________________
દેવકૃષ્ણ
૧૩૭૩ (રાગ : લલિત છંદ) અખિલ લોક્નાં તત્ત્વને કહો, શમ દમાદિના સારને ગ્રહો; દુરગુણી તણો સંગ ના કરો, શુભ ગુણે કરી દુષ્ટતા હરો ધ્રુવ કુટિલ કામની શ્યામતા તજ, વિક્ટ વિશ્વમાં બ્રહ્મને ભજો; વિષમ વાતથી ચિત્ત વાળજો, નરમ ભાવમાં ધર્મ પાળજો .અખિલ૦ સદગુરુ તણા શબ્દો સાંભળો, શ્રવણથી સહુ જ્ઞાનમાં મળો; કપટ કૂડને દૂર નાખજો, પરમ શીલ સંતોષ રાખજો .અખિલ૦. સમજી ઉંઘથી સર્વ જાગજો, મત-અસત્યથી તરત ભાગજો; જટિલ જાલજો જ્ઞાન વેદનું, કઠણ કાપજો મૂળ ખેદનું .અખિલ૦ પરમ ધામના મર્મને ભજો, હૃદય સાફ આપનું કરી લેજો; સરવ બોધ આ સર્વ પ્રશ્નનો , વિશદ ધાર ‘દેવકૃષ્ણ’નો. અખિલ
૧૩૭૫ (રાગ : પીલુ) નરતન જન્મ ધરી કહા કીના; સવધાર સબહીંમ વ્યાપક, વે પદકું નહિ ચીના. ધ્રુવ રામ કૃષ્ણ શિવ શંભુ ઈનકા, નામ ન મુખતે લીના. નરતન શીલ સંતોષ દયા દિલ ધરકે, દીનકું દાન ન દીના. નરતન વિષયનકું ચિત ચાહિ વૃથા શઠ, તન મન કીન મલીના. નરતન, ‘દેવકૃષ્ણ' અબ ગુરુપદમેં ચિત્ત, અર્ધી રામરસ પીના. નરતન
૧૩૭૪ (રાગ : સારંગ) અબતો મનવા મેરા , હરિજનસેં કર પ્રીત પ્રીત પ્રીત; સંતસમાગમ નિશદિન કર લે, મન કર્મ વેચનશું નિત. ધ્રુવ ત્રિવિધ તાપમય યે ભવસાગર, એ તરનેકી રીત; કામ ક્રોધ મદ લોભ મોહ યુત, ચંચલ ચિતકું જીત. હરિજન વિવેક વિરાગ વિચાર ધાર દિલ, સમ દમ તપણી સચીત; નામ રૂપ સબ જૂઠ જગત હૈ, ગાવે શ્રુતિ નિત ગીત. હરિજન યા તન તેરો પલ ન રહેગો, જીમ વાસુકી ભીત; ‘દેવકૃષ્ણ' તું બ્રહ્મભજન કર, સંતબચન પ્રતિત. હરિજન
૧૩૭૬ (રાગ : કુકુમ બિલાવલ) સદ્ગુરુ સજ્ઞાન બતાયો, તાતેં હમ આનંદ પાયો. ધ્રુવ પંચ કોશ પરબ્રહ્મ સદોદિત, ત્રિગુણાતીત કહેવાયો, અગમ નિગમ નિજરૂપ સદાયે, પ્રકૃતિ પાર કહાયો; સોહી મોહે અનુભવ આયો-સજ્ઞાન બતાયો. સદ્ગુરુo મેં, હું બ્રહ્મ બ્રહ્મ સો મેં હું, આ વિધિ દ્વૈત વિસાર્યો, ઇશ જીવ ઉપાધિ છોડકે, તત્ત્વમસિ શ્રુતિ ગાયો; સોહી મોહે અનુભવ અયો હૈ યહીં દઢ ધાય. સદ્ગo જાગ્રત, સ્વમ, સુષુપ્તિ, તુરીયા , તા પર મેં હી બસાયો, વૈખરી મધ્ય પશ્ચંતી પરાકો, સાક્ષીમે સંભર ભરાયો; સોહં બ્રહ્મ સબ ઘટ છાય-સજ્ઞાન બતાયો. સગુરુ0 ધન્ય ગુરુદેવ શાસ્ત્ર સોહી ધન્ય હૈ જિન્હ અજ્ઞાન નસાયો, હરિગુરુ સંત અરિદુ:ખનાશક, પદ પંકજ રજ પાયો; ‘દેવકૃષ્ણ’ ધ્યાન લગાયો-સજ્ઞાન બતાયો. સદગુરુo
તુલસી કહે મેં પારખુ, પરખ્યા રામ રતન; જપ તપ તીરથ કાચમણિ, ત્યાં નહિ માન્યું મન. ||
૮૪૦
તુલસી તુલસી કો કહે, તુલસી બન કા ઘાસ; કૃપા ભઈ રઘુનાથ કી, હો ગયે તુલસીદાસ.
૯૪૧
ભજ રે મના
ભજ રે મના