SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વંશવારસામાં જે ધંધો પરંપરાથી ચાલ્યો આવતો હોય તે જ ધંધા ઉપર દીકરાએ બેસી જવાના નિયમને લીધે કોઈને કદી બેકારીનો પ્રશ્ન જ જાગ્યો ન હતો. વળી તે ધંધો જીવનભર કરતા હતા તેથી તેમના લોહીવીર્યમાં જ તે ધંધાની હથોટીના સંસ્કાર સંક્રાન્ત થઈ જતા. એથી પુત્રોના બીજમાં જ એ ધંધાના સંસ્કારો ઊતરી જવાથી એ ધંધા માટે ભણવા જવાની કદી જરૂર જ પડતી નહિ. તપોવનમાં જોડાતા વિદ્યાર્થીને અક્ષરજ્ઞાન મળતું અને વધારામાં બાપીકા ધંધાના જ્ઞાનવાળા અનુભવી વાનપ્રસ્થાશ્રમી પાસેથી બાપીકા ધંધાનું થોડુંક અનુભવ-જ્ઞાન મળ્યું ન મળ્યું ત્યાં તો એ ધંધામાં એ વિદ્યાર્થી નિષ્ણાત બની જતો, કેમકે બીજમાં એ જ ધંધાની સંસ્કૃતિ જીવંત પડી હતી. વળી કોઈના ધંધામાં કોઈથી પણ પ્રવેશ થઈ શકતો નહિ. જો કદાચ કોઈ તેમ કરે તો તેને દેહાંત દંડ સુધીની સજાની જોગવાઈ રહેતી. આજે તો સમાન હક્કના નફ્ફટ ન્યાયે મોચીના ધંધામાં ય વણિક પ્રવેશી શકે છે, વણિકબુદ્ધિથી જ એ ધંધામાં લાખો રૂપિયા કમાઈ જાય છે. એથી પેલા બિચારા મોચીનો દાટ વળી જાય છે. આ સત્ય સમાન હક્કના નશાવાદી લુચ્ચા માણસોને વિચારવું જ નથી ! આમ વૃત્તિનું અસાંકર્ય એ ભોજનના પ્રશ્નને ઉકેલી નાંખનારો મોટામાં મોટો સામાજિક કીમિયો બની ગયો હતો. જો આ વૃત્તિ-અસાંકર્યની પુનઃપ્રતિષ્ઠા થાય તો બેકારી, મોંઘવારી અને કૃત્રિમ ગરીબી ત્રણેય પ્રશ્નો ઊકલી જાય. બાપીકા ધંધે સહુ બેસી જતાં બેકાર કોણ રહે ? જેને ધંધો મળ્યો છે તેને ગરીબી ક્યાંથી હોય ? બધા ય આ રીતે કામે લાગે તો જીવન- જરૂરની ચીજોનું ઉત્પાદન વધતાં અને માંગ વધતાં મોંઘવારી પણ ન ૨હે. પરન્તુ હવે તો ભારતની પ્રજાનો સંપૂર્ણ નાશ કરવા માટે જ જાણે કે કોઈ ઘાતકી માણસોની ટોળકીએ બાપીકા ધંધાઓ છોડાવી દેવાનું કાવતરું ગોઠવ્યું છે. નિશાળો અને શહેરોના પાશ્ચિમા પદ્ધતિના ધંધાઓના પ્રલોભનમાં સહુને તાણવામાં આવ્યા છે. ભારતના ભોળા ગ્રામજનોને ભણતરના બહાને નિશાળે મોકલાતા કરાયા. જીવન જીવવા માટે તદ્દન નકામું શિક્ષણ આપીને એમની જિંદગી બરબાદ કરાઈ. ભણેલાને વધુ કમાવાની ઈચ્છા જાગતાં એણે શહે૨ ભણી નજર કરી, ત્યાં ધમધમતા ઉદ્યોગો જોયા અને તરત જ એણે ગામડામાંથી શહેર તરફ દોટ કાઢી. એમાં જેને નોકરી મળી ગઈ એ બેકાર ન કહેવાયો. પણ જેને નોકરી ન મળી એ બાપીકા ધંધામાંથી છૂટી ગયેલો અને નોકરી વિનાનો-વચ્ચે લટકતો-બિચારો બેકાર ગણાયો. ભણતર પશ્ચિમનું ! ઉદ્યોગ પશ્ચિમના ! શહેરીકરણ પશ્ચિમી ઢબનું ! એક ઉદ્યોગ શહેરમાં નંખાય એટલે એક હજાર ગ્રામજનો તેમાં દાખલ થવા તૈયાર થાય. બાપીકો ધંધો ત્યાગે.... શહેર પ્રતિ દોટ મૂકે એકસોને નોકરી મળે.... નવસો (બે ય બાજુથી) રખડી પડે.... એ નવસો બેકારો માટે વળી નવો ઉદ્યોગ નંખાય. એ સાથે જ બીજા દસ હજાર ગ્રામજનો તેમાં જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy