SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરબાર, કુટુંબ, અરે ! શરીરની પણ મમતા સુદ્ધાંને જ્યાં સદા માટે ત્યાગી દેવાની છે એવું છે મુનિજીવન ! સતત અપ્રમત્તપણે આ જીવનમાં ટકી રહેવું, તે ય દિનરાત વિકસતી જતી ચિત્તની પ્રસન્નતા સાથે... એ જ મુનિજીવન છે. આ સાધના કંઈ બે-પાંચ વર્ષ માટે હોતી નથી. એ હોય છે; જ્યાં લગી દેહમાં શ્વાસ ચાલતો રહે છે ત્યાં સુધી. છેલ્લા શ્વાસમાં પણ એ મુનિભાવ જેનો ઘૂંટાતો રહે એનું નામ છે મુનિજીવન જ્યાં માન-સન્માન ગલગલિયાં ન કરી શકે અને ચપ્પના ઘા ઉર્ફ કે અરે ન બોલાવી શકે એવું હોય છે, મુનિજીવન ! આવા તો અગણિત મુનિવરો થઈ ગયા. રાધાવેધની સાધના આ સર્વવિરતિની સાધના પાસે શી વિસાતમાં ? માટેdો આનંદઘનજી મહારાજાએ કહ્યું છે કે, “ધાર તરવારની સોહીલી, દોહીલી ચૌદમા જિનતણી ચરણ (મુનિજીવન) સેવા.' આથી જ ખૂબ મોટા પથ્થરો ઊંચકીને જતા મજૂરે સામેથી આવતા મુનિઓને જોયા કે તરત તેણે પથ્થરો ખભેથી ઉતારીને દૂર મૂક્યા, તેમને વંદનાદિ કર્યા. આમ થતાં તે મજૂરના વિરોધીઓએ રાજાને ફરિયાદ કરી કે, “એક પણ પળ બગાડ્યા વિના તે મજૂરને તમે કામ સોંપ્યું હતું પણ તેણે તો સાધુઓને વંદનાદિ કરવામાં કેટલો બધો સમય બગાડી નાંખ્યો !” રાજાએ મજૂરને બોલાવીને આમ કરવાનું કારણ પૂછ્યું. મજૂરે કહ્યું, “જગતમાં મારા જેવો પુષ્કળ ભાર ઊંચકનારો પહેલવાન કોઈ નથી, પણ મારાથી ય વધુ પહેલવાન આ જગતમાં માત્ર આ મુનિઓ છે. મને તો પાંચ પથ્થરોનો ભાર નીચે મૂકીને આરામ કરવાની પણ છૂટ છે. મારે અમુક જ કલાકો સુધી ભાર ઊંચકવાનો હોય છે. જયારે આ મુનિઓએ પોતાના ખભે જે પાંચ મહાવ્રતરૂપી પથ્થરોનો ભાર ઊંચક્યો છે અને રાતે પણ તેઓ બાજુ ઉપર મૂકી શકતા નથી. એમને આરામ કરવાનો એવો સમય જ નથી જ્યારે આ ભાર બાજુ ઉપર મૂકીને તેઓ આરામ કરી શકે. રાજન્ ! આવા મુનિઓની જો હું વંદના કરીને કદર ન કરું તો મારી માણસાઈ શું ગણાય?” રાજાને આ વાત સાંભળીને મનનું સમાધાન થયું. જેમને સંસારમાં ફરી ફરીને જન્મ લેવાની અને સુખો ભોગવવાની બીક લાગી ગઈ છે એવા જ આત્માઓ મુનિ બનીને મુનિજીવનની સાધનાઓમાં અપ્રમત્તપણે એકાકાર બને છે. એ સાધનાની પાસે રાધાવેધની સાધના તો સાવ વામણી ગણાય. દ્રૌપદી : પાંચેય પાંડવોની પત્ની છેલ્લે અર્જુને રાધાવેધ સાધ્યો. સભામાં જે પાંડવપક્ષી રાજકુમારો હતા તેમણે જયઘોષ કર્યો. દુર્યોધનપક્ષી રાજકુમારોના મોં વિલખાં પડી ગયા. કુન્તીને અપાર આનંદ થઈ ગયો. જ્યારે અર્જુને રાધાવેધ સાધ્યો ત્યારે દ્રૌપદીના મનમાં એકલા અર્જુનની નહિ પરતુ પાંચેય પાંડવોની પત્ની બનવાની ઈચ્છા જાગી. પણ પાંચેયના ગળામાં તો વરમાળા કેમ નંખાય ? એથી જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy