SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ ભવોદ્વેગઅષ્ટક – ૨૨ જ્ઞાનસાર આ રાગ, રોગ-શોકવાળો છે. તેથી સંસાર તરવો મુશ્કેલ છે. અહીં “કામવાસના એ વડવાનલ, રાગ એ ઈન્ધન, રોગ-શોક એ માછલાં અને કાચબા” આમ ઉપમા જાણવી.૧ આ રીતે રાગ (સ્નેહ) રૂપી ઈન્ધન દ્વારા પ્રગટ થયેલો કામવાસના રૂપી અગ્નિ સળગી રહ્યો છે જેમાં એવા, તથા રોગ, શોક અને સંતાપ આદિ ભયંકર દુઃખો રૂપી માછલાં અને કાચબા આદિ જલચર જીવોના ત્રાસ વડે દુ:ખી દુ:ખી થયેલો છે જીવોનો સમૂહ જેમાં એવો આ સંસારસમુદ્ર છે. IIII पुनः यत्र सांयात्रिका:- प्रवहणस्थाः लोका:, अत्रापि व्रतनियमादिपोतस्थाः નીવા:ઉત્પાત દૂર છેૢ પત્તિ । : ? પુઠ્ઠા બુદ્ધિ: સુવુદ્ધિ:, મત્સર:અસહનસંયુક્તાહાર:, દ્રોહ:-વાપચમ્, નૃત્યાય વ વિદ્ય-તુર્થાંત-નંતા: તૈઃ । इत्यनेन दुर्बुद्धिविद्युता मत्सरदुर्वातेन द्रोहगर्जितेन व्रतादिपोताः प्रवर्तमाना अपि कुमार्गगमने पङ्कस्खलनाद्युत्पातान् लभन्ते । इत्यनेन महाभववारिधौ एते महाव्याघाताः સન્માર્ગપ્રાપ્તી ॥૪॥ તથા જેમ સમુદ્રની અંદર વિજળીના જોરદાર ચમકારા હોય, તોફાની પવન ફુંકાતો હોય અને આકાશમાં મેઘનો ગરવ થતો હોય તો વહાણમાં બેઠેલા માણસો ભયભીત થયા છતા અકસ્માત સંકટમાં (મુશ્કેલીમાં) આવી પડે છે, અને વહાણો ખોટા રસ્તે જઈ ચઢે છે. ત્યાં કાદવ અથવા પત્થરની શિલા સાથે અથડાય છે. તેથી લોકો આપત્તિમાં મુકાય છે. તેમ આ સંસારમાં સંસાર તરવા માટે વ્રત, નિયમ, સંયમ આદિ આત્મસાધનાના વહાણમાં બેઠેલા લોકો દુષ્ટબુદ્ધિ, મત્સરભાવ (ઈર્ષ્યાભાવ – પરના સુખને ન સહન કરવા પૂર્વકનો અહંકાર) અને દ્રોહભાવ (કપટવૃત્તિ) વડે દુઃખી દુઃખી થાય છે. તેમનું આત્મ-સાધનાનું વહાણ ડોલાયમાન થઈ જાય છે અને મોહના વિકારો પામવા રૂપ ખોટા રસ્તે જઈ ચઢે છે. મુક્તિનગર તરફના સાચા માર્ગ પ્રત્યે ગમન કરવામાં વ્યાઘાત પામે છે. અહીં દુષ્ટબુદ્ધિ (કુબુદ્ધિ) ને વિજળીની ઉપમા આપી છે. મત્સરભાવ (ઈર્ષ્યાભાવ)ને તોફાની વાયુની ઉપમા આપી છે અને દ્રોહભાવ (કપટભાવ) ને ગર્જરવની ઉપમા આપી છે. વ્રત-નિયમના પાલન રૂપ સંયમને વહાણની ઉપમા આપી છે. II૪॥ ૧. અહીં ટીકાકારશ્રીએ ઘોર રોગ શોકાદિ રૂપ મત્સ્ય અને કાચબા આદિથી વ્યાપ્ત આ પદ ’‘રાગ‘નું વિશેષણ કર્યું છે. પરંતુ વિચાર કરતાં આ વિશેષણ ‘‘ભવસાગર’’નું હોય એમ લાગે છે તેથી કૌંસમાં ભવસાગર: શબ્દ લખ્યો છે. છતાં ટીકાકારશ્રીના લખાણને ધ્યાનમાં રાખીને રાગના વિશેષણ તરીકે પણ સમજાવવા વિવેચનમાં પ્રયત્ન કર્યો છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy