SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનાષ્ટક - ૩૦ જ્ઞાનસાર ધ્યાનવાન આ મહાત્મા પોતાના આત્માની અંદર જ સ્વાધીન, અજાતશત્રુવાળું ગુણોના આનંદ રૂપ સામ્રાજ્ય ભોગવે છે માટે તેઓને ઉપમાથી સરખાવી શકાય એવી કોઈ ઉપમા આ સંસારમાં મળતી નથી. ૭૯૨ થભૂતસ્ય ધ્યાનિન: ? આ ધ્યાની મહાત્મા કેવા છે ? આ વાત ૧૧ વિશેષણો વડે હવે સમજાવે છે. जितेन्द्रियस्य- जितानि स्वरूपोपयोगीकृतानि पौद्गलिकवर्णादिष्वपरिणमनाद् जितानि इन्द्रियाणि येन सः, तस्य । धीरस्य स्ववीर्यसामर्थ्येन परीषहोपसर्गेऽकम्पस्य स्वरूपनिष्ठस्य । पुनः प्रशान्तस्य कषायनोकषायोद्रेकरहितस्य । धीरः प्रशान्त एव आत्मानमास्वादयति, पुनः स्थिरात्मनः स्थिरः आत्मस्वरूपरमणे आत्मा यस्य सः, तस्य । सुखासनस्य - साधनपरिणतौ सुखमय आत्मा यस्य सः, तस्य । पुनः नासाग्रन्यस्तनेत्रस्य नासाग्रे चापल्यरोधनाय न्यस्ते स्थापिते नेत्रे येन सः, तस्य । योगिनः- सम्यग्दर्शनज्ञानचारित्ररत्नत्रयीपरिणतस्य ॥६॥ પરમાત્માનું (એટલે કે પરમ એવા પોતાના આત્માનું) ધ્યાન કરનારા જ્ઞાની મહાત્મા પુરુષ કેવા હોય છે ? તે અનુક્રમે ૧૧ વિશેષણો વડે સમજાવે છે. (૧) ખિતેન્દ્રિયસ્ય - જે મહાત્માએ ઈન્દ્રિયો જિતી છે તે, એટલે કે ઈન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવ્યો છે તે, અર્થાત્ પોતાની પાંચે ઈન્દ્રિયોને અને મનને આત્મસ્વરૂપમાં રમણતાના જ માત્ર ઉપયોગવાળી કરી છે અને પુદ્ગલ સંબંધી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં જે આસક્તિભાવ પૂર્વકાળે હતો તે ત્યજીને તેમાં પરિણામ ન પામે એવી રીતે જિતી છે ઈન્દ્રિયો જેણે એવા આ મહાત્મા પુરુષ છે. (૨) ધીરસ્ય ધીરજગુણવાળા એટલે કે પોતાના આત્માનું વીર્ય પ્રગટ કરવાના સામર્થ્ય થકી ગમે તેવા પ્રબળ પરીષહ-ઉપસર્ગો આવે તો પણ અકંપ રહેનારા અને આત્મસ્વરૂપમાં જ સ્થિર રહેનારા એવા જે મહાત્મા તે ધીર. (3) प्रशान्तस्य વળી અતિશય શાન્તસ્વભાવવાળા એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર કષાય અને હાસ્યાદિ નવ નોકષાયોની પરિણતિ વિનાનો જે આત્મા ધીરસ્વભાવવાળો હોય તે પ્રશાન્ત જ હોય છે અને આવો ધીર તથા પ્રશાન્ત જીવ જ આત્મતત્ત્વનો (આત્મતત્ત્વના ગુણોનો) આસ્વાદ માણી શકે છે. www
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy