SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ અનાત્મશંસાષ્ટક- ૧૮ જ્ઞાનસાર દોરડાનું આલંબન સંસારસમુદ્રમાં આપણને ડુબાડે છે. માટે પોતે જાતે ક્યારેય પોતાની આત્મપ્રશંસા કરવી નહીં. પોતાનું નામમાત્ર પણ સ્વમુખે લેવું સર્જનને શોભતું નથી. તો પછી ગુણ ગાવાની વાત તો થાય જ કેમ? ઉત્તમ પુરુષો પોતાના મુખે પોતાનું નામ-ઠામ પણ કહેતા નથી. અહીં ધવલશેઠે હલકા ચંડાળો દ્વારા શ્રીપાળ મહારાજાને ડુંબનું કલંક આપ્યું. તે કાળે રાજાએ અનેકવાર પુછવા છતાં શ્રીપાળે પોતાનું નામ-ઠામ ન આપ્યું તે પ્રસંગને ધ્યાનમાં લઈને શ્રીપાલ મહારાજાનું દષ્ટાંત સમજી લેવું. તો પછી આત્મપ્રશંસા તો કરાય જ કેમ? માટે પોતે પોતાના ગુણ ગાવા-આત્મપ્રશંસા કરવી તે હિતકારી નથી. lal उच्चत्वदृष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् । पूर्वपुरुषसिंहेभ्यो, भृशं नीचत्वभावनम् ॥४॥ ગાથાર્થ - “હું કંઈક ઉંચો છું” આવા પ્રકારની મનમાં માની લીધેલ (મોટાઈના) દોષથી ઉત્પન્ન થયેલી આત્મપ્રશંસા કરવા રૂપી જ્વરને તાવને) શાન્ત કરી નાખે એવી પૂર્વપુરુષો રૂપી સિંહોથી હું ઘણો નીચો છું - નાનો છું આવી ભાવના ભાવવી. ટીકા - “ષ્યોતિ” ૩ખ્યામાપ્રાપ્તજ્ઞાનવનયપોરૂપપુરૉર્વત્રિતमहामोहोदयेन आत्मनि उच्चत्वम्, “अहं गुणी, मया प्राप्तमिदं ज्ञानम्, विनयगुणवानहमिति" उच्चत्वदृष्टिदोषेण उत्थो यः स्वोत्कर्षः, स एव ज्वरः, तस्य शान्तिकमुपशमकारणं पूर्वपुरुषा:-अर्हदादयः, ते एव सिंहाः, तेभ्यः आत्मन्यूनत्वभावनं मानोदयतापनिर्वापणं ज्ञेयम् વિવેચન - જ્યારે જ્યારે આપણને આપણી મોટાઈ દેખાય ત્યારે ત્યારે તરત જ આપણાથી જે જે મોટા પુરુષો ભૂતકાલમાં થયા છે તેને નજરમાં લેવા, તેનાથી હું ઘણો નાનો છું આવું વિચારવું. કોઈપણ બે લીટીમાં એક નાની હોય અને બીજી મોટી હોય ત્યારે તે મોટી લીટીને કાપકૂપ કર્યા વિના નાની કરવી હોય તો તેની પાસે તેનાથી મોટી ત્રીજી લીટી દોરવી. તેની જેમ આ વાત છે. ક્યારેક ક્યારેક સુંદર શાસ્ત્રાભ્યાસ કરવાથી અને વારંવાર મનન-ચિંતન-અધ્યયન અને અધ્યાપન કરવાથી ધારો કે આપણને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય અથવા સારો એવો વિનયગુણ-તપગુણ-ક્રિયાગુણ-દાનગુણ ઈત્યાદિ કોઈ કોઈ વિશિષ્ટ ગુણો આપણા જીવનમાં આવ્યા હોય, ત્યારે તે તે ગુણો દ્વારા હૃદયની અંદર પ્રગટેલો માનકષાય રૂપ મહાન
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy