SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ षड्विंशतितमं अनुभवाष्टकम् ॥ अथ श्रुताभ्यासपरिग्रहत्यागादयोऽप्यनुभवयुक्तस्य मोक्षसाधकाः अनुभवशून्यस्य नेति तत्प्रतिपादनायानुभवाष्टकं निरूप्यते । अनुभवशून्यं ज्ञानमुदकपयःकल्पं अनुभवयुक्तं तु पीयूषोपमम् । ज्ञानं तु सानुभवस्य । तथा चानुयोगद्वारे - - ‘‘વાયા-પુચ્છા-પરિઅટ્ટા-ધમ્મા-સર-અવશ્ર્વવંનળસુન્દ્રા અનુપ્લેહાरहियस्स दव्वसुयम्, अणुप्पेहा भावसुयं " इत्यनेन भावश्रुतं तु संवेदनरूपं न तत्त्वनिष्पादकं, स्पर्शरूपं तत्त्वनिष्पादकमिति હમિદ્રવૂખ્યા:-તસ્પર્શજ્ઞાનમનુભવયુક્તથૈવ, (ષોડશક ૧૨, શ્લોક ૧૫) તમાં ચ योगदृष्टिसमुच्चयानुसारेण लिख्यते यथार्थवस्तुस्वरूपोपलब्धिपरभावारमणस्वरूपरमणतदास्वादनैकत्वमनुभव: हेयोपादेयज्ञानसुखास्वादरूपानुभवः । વિવેચન :- શ્રુતજ્ઞાનનો ઊંડો અભ્યાસ અને પરિગ્રહનો ત્યાગ ઈત્યાદિ પ્રાપ્ત કરેલા વિશિષ્ટ ગુણો પણ અનુભવયુક્ત જે આત્મા હોય તેને જ મુક્તિના સાધક બને છે. પણ અનુભવરહિત આત્માને મુક્તિના સાધક બનતા નથી. કારણ કે અનુભવ ન હોવાથી શ્રુતના અભ્યાસનો અને પરિગ્રહના ત્યાગાદિ ગુણોનો આ જીવ યથાર્થપણે મોક્ષની સાધનારૂપે ઉપયોગ કરી શકતો નથી. તે માટે અનુભવ સમજાવવો જરૂરી છે. માટે હવે અનુભવાષ્ટક લખવામાં આવે છે. અનુભવ વિનાનું જ્ઞાન પાણીતુલ્ય અને દૂધતુલ્ય છે તથા અનુભવયુક્ત જ્ઞાન અમૃતતુલ્ય છે. તેથી અનુભવવાળા જીવનું જે જ્ઞાન તે જ જ્ઞાન મુક્તિદાયક હોવાથી તેને જ યથાર્થરૂપે જ્ઞાન કહેવાય છે. અનુયોગદ્વાર નામના સૂત્રમાં કહ્યું છે કે - “વાચના લેવી-દેવી, પ્રશ્ન પૂછવા રૂપ પૃચ્છના, સૂત્રોની તથા અર્થની પુનરાવૃત્તિ કરવી તે પરાવર્તના, ધર્મકથા કરવી, તે ધર્મકથા અને પરોપદેશ આપવો વળી સ્વર, અક્ષર તથા વ્યંજનોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું ઈત્યાદિ સ્વરૂપે પ્રાપ્ત કરેલો શ્રુત અભ્યાસ હોય, પરંતુ જો અનુભવરૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય તો તેવા જીવનું આ શ્રુતજ્ઞાન દ્રવ્યશ્રુત કહેવાય છે. આસન્નકાલે મુક્તિદાયક થતું નથી, તથા નિયમા મુક્તિદાયક થતું નથી પરંતુ અનુભવ રૂપી અનુપ્રેક્ષાથી જો યુક્ત હોય અને સંવેદનાત્મક જ નહીં પણ આત્મસ્પર્શી થયું હોય તો અલ્પકાલમાં જ મુક્તિદાયક થાય છે માટે ભાવશ્રુત કહેવાય છે અને તે જ યથાર્થ શ્રુત છે, ઉપકારક-શ્રુત છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy