SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ નિયાગાષ્ટક - ૨૮ જ્ઞાનસાર તપ રૂપ અગ્નિ જાણવો, જીવ રૂપ અગ્નિકુંડ જાણવો, મન-વચન-કાયાના યોગો (ની એકાગ્રતા) રૂપ કડછી જાણવી. શરીર એ છાણાં છે. કર્મો એ લાકડાં છે. સંયમનું આચરણ એ શાન્તિપાઠ છે. મહામુનિઓ દ્વારા પ્રશંસનીય એવો શ્રેષ્ઠ યજ્ઞ હું કરું છું. ૪૪ll તથા આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા ઉદ્દેશાના ૧૮માં સૂત્રમાં કહ્યું છે કે - જેણે ગૃહનો ત્યાગ કર્યો છે અને પંચમહાવ્રતધારી અણગારમુનિ બન્યા છે તે મુનિ અનુક્રમે કેવા હોય ? કેવા થાય? છે તે વિષય વેરિ = સમજાવું છું નહીં = જેમ ધીરે ધીરે અનુક્રમે મારે = તે અનગાર થયેલા મુનિ ૩qડે = ઋજુગતિને કરનારા એટલે કે અકુટિલપણે સંયમશ્રેણીને પાલનારા-મોક્ષગમનને અનુકુલ શ્રેણીને કરનારા નિયા ડિવાઈને = સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રાત્મક નિશ્ચિત મોક્ષમાર્ગને પામેલા સમર્થ = માયા આદિ કષાયો વિનાનું જીવન સુષ્યમાઈ = કરતા ભૂમિ ઉપર વિચરે છે.” આ પ્રમાણે નિયાગ એટલે રત્નત્રયીની સાધના કરવી અને કર્મોને બાળવાં આવો અર્થ કરવો પણ પશુહોમ કરવાવાળો અર્થ ન કરવો. હિંસા એ ધર્મ સંભવતો નથી. નિયાગ” ઉપર નામાદિ ચાર નિપા જણાવવા જોઈએ પણ તે આવશ્યકનિર્યુક્તિ ગાથા ૪૬૦-૪૬ ૧-૪૬૨ માં કહેલા છે. તેથી તે પાઠની સાક્ષી આપીને કહે છે કે ત્યાંથી જાણી લેવા. તે ગાથા અને અર્થ આ પ્રમાણે છે. "निक्खेवो जण्णंमि अ, चउक्कओ दुविहो य होइ दव्वंमि । आगमनोआगमओ, नोआगमओ अ सो तिविहो ॥४६०॥ जाणगसरीर-भविए, तव्वइरित्ते अ माहणाईसुं । तव संजमेसु जयणा, भावे जण्णो मुणेयव्वो ॥४६१॥ जयघोसा अणगारा, विजयघोसस्स जण्णकिच्चंमि । तत्तो समुट्ठियमिणं, अज्झयणं जण्ण इज्जंति ॥४६२॥ નિયાગ એટલે યજ્ઞ, તે યજ્ઞમાં નામાદિ ચાર ભેદવાળો નિક્ષેપ હોય છે. યજ્ઞ એવું કોઈનું નામ પાડવું તે નામયજ્ઞ, યજ્ઞ એવા અક્ષરોની સ્થાપના તે સ્થાપનાયજ્ઞ. હવે દ્રવ્યયજ્ઞ બે પ્રકારનો છે - ૧. આગમથી અને ૨. નોઆગમથી. જે યજ્ઞનું સ્વરૂપ જાણે પણ પ્રરૂપણાકાલે ઉપયોગ ન હોય તે આગમથી દ્રવ્યયજ્ઞ અને બીજો જે નોઆગમથી દ્રવ્યયજ્ઞ છે તેના ત્રણ પ્રકાર છે. I૪૬૦ જ્ઞાયકશરીર (જ્ઞશરીર), ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત આમ ત્રણ ભેદ જાણવા.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy