SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ ધ્યાનાષ્ટક - ૩૦ જ્ઞાનસાર ___अतः सर्वपरभावपरित्यागस्वरूपावलोकनतत्त्वैकत्वध्यानामृतस्वभोग्यभोक्तुः परमसाम्राज्यम् । अतः सर्वप्रकारेण तदेव करणीयम् । यदर्थं रचयन्ति यमनियमप्रचारान्, संकोचयन्ति शरीरमासनमुद्रादिभिः, साधयन्ति रेचकपूरककुम्भकैः प्राणम्, वसन्ति निर्जने वने, त्यजन्ति सर्वेन्द्रियविषयान्, तत्साम्यसुखमूलमात्मैकत्वोपयोगं साध्यं स्वहितार्थिभिः ॥८॥ | રૂતિ વ્યાધ્યિાત ધ્યાનાષ્ટમ્ | (૮) રુદ્ધવ (મનો) વૃ: - શરીરમાં બહાર દેખાતી જે ઈન્દ્રિયો છે તેને બાઘેન્દ્રિય કહેવાય છે તે પાંચ બાલ્વેન્દ્રિય છે. દરેક ઈન્દ્રિયો એક એક વિષયને જાણવામાં સહકારી કારણ છે અર્થાત્ નિમિત્ત કારણ છે. સ્પર્શનેન્દ્રિય સ્પર્શને જાણવામાં, રસનેન્દ્રિય રસને જાણવામાં, ધ્રાણેન્દ્રિય ગંધને જાણવામાં, ચક્ષુરિન્દ્રિય રૂપને જાણવામાં અને શ્રોત્રેન્દ્રિય શબ્દને જાણવામાં નિમિત્તકારણ છે. તેમાં મન ભળવાથી રાગ અને દ્વેષ થાય છે. તે તે ઈન્દ્રિયથી તે તે વિષય જાણીને તેમાં ઈનિઝ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ઈછાનિઝ બુદ્ધિ અર્થાત્ રાગ-દ્વેષવાળી આત્મ પરિણતિ જ નવો કર્મબંધ કરાવવામાં કારણ બને છે. તેથી યોગીપુરુષો પોતાના મનને બાહ્ય ઈન્દ્રિયોના આધીનપણે પ્રવર્તાવતા નથી. બાહ્ય ઈન્દ્રિયોને અનુયાયી મનની જે પ્રવૃત્તિ હતી તેને અટકાવનારા આ યોગી પુરુષ હોય છે. તે તે ઈન્દ્રિયો દ્વારા તે તે વિષયો જાણવા છતાં, અનુભવવા છતાં, તેમાં રાગ-દ્વેષ અને ઈનિઝ બુદ્ધિને ન કરનારા હોય છે. પ્રશ્ન :- ઈન્દ્રિયોને આધીનપણે પ્રવર્તતા મનને અટકાવવામાં યોગી પુરુષો કેમ સફળ થાય છે? કેમ સમર્થ બને છે? ઉત્તર :- થાર થારા વેત્ = ધ્યેય એવા પરમાત્મામાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા. યોગદશાનાં આઠ અંગોમાંનું આ એક અંગ છે. તેની તીવ્ર ધારા તે કાલે પ્રવર્તે છે. તેના કારણે યોગી પુરુષો વેગે વેગે મનને અટકાવી શકે છે મનને ધ્યેય એવા પરમાત્માના ગુણોના ધ્યાનમાં જ જોડી દીધું છે. તેથી તે મન ઈન્દ્રિયોના વિષયોમાં જોડાતું નથી અને રાગાદિ વિકારો થતા નથી. તેનાથી કર્મના આશ્રવો થતા નથી. તથા મનને વિકારી ભાવોથી અટકાવ્યું હોય તો જ તત્ત્વજ્ઞાન નિશ્ચિતપણે થાય છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પ્રકારનું વિન ઉપસ્થિત થતું નથી. (૯) પ્રસન્ની - આ યોગી સદાકાલ પ્રસન્ન મુદ્રાવાળા અને પ્રસન્ન હૃદયવાળા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy