SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૫ (રાગ : ગરબી) સુણ વાંસલડી વેરણ થઈ લાગી રે, બ્રજની નારને; શ્યો શ્યોર કરે ? જાતલડી તારી રે, મન વિચારને . ધ્રુવ તું જંગલ કાષ્ટ તણો કટકો, તું ને રસિયે લીધો રંગ ચટકો; તે માટે આવડો શો મટકો. સુણ૦ તુ ને કહાન કુંવર કરમાં રાખે, તું અધર તણો રસ નિત્ય ચાખે; મુજ ઉપર દુ:ખડાં શ્યાં દાખે ! સુણ૦ તું મોહનને સંગે મહાલે, તુજ વિના નાથને નવ ચાલે; - તું સોલડી થઈને સાલે. સુણo જો પે'લા આવડું હું જાણતી, તારાં ડાળ મૂળ લેઈ તાણતી; તેની મનમાં મેહેર નવ આણતી. સુણ૦ તું “પ્રીતમ ના સ્વામીને પ્યારી, તુને ક્ષણે એક નવ મેલે ન્યારી; તું માં ભેદ ઘણો છેરે ભારી, સુણ પ્રીતમ'ના સ્વામીને સંગે, નિત્ય ખેલ કરું નવલે રંગે; બહુ ઉલટ પ્રેમ વાધ્યો અંગે. સુણ૦ પ૩૭ (રાગ : ખમાજ) સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને; શ્વાસે શ્વાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને. ધ્રુવ કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર-જૂથ જોને; હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સૂખ જોને. સંતo. અગ્નિને ઉધેઈ નવ લાગે, મહામણિને મેલ જોને; અપાર સિંધુ મહાજળ ઊંડા, મરમીને મન સહેલ જોને. સંતo બાજીગરની બાજી તે તો, જંબૂરો સૌ જાણે જોને; હરિની માયા બહુ બળવંતી, સંત નજરમાં ના 'ણે જોને. સંતo સંત સેવતાં સુકૃત વાધે, સહેજે સીધે કાજ જોને; પ્રીતમ'ના સ્વામીને ભજતાં, આવે અખંડ રાજ જોને. સંતo પ૩૮ (રાગ : દેશી ઢાળ) સંત પારસ ચંદન બાવના, કામધેનુ લ્પતરુ સાર. સમાગમ સંતનો. તેની સમજ માંહી અનુભવ ઘણો, પારસ ચંદન ત્રણ પ્રકાર. સમાગમ સંતનો. એક પારસે પારસ નીપજે, એક પારસથી હોય હેમ. સમાગમ એક પારસ લોહને કંચન કરે , સો વરસે એમનું એમ. સમાગમ એક ચંદનથી વિષ ઊતરે, એક ચંદન અગ્નિ ઓલાય. સમાગમ એક તલભાર જો તેલમાં પડે, તો તેલ તાતું નવ થાય. સમાગમ સર્વે સેના શૂર નવ જાણવ, સર્વે નારી સતી નવ હોય. સમાગમ સર્વે ગજ શિરે મોતી ન નીપજે, સર્વે નાગે મણિ નવ હોય. સમાગમ જ્ઞાનહીંણા ગુરુ નવ કીજિયે, વાંઝ ગાય સેન્ચે શું થાય? સમાગમ કહે “પ્રીતમ' બ્રહ્મવિદ્ ભેટતાં, ભવરોગ સમૂળો જાય. સમાગમ પ૩૬ (રાગ : ચલતી) સુણ બ્રજ નારી ! શા માટે તું અમને દોષ ચડાવે ! પુન્ય પૂર્વ તણાં , પાતળિયોજી પ્રેમે લાડ લડાવે. ધ્રુવ મેં પૂરણ તપ સાધ્યાં વનમાં , બહુ ટાઢ તડકા સહ્યા તનમાં; ત્યારે મોહને મેહેર કરી મનમાં. સુણo હું ચોમાસે ચાચર રહેતી, બહુ મેઘ ઝડી તન પર હેતી; | મારાં શરીરતણી શુદ્ધ નવ રહેતી. સુણo મેં મારું અંગ વેરાવીયું, લૈ સંઘાડે ચડાવીયું; મારાં તન પર છંદ પડાવીયું. સુણo મને હરિયે હાથ ગ્રહી લીધી, પ્રીતે પોતાની તો કીધી; લઈ અધર અમૃત પદવી દીધી. સુણo પોથી પઢાઢ જગ મૂવા, પંડિત ભયા ન કોઈ ઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સો પંડિત હોય || ભજ રે મના પઢિ પાર કહાં પાવનો ? મિયો ન મન કો ચાર | જર્યું કોહ્યું કે બેલ કું, ઘર હી કોસ હજાર ૩૨૦ કવિ પ્રીતમદાસ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy