SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧ (રાગ : દુર્ગા) પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી, એને મૂઆ ટાણે સંત બતાવો રે; તુલસી મંગાવો, એને તિલક કરાવો, મુખે રામનામ લેવડાવો રે. ધ્રુવ દવ લાગ્યા પછી કૂપ ખોદાવો, ઈ રે પેરે અગ્નિ શેં ઓલાશે રે ? ધન હતું તે ચોર જ લઈ ગયા, પછી દીવો કર્યે શું થાશે રે? મુખે માતા, પિતા, સુત, ભાઈ ને ભગિની, ઈ સબ ઠગન કી ટોળી રે; પ્રીત લગાડી તારૂં હરી લેશે, પછી રોશે આંખ્યો ચોળી રે. મુખે બાલપણું રમતમાં ખોયું, જુવાનીમાં વહાલી યુવતી રે; બુઢાપામાં છોકરાં વહાલાં, પછી મૂએ તે માની મુક્તિ રે. મુખે ખાધું નહિ એણે ખરચ્યું નહિ, અને દાન-માન નવ દીધું રે; હરિ, ગુરુ, સંતની સેવા ન કીધી, રામનામ નવ લીધું રે. મુખે તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો, ઈ કઈ પેર નીર ઠેરાશે રે ? કહે ‘પ્રીતમ' પ્રીતે હરિભજન વિના, અવસર એળે જાશે રે. મુખે ૫૩૨ (રાગ : માલકોશ) પ્રેમનો પંથ છે ન્યારો સરવ થકી (૨). ભજ રે મના ધ્રુવ જે જાણશે તે શિર સાટે માણશે, એમાં નથી ઉધારો; પ્રેમ અમલ આવ્યો જેની આંખમાં, ઊતરે નહી ઉતારો. પ્રેમનો૦ આઠ પહોર રહે આનંદમાં પ્રેમરસનો પીનારો; વહાલા વિના તેને લૂખું લાગે, સંસારસાગર ખારો. પ્રેમનો૦ પ્રેમતણો રસ કથ્થામાં ન આવે, જાણે જાણનહારો; ‘પ્રીતમ' પ્રેમી જન મળે તો આતમરામ અમારો. પ્રેમનો આવત હી હરસે નહી, નૈનન નહી સનેહ તુલસી તહાં ન જાઈએ, કંચન વરસે મેહ ૩૨૬ ૫૩૩ (રાગ : ચલતી) ગમાર, મમતા મન કેરી; મૂકી દે, મૂઢ સમજી લે સારમાં સાર, જો હરિને હેરી. ધ્રુવ હરિને જોતાં દુગ્ધા ખોતાં, પોતે તે પરિબ્રહ્મ રૂપ રે; અંતર્યામીમાં એકરસ થાતાં, કોણ પડે ભવકૂપ? મમતા૦ પંચ ભાગે પિંડ વહેંચતાં, ઊગરે તે અવિનાશી રે; સ્થૂળ સૂક્ષ્મ કારણ, ને તુરીય, પોતે સ્વયંપ્રકાશી. મમતા શુદ્ધ ચૈતન્ય ને સાક્ષી પ્રમાતા, પ્રમાણનો પ્રમેતી રે; પંચ નામ છે પૂર્ણાનંદનાં, નિગમ કહે છે નેતિ. મમતા નિર્ગુણ એક નિરંતર નીરખી, હરખે હૈડા માંહ્ય રે; પ્રલયમાં પાણી વિના બીજું, નજરે ન આવે કાંઈ. મમતા૦ ચિદાનંદનું ચિંતવન કરતાં, કોટિ કલ્પના જાયે રે; પ્રીતમ પડદો મટે માયાનો, મહાપદ લય થાય. મમતા ૫૩૪ (રાગ : ધોળ) સદ્ગુરુનાં તે વચન વિચારતાં, મટે મોહ માયાને વિકાર, હરિરસ (સુધારસ) પીજીએ. ધ્રુવ બાળી ભસ્મ કરે બીજી વાસના, ઉરે પ્રગટે પ્રેમ અપાર. હરિ એવો અજર અમીરસ જે પીએ, તેનાં નેણને વેણ પલટાય. હરિ ચડી બ્રહ્મ ખુમારી ના ઊતરે, સુખ મુખે કહ્યું નવ જાય. હરિ તેને સંભવ નહિ રે શરીરનો, થયો આતમ દૃષ્ટ ઉઘાડ. હરિ મરજીવો થઈ હરિને મળે, ગળે જ્ઞાન હિમાળે હાડ. હરિ બ્રહ્મધ્યાને ગગનવત થઈ રહે, જેમ કુંભ મહાજળ માંઈ. હરિ કૃષ્ણ પોતામાં પોતે શ્રીકૃષ્ણમાં, કૃષ્ણ વિના દિસે નહિ કાંઈ. હરિ જેમ સરિતા સાગરમાં જઈ મળે, તેનું નામ નદી ટળી જાય. હરિ કહે ‘પ્રીતમ’ સદ્ગુરુ સેવતાં, ટળે અંતર એક રસ થાય. હરિ શુદ્ધ ધર્મ જાગે જહાં, હોય સભીકા શ્રેય નિજહિત, પરહિત, સર્વહિત, યહી ધર્મકા ધ્યેય ૩૨૭ કવિ પ્રીતમદાસ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy