SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર સમ્યક્ત્વકાલે પ્રથમ અપૂર્વકરણે અતાત્ત્વિક અને ક્ષપકશ્રેણિકાલે બીજા અપૂર્વકરણકાલે તાત્ત્વિક ધર્મપરિણામ જાણવો. બીજો યોગસન્યાસ નામનો સામર્થ્યયોગ કેવલીભગવંતોને આયોજિકાકરણ પછી હોય છે. = अत्र रत्नत्रयीस्वरूपे वीतरागसर्वज्ञोक्तयथार्थतत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । यथार्थतत्त्वावबोधो ज्ञानम् । तत्त्वरमणं चारित्रमिति गुणत्रयीक्षयोपशमः । अर्हद्वाक्याद्यवलम्बनेन साधकत्वस्वगुणोऽपि क्रमकारणं करणाद् अतत्त्वं विकल्पपूर्वकमन्तर्मुहूर्तं यच्चोपादेयत्वेन स्वतत्त्वनिर्द्धार - भासन - रमणरूपं हेयबुद्ध्या परभावत्यागनिर्द्धार-भासन-रमणयुक्तं रत्नत्रयीपरिणमनं भवति तद् भेदरत्नत्रयीरूपम् । यच्च सकलविभावहेयतयाप्यवलोकनादिरहितं विचारणस्मृतिध्यानादिमुक्तमेकसमयेनैव सम्पूर्णात्मधर्मनिर्धार -भासन - रमणरूपं निर्विकल्पसमाधिमयम् अभेदरत्नत्रयीस्वरूपम् । उक्तञ्च ध्यानप्रकाशे ભેદરત્નત્રયી અને અભેદરત્નત્રયી કોને કહેવાય ? તે સમજાવે છે. અહીં રત્નત્રયીના સ્વરૂપમાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલ જે યથાર્થ તત્ત્વભૂત પદાર્થ છે તેની યથાર્થ રુચિ થવી, ગમી જવું. “આ તત્ત્વ આમ જ છે જેમ ભગવાને કહ્યું છે” તેવી જે દૃઢ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન જાણવું, યથાર્થપણે તત્ત્વનો પોતાને બોધ થવો, જ્ઞાન થવું, તત્ત્વ જાણવું તે સમ્યજ્ઞાન અને જાણ્યા પછી તેની અંદર હેય તત્ત્વની સાથે હેયપણે અને ઉપાદેયતત્ત્વની સાથે ઉપાદેયભાવે જે રમણતા કરવી, ઉપકારકતત્ત્વમાં લીન થવું તે સમ્યક્ચારિત્ર કહેવાય છે. આમ અરિહંત પરમાત્માની વાણીના વારંવાર શ્રવણ-મનન-ચિંતનના આલંબન વડે રત્નત્રયી ઉપરના આવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય છે. રત્નત્રયી ઉપરના આવરણીય કર્મોનો ક્ષયોપશમ એ સાધકપણાનો (સાધક એવા આત્માનો) પોતાનો ગુણ હોવા છતાં પણ જિનવાણી-સત્સંગ-સદ્ગુરુયોગ-પ્રતિમાદર્શન વગેરે આલંબન દ્વારા ક્રમશઃ પ્રગટ થાય છે. પ્રથમ જિનવાણી ઉપર શ્રદ્ધા થાય, ત્યારબાદ રસ લાગવાથી અભ્યાસ દ્વારા બોધ થાય અને જેમ જેમ બોધ વધતો જાય તેમ તેમ રમણતા આવે આ રીતે આ ત્રણે ગુણો ક્રમશઃ કારણ છે. શ્રદ્ધા જ્ઞાનનું કારણ અને જ્ઞાન એ રમણતાનું કારણ છે. આમ શુભ આલંબન રૂપ કારણ હોવાથી આ રત્નત્રયીરૂપ ધર્મપરિણામ “અતાત્ત્વિક” છે. અર્થાત્ પરાવલંબી કહેવાય છે. તથા આ રત્નત્રયીનું પરિણમન બુદ્ધિના વિકલ્પપૂર્વક પ્રવર્તે છે. અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે ઉપાદેયતત્ત્વમાં ઉપાદેયપણાના અને હેયતત્ત્વમાં હેયપણાના વિકલ્પો ઉઠે છે. સારાંશ કે જે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy