________________
તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોય; તુમ દરિસણ થકી હું તયજી, શુદ્ધ આલંબન હોય. વિમલ૦ પ્રભુ તણી વિમલતા ઓલખીજી , જે કરે થિર મન સેવ; દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિમલ૦
દેવચંદ્ર
૧૩૭ (રાગ : પ્રભાત) તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી , જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, દયાનિધિ દીન પર દયા કીજે.ધ્રુવ રાગ-દ્વેષે ભર્યો, મોહ વૈરી નડયો, લોકની રીતિમાં ઘણુંયે રાતો; ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવ માંહી હું વિષયમાતો.તાર આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ ન કીધો; શુદ્ધ શ્રદ્ધાને વળી, આત્મવિલંબ વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. તાર સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિ ધામે.તાર જગત વત્સલ મહાવીર જિનવર સુણી , ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશો.તાર વિનતી માનજો શક્તિ એ આપજો , ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા, સિદ્ધતા અનુભવી, ‘દેવચંદ્ર’ વિમલ પ્રભુતા પ્રકાશે. તાર0
દેવાનંદ
૧૩૭૯ (રાગ : કાન્હડા) કર પ્રભુ સંઘાતે દૃઢ પ્રીતડીરે, મરી જાવું મેલીને ધન માલ ધ્રુવ અંતકાળે સગું નથી કોઈનુંરે, સંસ્કાર સંબંધી સરવે મલ્યા રે, એ છે જૂઠી માયા કેરી જાલ, અંતકાળે સગું નથી કોઈનું રે. મરી મારૂં મારૂં કરીને ધન મેળવ્યું રે, તેમાં તારૂં નથી તલભાર; સુખ સ્વપ્ના જેવું સંસારનું રે, તેને જાતાં ન લાગે વાર. મરી માટે સેવજે તું સાચા સંતનેરે, તારા ટળશે ત્રિવિધના તાપ; અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ. મરી એવું સમજીને ભજ ભગવાનનેરે, સુખકારી સદા રટ રામ; દેવાનંદનો વાલો દુ:ખ કાપશે રે, મન વંછીત પૂરણ કામ, મરી
૧૩૭૮ (રાગ : આશાવરી) વિમલ જિન વિમલતા તાહરીજી , અવર બીજે ન કહાય; લઘુ નદી જિમ તિમ સંઘીયેજી, સ્વયંભૂ રમણ ન તરાય . ધ્રુવ સયલ પુઢવી ગિરિ જલ તરૂજી, કોઈ તોલે એક હ; તેહપણ તુજ ગુણ ગણ ભણીજી, ભાખવા નહીં સમરથ. વિમલ૦ સર્વ પુદગલ નભ ધર્મનાજી , તેમ અધર્મ પ્રદેશ; તસ ગુણ ધર્મ પર્ક્સવ સહુજી, તુજ ગુણ એક તણો લેશ. વિમલ૦ તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુ માન; તેહને તેહીજ નીપજેજી, એ કોઈ અદ્ભુત તાન, વિમલ૦
૧૩૮૦ (રાગ : કલાવતી) તારા મનમાં જાણે કે મરવું નથી રે, એવો નિશે કર્યો નિરધાર;
તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ધ્રુવ ધન દોલત નારી ને ઘણા દીકરા રે, ખેતીવાડી ઘોડાને દરબાર. તેમાંo મેડી મંદિર ઝરૂખા ને માળિયા રે, સુખદાયક સોનેરી સેજ. તેમાં ગાદી તકીયા ને ગાલ મસુરિયાં રે, અતિ આક્ય કરે છે એજ. તેમાંo
એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આધ; તુલસી સંગત સંત કી, કટે કોટી અપરાધ. ||
૯૪૨
દયા ધરમકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; | તુલસી દયા ન છાંડીયે, જબ લગ ઘટ મેં પ્રાન.
ભજ રે મના
ભજ રે મના