SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાષ્ટક - ૯ જ્ઞાનસાર થાળીમાં પીરસાયેલું ભોજન હોય, ભોજનમાં કઈ કઈ વસ્તુ આવી છે ? કેટલા પ્રમાણમાં આવી છે ? કેવા મસાલાવાળી છે ? ઈત્યાદિનું જ્ઞાન બરાબર હોય તો પણ તે ભોજનને કોળીયા દ્વારા મુખમાં નાખવાની અને મુખમાં નાખ્યા પછી ચાવવાની ક્રિયા જો ન કરીએ તો ક્ષુધા શાન્ત થયાની તૃપ્તિ જેમ થતી નથી. તેમ અહીં પણ જ્ઞાન હોવા છતાં પણ જો ક્રિયા ન હોય તો કર્મક્ષય રૂપ સાધ્ય સિદ્ધ થતું નથી. તેથી જે લોકો ક્રિયાનો નિષેધ કરે છે તે લોકો મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઈચ્છનારા મૂર્ખ મનુષ્યો જેવા છે. તે તૃપ્તિ જેમ શક્ય નથી તેમ આ પણ શક્ય નથી. ॥૪॥ ૨૭૮ गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद् भावमजातं जनयेदपि ॥५॥ ગાથાર્થ ઃગુણી આત્માઓની બહુમાનાદિ ક્રિયા કરવાથી અને પૂર્વે ગ્રહણ કરેલાં વ્રત-નિયમાદિનું નિત્ય સ્મરણ કરવાની ક્રિયા કરવાથી આત્મામાં પ્રગટ થયેલ સંવેગ-નિર્વેદાત્મક ઉત્તમભાવ પતન પામતો નથી અને આવો પરિણામ ન ઉત્પન્ન થયો હોય તો ઉત્પન્ન થાય છે. પા ટીકા :- “गुणवद्द्बहुमानादेरिति ", सम्यग्दर्शनज्ञानचारित्रक्षमामार्दवार्जवादिगुणवन्तः, तेषां बहुमानं, स्वतोऽधिकगुणवतां बहुमानं, आदिशब्दात् दोषपश्चात्तापः पापदुर्गञ्छाऽतिचारालोचनं देवगुरुसाधर्मिकभक्तिः उत्तरगुणारोहणादिकं सर्वं ग्राह्यम् । च - पुनः नित्यस्मृतिः पूर्वगृहीतव्रतस्मरणम्, अभिनवप्रत्याख्यान-सामायिकचतुर्विंशतिस्तव - गुरुवन्दन-प्रतिक्रमण-कायोत्सर्ग-प्रत्याख्यानादीनां नित्यस्मृत्या सत्क्रिया भवति । अत्र गाथा श्रीहरिभद्रपूज्यैः विंशतिकायाम् વિવેચન :- ગુણી પુરુષોનાં બહુમાનાદિ કરવાં અને લીધેલાં વ્રતોનું નિત્યસ્મરણ કરવું તે સન્ક્રિયા કહેવાય છે, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર-ક્ષમા-માર્દવતા (નમ્રતા)આર્જવતા (સરળતા) ઈત્યાદિ ગુણો જે જે મહાત્મા પુરુષોમાં વિકસ્યા હોય છે તે તે મહાત્માપુરુષોનાં બહુમાન કરવાં - હૈયામાં અહોભાવ રાખવો - પોતાના કરતાં અધિક ગુણવાળા જે જે આત્માઓ હોય તેઓનાં બહુમાન કરવાં, હૃદયમાં તેમના તરફ પૂજ્યભાવ રાખવો, તે સન્ક્રિયા જાણવી. મૂલ શ્લોકમાં વઘુમાનાવે: = પદમાં જે આવિ શબ્દ છે તેનાથી પોતાના દોષનો પશ્ચાત્તાપ કરવો, પાપોની દુર્ગંછા કરવી, લાગેલા અતિચારોની આલોચના કરવી, દેવ-ગુરુ અને સાધર્મિકોની ભક્તિ કરવી, ઉત્તરગુણ ઉપર આરોહણ કરવું - સમ્યક્ત્વ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy