SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક- ૨૨ ૬૨૭. ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયો એ જ મહાકલશા જાણવા. તૃષ્ણા (ગમે તેટલું મળે તો પણ ભૂખ ન મટવી) = આવા પ્રકારની વિષયોની પિપાસા એ તોફાની વાયુ જાણવો. મનમાં ઉઠતા સંકલ્પ અને વિકલ્પો એ સમુદ્રનું વેલામય પાણી સમજવું, અનેક પ્રકારનાં ઈન્દ્રિયજન્ય સુખોની પ્રાપ્તિના વિચારો એ સંકલ્પો સમજવા, તેના ઉપાયો વિચારવા એ વિકલ્પો જાણવા, “કષાયો તે કળશા, તૃષ્ણા એ વાયુ, ચિત્તના સંકલ્પો એ પાણીની વેલ (શિખા)” આમ ઉપમા સમજવી. તથા જે સંસારસમુદ્રમાં ક્રોધાદિ ચાર કષાયો રૂપી ચાર મહાપાતાલકળશા છે તે કળશા, તૃષ્ણા વડે એટલે કે પાંચ ઈન્દ્રિયોના વિષયોની પિપાસા (ભૂખ) રૂપી મહાવાયુ વડે ભરેલા છે. આ કષાયો રૂપી કળશા તૃષ્ણારૂપી મહાવાયુ વડે ચિત્તના સંકલ્પ-વિકલ્પો રૂપી પાણીની વેલની વૃદ્ધિને વિસ્તારે છે. મનમાં ઉઠતા સંકલ્પો એ વિશાલ જલના સમૂહરૂપ વેલશિખા છે. તેને ઉછાળે છે એટલે વૃદ્ધિને પમાડે છે. સારાંશ એ છે કે આ સંસારસમુદ્રમાં અજ્ઞાની જીવો ક્રોધાદિ કષાયોના ઉદયથી તૃષ્ણારૂપી વાયુના તોફાનથી સંકલ્પ અને વિકલ્પો રૂપી જલશિખાને દિન-પ્રતિદિન ઘણી જ વધારે છે આવો આ સંસારસમુદ્ર છે. રા. यत्र जन्ममरणसमुद्रे स्मरः-कन्दर्पः, तद्पः अन्तर्मध्ये और्वाग्नि:-वडवानलः ज्वलति । यत्राग्नौ स्नेहेन्धनः-स्नेहो रागः स एव इन्धनः-ज्वलनयोग्यकाष्ठसमूहः अन्यत्र वडवाग्नौ जलेन्धनमिति । किम्भूतः रागः (भवसागरः) ? यो रागः घोररोगशोकादयो मच्छकच्छपाः, तैः सङ्कुल:-व्याप्तः । इत्यनेन रागाग्निप्रज्वलनरोगशोकतापतापितप्राणिगणः एवंरूपो भवाब्धिः ॥३॥ જેમ પાણીના વિશિષ્ટ એવા ઘર્ષણથી ઈલેક્ટ્રિક અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ સમુદ્રના મધ્યભાગમાં તરંગોના પરસ્પર અફળાવાથી મહાઅગ્નિ ઉત્પન્ન થાય છે તેને વડવાનલ કહેવાય છે. તેમ આ સંસારમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જે કામવાસના ઉત્પન્ન થાય છે તે વડવાનલ છે અને તેમાં પરસ્પરનો સ્નેહ એ ઈન્ધનનું કામ કરે છે. ઈન્ધન (બળતણ)થી જેમ અગ્નિ વધે છે તેમ સ્નેહથી કામવાસના વધે છે. તથા સમુદ્ર જેમ માછલાં અને કાચબા આદિ (જલચર) જીવોથી ભરપૂર ભરેલો છે તેથી તરવો દુષ્કર છે તેમ આ રાગ (આ ભવસાગર) એ ભયંકર રોગ અને શોક વગેરે ભાવો રૂપી માછલાં અને કાચબાથી ભરેલો છે. રાગ સ્ત્રી-પુરુષોને ભોગમાં જોડે છે તેથી શારીરિક ધાતુ ક્ષીણ થવાથી શરીરમાં રોગો વધે છે અને પરસ્પરના વિયોગ વડે તથા માન-અપમાન વડે શોક વધે છે. આમ સંસાર સુખનો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy