SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દાખલ થવા તૈયાર થાય. બાપીકો ધંધો ત્યાગે. શહેર ભણી દોટ મૂકે.... એક હજારને નોકરી મળે.. નવ હજાર (બે ય બાજુથી) રખડી પડે. વળી બે ઉદ્યોગ નંખાયા ! અગિયાર હજાર ગ્રામજનોએ દોટ કાઢી! અગિયારસોને નોકરી મળી. બાકીના ૯૯૦૦ બેકાર થયા. વળી નવો રાક્ષસી ઉદ્યોગ ! અને વળી હજારો-લાખો નવા બેકાર! બેકારીનું આ વિષચક્ર એકધારું રાક્ષસી વેગથી ચાલતું જ રહે છે. બેકારીને દૂર કરવાના ઉપાય તરીકે કમનસીબે “ઉદ્યોગ’ અને ‘વધુ ઉત્પાદન’ જ દેખાય છે, ફલતઃ બેકારી વધતી જાય છે. ઉદ્યોગ ! બેકારીનો પિતા ! એ જ બેકારીનો સંહારક મનાયો ! આ ગણિત કેટલું ખતરનાક નીવડશે એ તો ભાવિ જ કહેશે. ભારતીય સમાજોને ક્યારેય બેકારીનો પ્રશ્ન સ્પર્યો જ ન હતો એનું મુખ્ય કારણ વૃત્તિ-અસાંકર્ય હતું. કેવા અર્થનિષ્ણાત હશે એ મનુસ્મૃતિના રચયિતા મનુ મહારાજ ! કે જેણે વૃત્તિ-અસાર્થના સિદ્ધાન્તને પાયાનો સિદ્ધાન્ત ગણાવીને ભોજનના સંભવિત અનર્થોનો જન્મ જ થવા દીધો નહિ. આજના અર્થનિષ્ણાતો (!) આ વાતને કદી પણ સમજી શકે ખરા? જો ના, તો ધૂળ પડી એ ડિગ્રીના ભણતરમાં ! મૅકૉલે પદ્ધતિના શૈક્ષણિક ઢાંચામાં ! સમાજને શાન્તિથી જીવવા ય ન દે અને મોજથી મરવા ય ન દે એવા અર્થનિષ્ણાતોની કિંમત નિર્જીવ ડિગ્રીઓના પૂંછડાથી કેમ આંકી શકાય? (૨) વર્ણનું અસાંકર્ય એકબીજાના વર્ષમાં એકબીજાએ પ્રવેશ ન કરવો એ વર્ણનું અસાંકર્ય છે. જો વર્ણનું સાકર્ષ થાય તો બાપીકા ધંધાઓના વારસાગત સંસ્કારોનું બીજગત બંધારણ તૂટી જાય, શીલ વગેરેના તે તે વર્ણોના નિયમોનું નિયમન તૂટી જાય, પ્રજા દુરાચારી પાકવા લાગે. પિંડગત જે જે સંસ્કારો હોય છે તેની જો જાળવણી થાય તો શિક્ષણાદિના સંસ્કારની લગીરે જરૂર રહેતી નથી. સદાચારી માતાપિતાનું સંતાન સામાન્યતઃ સદાચારી જ નીકળે. દુરાચારી વડીલોનું સંતાન સામાન્યતઃ દુરાચારી જ નીકળે. વર્ણનું અસાંકર્ય બીજગત શુદ્ધિઓનું જતન કરવામાં અત્યંત મદદગાર બનતું; એથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમાં ક્યાંય વર્ણનું સાંકર્ય થઈ શકતું નહિ એટલે ક્ષત્રિયોના પુત્રો પૂરી ક્ષાત્રવટવાળા જ પાકતા અને દેશના સીમાડાઓની રક્ષા કરતા. બ્રાહ્મણના પુત્રો પ્રજાના સંસ્કાર-પ્રસારનો ધર્મ સહજ રીતે બીજમાં જ પામી જતા અને એ રીતે અધ્યયનમાં ઓતપ્રોત રહેતા. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy