SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ કામ્પિત્ય નગરનો રાજા દ્રુપદ. તેનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન અને પુત્રી દ્રૌપદી. લગ્નને યોગ્ય વય થતાં દ્રૌપદીએ પિતાને જણાવ્યું કે, “જે રાધાવેધ સાથે તેની જ સાથે હું લગ્ન કરીશ.” પિતાએ સ્વયંવર-મંડપ તૈયાર કરાવ્યો. દેશદેશના રાજકુમારોને આમંત્રણ પાઠવવા સાથે રાધાવેધની શરત જણાવવા માટે દૂતો મોકલવામાં આવ્યા. એક દૂત મહારાજા પાંડુ પાસે આવી ગયો. પાંડુ પોતાના કુમારોને અને તમામ કૌરવોને લઈને સ્વયંવરમાં ભાગ લેવા માટે કામ્પિત્યપુર ગયા. કર્ણ જેવો બાણાવલી ય રાધાવેધમાં નિષ્ફળ અનેક રાજકુમારોએ રાધાવેધ સાધીને અત્યંત રૂપલાવણ્યવતી દ્રૌપદીને પ્રાપ્ત કરવા માટે મનોરથો સેવ્યા, પણ રાધાવ ધ સાધવામાં સહુ નિષ્ફળ ગયા. જરાસંઘ, શિશુપાલ પણ નિષ્ફળ ગયા. ત્યાં અંગરાજ કર્ણ પણ ઉપસ્થિત થયો હતો. તે પણ ધનુષ લઈને રાધાવેધ સાધવા માટે પોતાના સ્થાનેથી આગળ વધ્યો. દાસી પાસેથી એની ઓળખ મેળવીને દ્રૌપદીએ એની તરફ જોઈને મોં બગાડ્યું. ગમે તે થયું, પણ અજોડ બાણાવલી તરીકે પંકાયેલો કર્ણ પણ રાધાવેધ સાધવામાં નિષ્ફળ ગયો. એ તો ધનુષને જોઈને જ પાછો હટી ગયો. આથી દ્રૌપદીના મોં ઉપર આનંદ વ્યાપી ગયો. આ હકીકત કર્ણની ચકોર નજરની બહાર ન રહી શકી. અહો ! કર્ણ જેવો મહાન બાણાવલી પણ રાધાવેધ સાધી ન શક્યો. ખરેખર રાધાવેધ ખૂબ જ કઠિન હોય છે. એક ઊંચા સ્તંભ ઉપર સ્ત્રી (રાધા)ની પૂતળી મુકાય છે. તે ગોળ ગોળ ફરતી રહે છે. તેની નીચે સવળાં અને અવળાં ફરતાં બે ચક્રો ગોઠવાય છે. એ બે ય ચક્રો સતત ફરતાં રહે છે. સાધક તે સ્તંભ પાસે માથું નીચું રાખીને ઊભો રહે છે. જમીન ઉપર રહેલા તેલના કુંડમાં તે બે ફરતાં ચક્રો અને તેની ઉપરની ફરતી પૂતળી પ્રતિબિંબ રૂપે દેખાય છે. સાધકે તે પ્રતિબિંબને ડાબી આંખેથી જોઈને પૂતળીની તરફ તીરનું નિશાન લેવાનું હોય છે. પૂતળીની આંખ તીરથી વીંધી નાંખવાની હોય કર્ણ જેવા મહારથીઓ પણ નિષ્ફળ જાય તો તેમાં નવાઈ પામવા જેવું કશું નહિ. રાધાવેધસમી કઠિન જૈન મુનિની સાધના જૈન શાસ્ત્રકારોએ આ રાધાવેધ સાધવા જેવી સંસારત્યાગી મુનિઓની જીવનસાધના જણાવી સતત-રાત ને દિવસ-અપ્રમત્તપણે પાંચ મહાવ્રતો અને તેની રક્ષા માટેના સેંકડો વ્રતોનો ભાર ઉપાડીને સમગ્ર જીવન જીવવું એ મુનિજીવન ! જે જીવનમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ સતત પલટાતાં રહે તો ય ચિત્તનો સંવેગ અને વિરાગનો ભાવ કદી પણ પલટાય નહિ, એમાં મંદીનો વાયરો કદી વાય નહિ એનું નામ મુનિજીવન ! જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy