SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ ભવોગઅષ્ટક- ૨૨ જ્ઞાનસાર જાય છે. તેથી સદ્ગતિગમનના માર્ગ જ્યાં રોકાઈ ગયા છે એવો આ સંસાર સમુદ્ર છે. આમ અજ્ઞાનરૂપી તળીયાવાળો, ગંભીર (ઘણી ઊંડાઈયુક્ત) મધ્યભાગવાળો એવો તથા રોગ, શોક, વિયોગ વગેરે દુઃખો રૂપી પર્વતો વડે રોકાઈ ગયો છેમાર્ગ જેનો એવો આ સંસાર સમુદ્ર છે. તેમાં જીવનું સુખે સુખે આગળ આગળ ગમન દુઃશક્ય છે. આવા પ્રકારના સમુદ્રની અંદર જીવનું સન્માર્ગ તરફ ગમન અશક્ય જેવું છે. તેના ___ पुनः यत्र भवसमुद्रे कषायाः-क्रोधमानमायालोभरूपाः पातालकलशाः, तृष्णा -વિપપિપાસ, તપૈ: મહનિર્ત -મહીવાર્તઃ મૃત:, વિનં-મ:, તસ્ય સન્યા: अनेकजलसमूहाः, तद्पा वेला-जलप्रवाहरूपा, तस्याः वृद्धिं-वेलागमनं वितन्वतेविस्तारयन्ति । इत्यनेन कषायोदयात् तृष्णावातप्रेरणया विकल्पवेलां वर्द्धयन्ति મનનથી આવુથા: કૃતિ પારા લવણસમુદ્રમાં ૯૫000 પંચાણું હજાર યોજન જઈએ ત્યારે ૧૦૦૦ યોજનની ઊંડાઈએ ચારે દિશામાં ચાર મોટા કળશા ભૂમિમાં દટાયેલા છે. જે કલશાઓ એક લાખ યોજન ઊંડા છે. એક લાખ યોજન ઉદરભાગે પહોળા છે. દસ હજાર યોજનના મુખભાગ અને તળીયાવાળા છે. આ ચાર મહાકળશાઓના આંતરામાં નાના માપવાળા બીજા પણ ઘણા કલશા છે. આ બધા જ કલશામાં નીચેના એક તૃતીયાંશ ભાગમાં તોફાની વાયુ છે. વચ્ચેના એક તૃતીયાંશ ભાગમાં જલ અને વાયુ છે. ઉપરના એક તૃતીયાંશ ભાગમાં કેવલ જલ માત્ર છે. તેના ઉપર સમુદ્રનું પાણી છે. તે પાણી સમુદ્રના કિનારાથી ધીમે ધીમે ઊંડું પણ થાય છે અને ઊંચું પણ વધે છે. પંચાણું હજાર યોજન સમુદ્રમાં આગળ જઈએ ત્યારે ૧૦૦૦ યોજન પાણી ઊંડું થાય છે અને ૭૦૦ યોજન ઊંચું વધે છે તથા બરાબર વચ્ચે ૧૦૦૦૦ દસ હજાર યોજન પહોળી અને ૧૭૦૦૦ સત્તર હજાર યોજન ઊંચી ભીંતની તુલ્ય-કોટની તુલ્ય પાણીની શિખા છે જેને વેલા કહેવાય છે. પાતાલમાં રહેલા આ ચારે કલશામાં ભરેલા વાયુ જ્યારે તોફાને ચઢે છે ત્યારે સમુદ્રના પાણીને હચમચાવી મૂકે છે. ૧૭૦૦૦ સત્તર હજાર યોજન ઊંચી જલશિખાને (વેલાને) પણ બે ગાઉ ઊંચે ઉછાળી નાખે છે. તેના ધક્કાથી સમુદ્રનું તમામ પાણી મોટા મોટા તરંગોવાળું અને તોફાની બની જાય છે. તે તરંગો દ્વારા ધસમસતું આવતું પાણી જંબદ્વીપને ડુબાડી ન નાખે તે માટે લવણસમુદ્રમાં રહેલા વેલંધર પર્વતો ઉપર ઉભેલા વેલંધર જાતિના દેવો કડછા આદિ સાધનો વડે આ પાણીને રોકે છે. આ હકીકત સત્ય અને યથાર્થ છે. કવિરાજ આ કલશાઓ આદિની ઉપમા આ સંસારમાં ઘટાવે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy