ઉપર અઢી વર્ષથી વધુ ન ટકી શકે હોં ! જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy