SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮ ૨૪૯ સ્વતત્ત્વ છે એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેની ઉપાદેયપણે (નિર) = શ્રદ્ધા, (માસન) = જાણપણું અને (રમUારૂપ) = તેમાં રમણતા કરવી - એકાગ્ર બનવું તથા પરભાવ હેય છે એમ સમજીને હેયબુદ્ધિપૂર્વક પરભાવના ત્યાગની શ્રદ્ધા-પરભાવના ત્યાગનો બોધ અને પરભાવના ત્યાગની જ સતત રમણતાથી યુક્ત એવા પ્રકારનું કાર્ય-કારણ રૂપે પ્રવર્તતું અને અરિહંતાદિ શુભ નિમિત્તોના આલંબનવાળું જે રત્નત્રયીનું પરિણમન તે ભેદરત્નત્રયી રૂપ સમજવું. અશુભ નિમિત્તો હોય કે અરિહંત પરમાત્માની વાણી આદિ શુભનિમિત્ત હોય. પરંતુ સર્વે બાહ્યનિમિત્ત એ પરપદાર્થ છે તેથી વિભાવ છે, આવું સમજીને સર્વે પણ વિભાવ હોવાથી હેયરૂપ છે. છતાં પણ હેયને હેયપણે અને ઉપાદેયને ઉપાદેય રૂપે જાણવાના વિકલ્પ વિનાનું તથા તત્ત્વની વિચારણા કરવી, તત્ત્વનું સ્મરણ કરવું અને તત્ત્વનું ધ્યાન કરવું આ પણ એક શુભ વિકલ્પોવાળી દશા હોવાથી તેવા વિકલ્પોથી પણ મુક્ત એક સમયના કાલમાત્ર વડે જ અનંતાનંત ધર્માત્મક એવું સંપૂર્ણ જે આત્મતત્ત્વમય જે આત્મધર્મ છે. તેની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતામય એવું તથા કોઈ પણ જાતના વિકલ્પો વિનાનું સર્વોત્કૃષ્ટ સમાધિમય (સમતાભાવથી યુક્ત) એવું રત્નત્રયીનું પરિણમન તે અભેદરત્નત્રયીનું સ્વરૂપ જાણવું. ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનકે દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થયેલ હોવાથી અને ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થતો જતો હોવાથી તાત્ત્વિક ધર્મપરિણામની પ્રાપ્તિ થાય છે. અહીં શુભ નિમિત્તોના આલંબનની પણ આવશ્યકતા રહેતી નથી. દોષો ન હોવાથી સંકલ્પવિકલ્પો પણ હોતા નથી તથા તેના નિવારણની વિચારણા વગેરે કંઈ જ હોતું નથી. ક્ષાયિકભાવ હોવાથી નિર્દોષ-નિષ્કલંક આત્મતત્ત્વ હોય છે. બારમે ગુણઠાણે બાકીનાં ઘાતકર્મોનો પણ ક્ષય થવાથી એક જ સમયમાં સર્વ હેય-ઉપાદેય ભાવોને હેય-ઉપાદેયના વિકલ્પ વિના યથાર્થપણે શ્રદ્ધા-ભાસન અને રમણતા આવી જાય છે. આ અભેદરત્નત્રયી કહેવાય છે. ધ્યાનપ્રકાશ નામના ગ્રંથમાં जो य वियप्पो चिरकालिओ, सपरोभयावलंबणे होइ । जट्ठिव्व पुरस्स चलणे, निमित्तगाही भवे भेई ॥१॥ एगसमयेण नियवत्थुधम्मंमि, जं गुणतिगं रमइ । परदव्वाणुवओगी निमित्तचाई अभेई सो ॥२॥ ईदृग् अभेदरत्नत्रयीपरिणतेन भेदरत्नत्रयीपरिणामः सप्रयासः सशङ्करः त्यज्यत પુર્વ 18ા.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy