SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯ ૨૭૯ હોય તો અણુવ્રતો લેવાં અને અણુવ્રતો હોય તો મહાવ્રતો લેવાં તે ઉત્તરગુણ ઉપર આરોહણ કર્યું કહેવાય છે. આમ ગુણોમાં વૃદ્ધિ કરવી ઈત્યાદિ સર્વે સમ્યક્ ક્રિયા કહેવાય છે એમ જાણવું. તથા = એટલે વળી પૂર્વકાલમાં ગુરુ આદિ ઉપકારી પુરુષોની સમીપે ગ્રહણ કરેલાં વ્રતોનું વારંવાર સ્મરણ કરવું, જેનાથી વ્રતપાલનમાં ઉત્સાહ વધે - નિરતિચારતા આવે તથા નવાં નવાં અધિક પચ્ચક્ખાણ કરવાં, સામાયિક કરવું, ચતુર્વિશતિસ્તવ ગાવું (લોગસ્સ આદિ બોલવા), ગુરુજીને વંદન કરવું, લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવું, કાયોત્સર્ગ કરવો અને પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક જે જે કર્યાં હોય તેનું નિત્ય સ્મરણ કરવું, જે કંઈ ન કર્યું હોય તે કરવા જેવું છે. હું ક્યારે કરું ? એવી ભાવના ભાવવી અને જે કંઈ કર્યું હોય તેનું નિત્યસ્મરણ કરીને અનુમોદના કરવી, તે સર્વે સમ્યક્રિયા કહેવાય છે. જેમ જીવનમાં જ્ઞાન આદરણીય છે તેમ આવા પ્રકારની સમ્યક્રિયા પણ આદરણીય છે. આ બાબતમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિંશતિવિંશિકામાં કહ્યું છે કે - तम्हा णिच्चसत्तीए, बहुमाणेणं च अहिगयगुणिं । पडिवक्खदुगंछाए, परिणइयालोयणत्थं च ॥३६॥ तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए य, एत्थ सया होई जइयव्वं ॥३७॥ एवमसंतो वि इमो जायइ, जाओवि न पडइ इ । ता एत्थ बुद्धिमया, अपमाओ होइ कायव्वो ॥३८॥ (પંચાશકપ્રકરણ-૧ ગાથા-૩૬-૩૭-૩૮ તથા શ્રાવકધર્મવિંશિકા ગાથા-૮-૯-૧૦, શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૧૦૪-૧૦૫-૧૦૯, શ્રાવકધર્મવિધિ ગાથા-૧૦૬-૧૦૭-૧૦૮) सुहपरिणामो निच्चं चउसरणगमाई आयरं जीवो । कुसलपयडीउ बंधइ, बद्धाओ सुहाणुबंधाओ ॥५९॥ (ચઉસરણપયન્ના ગાથા-૫૯) તેથી સર્વકાલે ધર્માનુષ્ઠાનોનું નિરંતર સ્મરણ કરવું, અધિકૃત (પ્રસ્તુત) જે ગુણો છે (સમ્યક્ત્વ-અણુવ્રત તથા મહાવ્રતાત્મક જે ગુણો છે) તે ગુણોવાળા ગુણીપુરુષો પ્રત્યે સદા અતિશય બહુમાનવાળા થવું, તેના પ્રતિપક્ષી દોષો ઉપર દુર્ગંછા કરવી (મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિકભાવોની નિરંતર દુર્ગછા-નિંદા-ગર્હ કરવી.) તથા મિથ્યાત્વ-અસંયમ અને
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy