SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર સ્વ-પર અને ઉભયનું આલંબન ગ્રહણ કરવા સંબંધી લાંબા કાળથી ચાલ્યો આવતો જે વિકલ્પ છે તે આગળ આગળ ચાલવામાં લાકડીની પેઠે નિમિત્તગ્રાહી છે – નિમિત્તરૂપે ઉપકાર કરનારો છે. તેથી આવા પ્રકારનો નિમિત્તાવલંબી જે વિકલ્પ છે તે ભેદરત્નત્રયી છે અને એક જ સમયમાત્રમાં પોતાના વસ્તુધર્મની અંદર દર્શન-જ્ઞાન અને ચારિત્ર આમ ત્રણે ગુણો એકી સાથે રમણતા કરે, છતાં તેમાં પરદ્રવ્યનો (ભલે જિનવાણી જેવાં શુભનિમિત્ત હોય તો પણ તેનો) નિમિત્તાદિ રૂપે ઉપયોગ કરવામાં આવતો નથી અને સર્વથા બાહ્ય નિમિત્તોનો ત્યાગ જ હોય છે તે રત્નત્રયીનો પરિણામ અભેદ રત્નત્રયી કહેવાય છે. આ રીતે અભેદરત્નત્રયીનો પરિણામ આવે ત્યારે પ્રયાસવાળો અને સશકર એવો ભેદરત્નત્રયીનો પરિણામ ત્યાજ્ય જ બને છે. આપોઆપ તે છૂટી જાય છે. પ્રયાસવાળો એટલે ભેદરત્નત્રયીનો પરિણામ બુદ્ધિપૂર્વકના પ્રયત્નવાળો-વિકલ્પાત્મક છે અને અભેદ રત્નત્રયીનો પરિણામ સહજ છે, નિર્વિકલ્પક છે. તથા સશંકર એટલે ભેદરત્નત્રયીનો પરિણામ ક્ષયોપશમભાવવાળો છે એટલે કર્મોનો કંઈક અંશે ક્ષય અને કંઈક અંશે ઉદય એમ મિશ્રતાવાળો છે. માટે સાતિચાર છે, દોષવાળો છે અને અભેદરત્નત્રયીનો પરિણામ કમોંના કેવળ ક્ષયજન્ય છે. તેથી નિદૉષ અને નિષ્કલંક છે. તેથી અભેદરત્નત્રયીનો પરિણામ ઉચ્ચકોટિનો છે માટે તે પ્રાપ્ત થાય ત્યારે ભેદરત્નત્રયીનો પરિણામ ત્યાજ્ય થાય છે. જો गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूत्तमः ॥५॥ ગાથાર્થ - જ્યાં સુધી શિક્ષાનો સાક્ષાત્કાર થવા વડે અને આત્મતત્ત્વ પ્રકાશિત થવા વડે પોતાનું ગુરુપણું પ્રગટ થતું નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુનો આશ્રય રાખવો જોઈએ. જા, ટીકા :- ગુર્ઘતિ”-ચાવતા ચ સાથસ્થ પુત્વે સ્વસ્થ ગાત્મન વ ન उदेति-न जायते, केन ? शिक्षासात्म्येन-स्वयमेव स्वस्य शिक्षादायकः न भवति, पुनः केन ? आत्मतत्त्वप्रकाशेन-आत्मधर्मप्राग्भावेन संशयविपर्ययरहितशुद्धात्मतत्त्वप्रकाशकः यावन्न भवति, तावदयं उत्तमः-स्वपरोपकारी रत्नत्रयीपरिणतः द्रव्यभावगुणोपेतः गुरुः तत्त्वकथकः सेव्यः । વિવેચન :- જ્યાં સુધી સાધક એવા આ આત્માને પોતાનું ગુરુપણું પ્રગટ થતું નથી - આત્મીય ગુરુતા પ્રાદુર્ભત થતી નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુની નિશ્રા અવશ્ય રાખવી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy