SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક - ૧૮ ૫૩૭ મોહોદય થાય છે અને તેનાથી હું કંઈક ઉંચો છું, મોટો છું, મહાન છું એવી માનની ભાવના પ્રગટે છે. “હું ઘણા ગુણોવાળો છું, મેં આટલાં આટલાં શાસ્ત્રો તો ભણી લીધાં, મને બધું જ કંઠસ્થ છે. હું બધું જ ભણાવી શકું છું, વળી હું વિનયગુણવાળો છું, હું ક્રિયાગુણવાળો છું, મેં આટલી આટલી જગ્યાએ આટલા આટલા રૂપિયાનું દાન આપ્યું છે. મેં તે તે ધર્મનાં કાર્યો કર્યાં છે” ઈત્યાદિ પ્રાપ્ત ગુણોને વારંવાર યાદ કરી કરીને “હું કંઈક ઉંચો છું - મોટો છું - મારા જેવું મોટું કોઈ નથી” ઈત્યાદિ રૂપે ઉચ્ચપણાની બુદ્ધિ રૂપી જે દોષ થાય છે તેનાથી જ ઉત્પન્ન થયેલો સ્વોત્કર્ષ રૂપી જે જ્વર (તાવ) ચઢ્યો છે. પોતે જ પોતાના ગુણો ગાવા, બડાઈ મારવી, મોટાપણું દેખાડવું અને ગાવું, વારંવાર જ્યાં ત્યાં પોતાની જ પ્રશંસા કરવી આ એક પ્રકારનો જ્વર (તાવ) છે. તેને શાન્ત કરવાનો, તે તાવને ઉપશમાવવા માટેનો નીચેનો ઉપાય છે. જ્યારે જ્યારે આ જીવને પોતાની મોટાઈ દેખાય ત્યારે ત્યારે “પૂર્વપુરુષો રૂપી સિંહોથી નાનાપણું વિચારવું” પૂર્વે થઈ ગયેલા અરિહંતભગવંતો, ગણધરભગવંતો, જંબૂવામી, પ્રભવસ્વામી, ભદ્રબાહુસ્વામી, સ્થૂલિભદ્રજી, હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ અને યશોવિજયજી ઉપાધ્યાય આદિ મહાન પુરુષોથી હું ઘણો ઘણો (લાખોમા ભાગે) નાનો છું, અતિશય લઘુ છું આવું વિચારવું. આવી નાનાપણાની વિચારણા જ આ માનને મારનાર છે. પોતાની ન્યૂનતા વિચારવી એ જ માનના ઉદયના તાપને બુઝવનાર છે. આવી લઘુતા દેખવાથી મોટાઈ દૂર થાય છે તેનું અભિમાન ચાલ્યું જાય છે અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે धन्नो धन्नो वयरो, सालिभद्दो य थूलभद्दो य । जेहिं विसयकसाया, चत्ता रत्ता गुणे नियए ॥१॥ धन्याः पूर्वपुरुषाः ये वान्ताश्रवा अनादिभुक्तपरभावास्वादनरामणीयकं त्यजन्ति, सदुपदेशज्ञातसत्तासुखेप्सया आत्मधर्मश्रवणसुखमनुभूयमानाः चक्रिसम्पदः विपद इव मन्यन्ते रमन्ते स्वगुणेषु । धन्यः स्थूलभद्रः यो हि अत्यातुररक्तकोश्याप्रार्थनाऽकम्पितपरिणाम: अहं तु निरर्थककुविकल्पैः चिन्तयामि विषयविषोपायान् । उक्तञ्च " - संतेवि कवि उज्झइ, कोवि असंतेवि अहिलसइ भोए । चयइ परपच्चयेण वि, पभवो दद्धुं जहा जम्बूम् ॥३७॥ ॥ ૩૫દેશમાના ગાથા રૂથા इत्यादिभावनया स्वदोषचिन्तनेन आत्मोत्कर्षपरिणामो निवार्यः ॥४॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy