SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૯ (રાગ : પ્રભાત) સંતસમાગમ જે જન કરશે, તેને પ્રગટે પ્રેમ જોને; જે ધાતુને પારસ પરશે, તે તો હોયે હેમ જોને. ધ્રુવ કથીર, કાંસુ, હેમ ન હોયે, કોટિ પારસ પરસે જોને; શૂન્ય છીપ તે ઉપર ના'વે, સો મણ સ્વાતિ વરપે જોને. સંતo અચેતને ઉપદેશ ન લાગે, શિવબ્રહ્મા સમજાવે જોને; જેનાં અવળાં અંતઃકરણો, તેને સમજણ ના 'વે જોને, સંતo કુબુદ્ધિ કાળપ જેને હૃદયે, તેને ન લાગે રંગ જોને; અડદ ઊજળો કચમે ન પાયે, જઈ ઝબોળે ગંગ જોને. સંતo કુશકા કુટેથી શું થાય ? કણ ન જડે તેમાંથી જોને; મંદ અભાગી મૂરખ નરને, સમજણ આવી ક્યાંથી જોને. સંત પાપીને પરબોધ ન કરીએ, મૌન ગ્રહીને રહીએ જોને; કહે “પ્રીતમ તુલસી દળ તોડી, પ્રેત ન પૂજવા જઈએ જોને. સંતo ૫૪૧ (રાગ : બિહાગ) હરિ વસે હરિના જનમાં, તમે શું કરશો જઈ વનમાંરે ? ધ્રુવ ભેખ ધરીને તમે શીદ ભટકો છો ? નથી કાંઈ દેહ દમનમાંરે. હરિ. સાચું રે બોલો ને સાચું ચાલો, રહો નિત ભાવ ભજનમાં રે. હરિ. હરિજન શીળ સંતોષનું રાજી, કપટ રહિત છે તનમાં રે. હરિ. એ હરિ જનને હરિ કરી માનો, ભ્રાંતિ ન આણશો મનમાંરે. હરિ. ચાગ યજ્ઞ તપ તીર્થ થકી શું ? દશ વાર નહાવો દિનમાંરે. હરિ. દાસ પ્રીતમ પ્રભુ પ્રેમ શું રાજી, નથી કાંઈ યાગ જગનમાં રે. હરિ. પ૪૦ (રાગ : શુક્લ બિલાવલ) હરિ ભજે તો આવે સુખની લહેર જો, દુર્લભ મનુષ્ય દેહનો લ્હાવો લીજીએ. ધ્રુવ ક્યાં થકી આવ્યો ને જીવ તારે ક્યાં જવું ? બોલ, વિચારી જો ઠરવાનું કામ જો; આ જૂઠાં જગત સાથે ઝઘડો નવ કીજીએ, અંતે સાચો બેલી સીતારામ જો. હરિ આ મનુષ્યદેહ પામ્યો મોંઘા મૂલનો, કોટિ જનમના પુણ્ય તણો નહિ પાર જો; આ શીશને સાટે રે માગી નહિ મળે, એ ઘડી તારી લાખેણી વહી જાય છે. હરિ. આ વ્રજવાસી ગોપીએ લ્હાવો લૂંટિયો, મૂકી દીધી કંઇ માતા-પિતા-કુળલાજ જો; સાચું તે સગપણ છે શામળિયા તણું, સરિયાં સઘળાં વ્રજ વનિતાનાં કાજ જો હરિ આ તન-મન-ધન-બન રે રંગ પતંગનો, જોતજોતામાં જોને વણસી જાય જો; અંતરમાં ઓળખી લે આતમરામને, કહે “પ્રીતમ’ આવાગમન મટી જાય જો. હરિ જો મોહ-માયા કે સંગ ફર્સ, કંચન નારી કે રાગમેં જ્ઞાની કહે વહ કૈસે બચે, મૂર્ખ રૂઈ-લપેટી-આગમેં. ભજ રે મના ઉ૩૦ પ૪૨ (રાગ : મંદાક્રાંતા છંદ, પ્રભાત) હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. ધ્રુવ સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મળે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને. હરિનો મરણ આંગમેં તેં ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને. હરિનો પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને; માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને. હરિનો માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને; મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને. હરિનો૦ રામ-અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને; પ્રીતમ ’ના સ્વામીની લીલા, તે રજનીદિન નીરખે જોને. હરિનોવે મનુષ્ય જન્મ નર પાયકે, ચૂકે અબકી ઘાત જાય પડે ભવચક્રમેં સહે ઘનેરી લાત કવિ પ્રીતમદાસ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy