SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ ૬૯૩ લઈએ તો દિગંબરમુનિને આહારગ્રહણ, મોરપિંછ, કમંડળ અને પુસ્તકનું ગ્રહણ પણ બાધા કરનારું જ બને. આ કારણથી જ્યારે આ આત્મા પુદ્ગલાનુયાયી (પુદ્ગલદ્રવ્યનો રાગી આદિ) થાય છે ત્યારે તે આત્મા પોતે જ પોતાની આત્મતત્ત્વની પ્રાપ્તિનો બાધક બને છે. ના मूर्च्छाछन्नधियां सर्वं जगदेव परिग्रहः । मूर्च्छया रहितानां तु, जगदेवापरिग्रहः ॥८॥ * ગાથાર્થ :- મૂર્છાથી વ્યાપ્ત બુદ્ધિવાળાને (પોતાની પાસે વસ્તુ રાખે કે પોતાની પાસે વસ્તુ ન રાખે તો પણ) સર્વ જગત પરિગ્રહ સ્વરૂપ છે અને મૂર્છાથી રહિત આત્માઓને આખું ય જગત અપરિગ્રહ સ્વરૂપ છે. II૮॥ ટીકા :- “મૂર્છાચ્છનેતિ' મૂર્છા-મમત્વ, તેન છન્ના-છાવિતા ધી:-બુદ્ધિ: યેષાં ते, तेषां मूर्च्छामग्नानां स्वकीयतया अप्राप्तमपि सर्वं जगत् परिग्रह एव । तस्य स्वामित्वभोगित्वसुखबुद्धेः समन्वितत्वात् । तु-पुनः मूर्च्छया रहितानां पुद्गलेषु भिन्नत्व - अग्राह्यत्वेन त्यागवतां जगदेव न परिग्रहः । तत्र रमणाभावात् । उक्तञ्च श्रीविशेषावश्यके - तम्हा किमत्थि वत्थं, गंथोऽगंथो व सव्वहा लोए । गंथोऽगंथो व मओ, मुच्छममुच्छाहिं णिच्छयओ ॥ २५७३ ॥ वत्थाइं तेण जं जं, संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गो च्चिय, परिग्गहो जं तदुवघाई ॥ २५७४ ॥ अतः एव आत्मनः परभावरसिकत्वं परिग्रहः, ततः तद्धर्मत्वाभावात् आत्मस्वरूपरमणं युक्तम् ॥८॥ ॥ इति व्याख्यातं परिग्रहत्यागाष्टकं पञ्चविंशतितमम् ॥ વિવેચન :- “મમત્વના (મમતાના) પરિણામ વડે જેની બુદ્ધિ પરિણામ પામેલી છે એટલે કે મમતાના ભાવથી આચ્છાદિત થઈ છે બુદ્ધિ જેની એવા મૂર્છામાં મગ્ન બનેલા પુરુષને પોતાને પ્રાપ્ત ન થયું હોય તેવું પણ (અર્થાત્ પોતાને આધીન ન હોય તેવું પણ) સઘળું જગત પરિગ્રહ સ્વરૂપ જ છે. કારણ કે તેવા પ્રકારની મૂર્છાવાળા પુરુષો સ્વામીપણામાં અને ભોક્તાપણામાં સુખની બુદ્ધિવાળા છે. જેમ - કોઈ પુરુષ કારણસર પરદેશ ગયો હોય, તેની પત્ની સ્વદેશમાં પોતાના ઘરે હોય ત્યારે પતિ-પત્નીનો શારીરિક સંયોગ (પ્રાપ્તિ) નથી. તો પણ મારી આ પત્ની છે, મારો આ પતિ છે એવી મમતાપણાની બુદ્ધિ છે તથા ભોગસુખની બુદ્ધિ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy