SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦ ૭૯૩ (૪) સ્થિરાત્મનઃ - વળી આત્માના સ્વરૂપની રમણતા કરવામાં એટલે કે આત્માના ગુણોમાં જ ૨મણતા કરવાનો આનંદ માણવામાં સ્થિર-અચલિત સ્વભાવવાળો છે આત્મા જેનો એવા મહાત્મા. (૫) સુહ્વાસનસ્ય - આત્મતત્ત્વની સાધનામાં સુખપૂર્વક બેઠેલા-સુખમય છે આસન જેનું અર્થાત્ આત્મતત્ત્વની ગુણોપાસના કરવાની પરિણિતમાં જ સુખમય (આનંદ આનંદ માનનારો) છે આત્મા જેનો એવા મહાત્મા. (६) नासाग्रन्यस्तनेत्रस्य ચંચલતા-અસ્થિરતા રોકવા માટે નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપન કર્યાં છે બન્ને નેત્રો જેણે એવા મહાત્મા, નેત્રનો એવો સ્વભાવ છે.કે દૃષ્ટિમાં આવનારા સજીવ-નિર્જીવ પદાર્થો ઉપર ફર્યા કરવું અને તેના વદિ બાહ્ય ગુણો જોઈને અંજાયા કરવું. રાગ-દ્વેષના પરિણામમાં જવું. અને તેનાથી વિકારી થવું આવા પ્રકારની આવતી વિભાવપરિણતિને રોકવા માટે જ બન્ને નેત્રોને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવામાં આવે છે. જેથી આવા વિકારી ભાવો ન થાય. (૭) યોશિન: - આત્માને મોક્ષની સાથે જોડે તેને યોગ કહેવાય છે. નિશ્ચયનયથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયીનો જે પરિણામ એ જ મોક્ષનો માર્ગ છે અને વ્યવહારનયથી તેના ઉપાયભૂત ગુરુવિનયાદિને યોગ કહેવાય છે. આવી રત્નત્રયીમય પરિણામ રૂપ યોગદશામાં અને ગુરુવિનય આદિ ઉપાયોમાં જે મહાત્મા પરિણામ પામ્યા છે તે યોગી. ઉપરોક્ત સાત વિશેષણોવાળા મહાત્મા ધ્યાન ધરવાવાળા છે અને આ લોકમાં ઉપમા ન આપી શકાય તેવા છે. આમ સાત વિશેષણોનું વર્ણન છઠ્ઠી ગાથામાં થયું. બાકીનાં ચાર વિશેષણો હવે સાતમી ગાથામાં સમજાવે છે. रुद्धबाह्य (मनो) वृत्तेः- रुद्धा बाह्येन्द्रियानुसारिणी मनसो वृत्तिर्येन सः, तस्य । इन्द्रियानुयायिमनोवृत्तिनिवृत्तस्य, कस्माद् ? धारणाधारया रयात् - ध्येये चित्तस्य स्थिरबन्धनं धारणा, तस्या धारा तया, रयाद् - वेगाद् । रुद्धमनसः तत्त्वध्यानं सुनिश्चितं भवति । पुनः प्रसन्नस्य - कालुष्यरहितस्य, अप्रमत्तस्य- अज्ञानाद्यष्टप्रमादनिवृत्तस्य । પુન: વિવાનનસુધાનિહઃ - ચિત્ જ્ઞાનં, તસ્યાનન્ત:, સ વ સુધા અમૃત, તાં તેઢીતિ, तस्य लिह: - ज्ञानानन्दास्वादकस्य एतादृशस्य ध्यानिनः आत्मिकसाम्राज्यानुभवं विस्तारयतः तुल्यत्वं केन भवति ? न केनापि ॥७॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy