SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯ ૨૭૭ સામાન્યથી આ યોગો કર્યગ્રહણ કરાવે છે. કર્મબંધના હેતુ છે. એકથી તેર ગુણઠાણા સુધી યોગ શુભ હોય તો પુણ્યનો અને અશુભ હોય તો પાપનો બંધ કરાવે છે. પરંતુ જો તે યોગ પરમાત્માને વંદનક્રિયા કરવામાં, સ્વાધ્યાય અને અધ્યયન આદિ ક્રિયા કરવામાં વપરાયો હોય તો કર્યગ્રહણ માટે સમર્થ બનતો નથી. અર્થાત્ કર્મ ગ્રહણ તો કરાવે જ છે, પરંતુ આત્માને પીડા આપે તેવાં અથવા આત્મા સાથે ઝાઝો ટાઈમ રહે તેવાં દીર્ઘસ્થિતિરસવાળાં કર્મ બંધાતાં નથી. તેથી બંધાય તો પણ ન બંધાયા તુલ્ય ગણાય છે. અથવા બંધ કરતાં નિર્જરા વધારે કરાવે છે. માટે આવા પ્રકારના યોગોની જે આ સત્યવૃત્તિ છે તેને જ ક્રિયા કહેવાય છે. આ बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाङ्क्षिणः ॥४॥ ગાથાર્થ :- જે લોકો “ક્રિયા” એ તો બાહ્યભાવ છે. આશ્રવહેતુ છે, વ્યવહાર માત્ર જ છે, એવું સ્વીકારી ક્રિયાનો નિષેધ કરે છે, તેઓ મુખમાં કવલક્ષેપ કર્યા વિના તૃપ્તિ ઈચ્છનારા છે. ll ટીકા :- “વીદ્યમાવતિ' વામાવં-વીહત્વમ્, પુરસ્કૃત્ય-મફત્ય, નર: असेवितगुरुचरणाः व्यवहारतः क्रियां निषेधयन्ति “किं बाह्यक्रियाकरणेन ?" इत्युक्त्वा क्रियोद्यमं मन्दयन्ति, ते नराः वदने-मुखे कवलक्षेपं विना तृप्तिकाङ्क्षिण:तृप्तिवाञ्छका इति ॥४॥ | વિવેચન : - “ક્રિયા” એ તો મન, વચન, કાયાના યોગો છે. યોગો તે તે આશ્રવો છે. કર્મબંધનાં કારણો છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય, પણ અંતે તો કર્મબંધ જ કરાવે છે. આત્મપ્રદેશોની અસ્થિરતા છે, ચંચળતા છે. માટે “બાહ્યભાવ” છે, વિભાવ છે. તે તો ત્યજવા યોગ્ય જ ગણાય, માટે ક્રિયા કરવા જેવી નથી. આમ ક્રિયા એ બાહ્યભાવ છે. આવા પ્રકારનો તર્ક આગળ કરીને અર્થાત્ તે તર્કને પ્રધાન કરીને, ગુરુજીના ચરણકમલ જેણે સેવ્યાં નથી એવા અર્થાત્ ગુરુ પાસેથી સાચું તત્ત્વજ્ઞાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી અને સ્વછંદપણે જેઓ પોતાની બુદ્ધિના ઘોડા જ દોડાવે છે તેવા જે મનુષ્યો ક્રિયા કરવાનો નિષેધ કરે છે “બાહ્ય ક્રિયા કરવાની શું જરૂર છે?” આમ કહીને ક્રિયાને ઉડાવે છે. ક્રિયા કરવાના ઉદ્યમને-ઉત્સાહને મંદ કરે છે તે મનુષ્યો મુખમાં કવલક્ષેપ કર્યા વિના ભોજન કર્યાની તૃપ્તિ ઈચ્છનારા જેવા છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy