SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮ ૭૪૫ યજ્ઞનું સ્વરૂપ જેણે જાણ્યું છે અને આત્મા જેનો કાલગત થયો છે તે જ્ઞાયકશરીર (અર્થાત્ જ્ઞશરીર) તથા જે ભવિષ્યમાં યજ્ઞનું સ્વરૂપ જાણશે તે ભવ્યશરીર, પણ ત્રીજો જે તદ્બતિરિક્ત નામનો ભેદ છે તે બ્રાહ્મણાદિ લોકો જે યજ્ઞ કરે છે તે જાણવો. કારણ કે તે યજ્ઞ હિંસાત્મક હોવાથી સાવધ છે. સાવધ હોવાથી દ્રવ્યયજ્ઞ છે અને તપ-સંયમમાં જે જયણા એટલે તપ-સંયમવાળું અનુષ્ઠાન કરવું, આચરવું, તેના પ્રત્યે આદરભાવ રાખવો તે ભાવયજ્ઞ જાણવો. ૪૬૧॥ ભાવયજ્ઞને યથાર્થ રીતે જણાવવા માટે ઉત્તરાધ્યયનસૂત્રનું ૨૫મું અધ્યયન દેખો. જ્યાં જયઘોષમુનિ પાસેથી વિજયઘોષ નામના બ્રાહ્મણ સાચા અર્થવાળા ભાવયજ્ઞના કાર્યમાં જોડાયા તે વર્ણન છે. તેથી જ તે અધ્યયનનું નામ “યજ્ઞીય અધ્યયન” કહેવાય છે. II૪૬૨॥ હિંસાત્મક યજ્ઞ તે દ્રવ્યયજ્ઞ અને તપ-સંયમમાં સવિશેષ આચરણ અને સવિશેષ આદરભાવ તે ભાવયજ્ઞ જાણવો. હવે આ નિયાગ ઉપર સાત નયો ટીકાકારશ્રીએ કોઈ કારણસર લખ્યા નથી. ગીતાર્થો પાસેથી જાણીને પણ અમે અમારા ક્ષયોપશમ પ્રમાણે લખીએ છીએ તે સાત નયો આ પ્રમાણે છે - ૧. ૨. ૫. ૩. વ્યવહારનય :- ઉપવાસાદિ ધર્માનુષ્ઠાન આચરવું તે નિયાગ. ૪. ઋજુસૂત્રનય :- અણાહારી સ્વરૂપ વગેરેનું ચિંતન તે નિયાગ. ૬. નૈગમનય :- નિર્જરાપ્રયોજક કોઈપણ યોગ-ધર્માનુષ્ઠાન-ઉપવાસાદિ વિષયક માનસિક સંકલ્પ એ નિયાગ છે. આ સિવાય પરંપરાએ નિયાગની (કર્મનિર્જરાની) હેતુ બનતી હોય તેવી વસ્તુઓ પણ નિયાગ કહેવાય છે. ૭. સંગ્રહનય :- ઉપવાસાદિના કારણભૂત શારીરિક બળ, ધૃતિ વગેરે નિયાગ કહેવાય છે. શબ્દનય :- અણાહારી સ્વરૂપનો ઓછો-વધતો અનુભવ એ નિયાગ. સમભિરૂઢનય :- ઉત્કૃષ્ટ તપ આદિ ગુણોની યોગ્યતા યુક્ત અણાહારી સ્વરૂપ આદિનો અનુભવ તે નિયાગ. -- એવંભૂતનય :- ઉપરોક્ત ગુણો જેમાં પૂર્ણપણે પ્રગટ થયા છે અને સક્રિય બન્યા છે તે આત્મા સ્વયં નિયાગ. ભાવયજ્ઞ જ કર્તવ્ય છે તે ભાવયજ્ઞનું સ્વરૂપ આ પ્રમાણે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy