________________
૧૨૭૬ (રાગ : આશાવરી) જ્ઞાનકળા ઘટ* ભાસી જાકું, જ્ઞાનકળા ઘટ ભાસી; તન ધન નેહ નહી રહ્યો તાકું, છિનમેં ભયો ઉદાસી. ધ્રુવ હું અવિનાશી ભાવ જગતને, નિશ્ચ સક્લ વિનાશી; એહવી ધાર ધારણા ગુરુગમ , અનુભવ મારગ પાસી*, જ્ઞાનકળા * ૐ’ ‘મેરા' એ મોહજનિત જસ, એસી બુદ્ધિ પ્રકાશી; તે નિ:સંગ પગ મોહ સીસદે, નિશ્ચ શિવપુર જાસી, જ્ઞાનળા સુમતા ભઈ સુખી ઈમ સુનકે, મુમતા ભઈ ઉદાસી; ‘ચિદાનંદ' આનંદ લહ્યો ઈમ, તોર" કરમકી પાસી. જ્ઞાનકળા
લિ (૧) આત્મામાં, (૨) પામશે , (૩) માથા ઉપર, (૪) તોડી.
ચિત્રભાનુજી
૧૨૭૭ (રાગ : ભૈરવી) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ધ્રુવ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્થ રહે. મૈત્રી દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું. મૈત્રી ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વેરઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે. મૈત્રી
ચોથમલ મધ્યપ્રદેશના ‘ નીમચ' નગરમાં વિ.સં. ૧૯૩૪ના કારતક સુદ ૧૩ ને રવિવારે માતા કેસરબાઈની કૂખે ચોથલનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ગંગારામજી હતું. ૧૬ વર્ષની ઊંમરે ચોથમલજીના લગ્ન થયા હતા. વિ.સં. ૧૯૫રના ાગણ સુદ પાંચમ ને રવિવારના દિવસે પૂ. કવિવર્ય હીરાલાલજી મહારાજના શિષ્ય બન્યા. લોકગીત, ભજન, ગજલ વગેરેની સાથે સાથે જીવનને પ્રેરણા આપનારા સાહિત્યની તથા ધાર્મિક સાહિત્યની પણ રચના કરી. તેમની ૩૦ પધરચનાઓમાં ૧૯ જીવનચરિત્ર અને ૧૧ ભજનસંગ્રહ છે. વિ. સં. ૨૦૦૭ના માગશર સુદ ૯ ને રવિવારે ૭૩ વર્ષની ઊંમરે તેમનો આત્મા દેહથી અલગ થયો.
૧૨૭૮ (રાગ : ચંદ્રકસ) લાખો પાપી તિર ગયે, સતસંગકે પરતાપ સે; ક્ષણમેં બેડા પાર હૈ, સતસંગકે પરતાપે સે. ધ્રુવ સતસંગકા દરિયા ભરા હૈ, કોઈ નહાલો ઈસમેં;
ક્ટ જાય તનકે પાપ સબ, સતસંગકે પરતાપ સે. ક્ષણમુંo લોહકા સોવન બને, પારસમણી કે સંગ સે; ક્ટિ ભમરી હોતી હૈ, સતસંગકે પરતાપસે, ક્ષણમૅo રાય પરદેશી હુવા, કર ખૂનમેં રહતે ભરે; ઉપદેશ સુન જ્ઞાની હુવા, સંતસંગર્ક પરતાપસે. ક્ષણમુંo સંયત્તિ બડા રાજા શિકારી, હરિણકો મારા તની; રાજ્ય તજ સાધુ યુવા , સતસંગકે પરતાપસે, ક્ષણમૅo ચિલાયતિ નામા ચોર થા, શ્રેણિક નામા ભૂપતિ; કાર્ય સિદ્ધ ઉનકા હુવા, સતસંગકે પરતાપસે. ક્ષણમેં સતસંગકી મહિમા બડી હૈ, દેશ દુનિયા બીચમેં; * ચોથમલ' કહે હો ભલા, સતસંગકે પરતાપસે. ક્ષણમુંo
|| દાદ hહ ઉધમ જુઆ, મધ તિયા આહાર;
મૈથુન નિદ્રા યુક્ત નવ, સેવત બડૅ અપાર. ભજ રે મના
રહિયે જિસકી શરણમેં,રખિયે ઉસસે બૈર; | જલમેં રહકર કો કરે, કહો મગર સે બૈર. | ૯૮૦
ભજ રે મના