SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૪ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ જ્ઞાનસાર છે માટે અપ્રાપ્ત હોવા છતાં પણ પરિગ્રહ જ કહેવાય છે. તે જીવો ભાગી જ કહેવાય છે. તથા કમાયેલા લાખો રૂપિયા બેંકમાં એફ.ડી. માં મુક્યા હોય, ત્યારે રૂપિયાનો અને પુરુષનો સંસર્ગ નથી, પરંતુ મમતા છે. મારાપણાનો પરિણામ છે, સ્વામિત્વબુદ્ધિ છે. તે રૂપિયા અવસરે વાપરવાનો મોસ્તૃત્વ પરિણામ છે, માટે પાસે ન હોવા છતાં પણ પરિગ્રહ જ છે. તેમ અહીં મૂર્છાવાળા આત્માને વસ્તુ અપ્રાપ્ત હોય તો પણ આખું જગત પરિગ્રહ રૂ૫ છે. પરંતુ મૂર્છાથી રહિત પુરુષોને પુદ્ગલદ્રવ્યોને વિષે મમત્વને બદલે ભિન્નત્વની બુદ્ધિ છે અને ભોસ્તૃત્વને બદલે અગ્રાહ્યત્વની બુદ્ધિ છે. તે કારણે મમતાના ત્યાગવાળા પુરુષોને આખું ય જગત ભિન્નત્વ અને અગ્રાહ્યત્વનો પરિણામ હોવાથી અપરિગ્રહરૂપ છે. કારણ કે કદાચ તે પુદ્ગલદ્રવ્યનો અનિવાર્ય સંજોગોના કારણે ઉપયોગ કરે તો પણ તેમાં રમણતાનો અભાવ છે. આસક્તિનો અભાવ છે. માટે પરિગ્રહ ગણાતો નથી. જેમ બેંકનો કેશિયર લાખો અને કરોડોની નોટોનો સ્પર્શ કરે છે પણ મમત્વ અને ભોક્નત્વનો પરિણામ નથી, માટે પરિગ્રહ ગણાતો નથી. ડોક્ટરો પુરુષ હોય તો અનેક સ્ત્રીઓને અને સ્ત્રી હોય તો અનેક પુરુષોને રોગ દૂર કરવા સ્પર્શ કરે છે, પણ મમત્વ અને ભોક્નત્વની બુદ્ધિ ન હોવાથી પરિગ્રહ ગણાતો નથી. તેમ અહીં પણ સમજવું. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે – તેથી આ લોકમાં એવી કઈ વસ્તુ છે કે જે સર્વથા પરિગ્રહ જ કહેવાય અથવા સર્વથા અપરિગ્રહ જ કહેવાય? આવી એકાત્તે કોઈ વસ્તુ નથી. પરંતુ નિશ્ચયદૃષ્ટિથી મૂછ અને અમૂછ વડે જ પરિગ્રહ અને અપરિગ્રહ મનાયા છે. રપ૭૩ તે કારણથી રાગ અને દ્વેષથી રહિત એવા મુનિને વસ્ત્ર-પાત્રાદિ જે જે વસ્તુ સંયમનું સાધન છે તે તે અપરિગ્રહ જ સમજવો અને જે વસ્તુ સંયમની ઘાતક છે તે પરિગ્રહ જાણવો. //રપ૭૪ આ કારણથી આ આત્માનું જે પરભાવમાં રસિકપણું છે એટલે કે મમતાભાવ છે તે જ પરિગ્રહ છે. માટે મમતા-મૂછ એ આત્મધર્મ ન હોવાથી તેને ત્યજીને આત્મસ્વરૂપમાં જ રમણતા કરવી ઉચિત છે. આ પ્રમાણે પચીસમા પરિગ્રહત્યાગાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ૮. પચીસમું પરિગ્રહત્યાગાષ્ટક સમાપ્ત . .
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy