SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જ્ઞાનસાર गिरिमृत्स्नां धनं पश्यन्, धावतीन्द्रियमोहितः । अनादिनिधनं ज्ञानं, धनं पार्श्वे न पश्यति ॥५॥ ગાથાર્થ :- ઈન્દ્રિયોથી મોહબ્ધ બનેલો જીવ પર્વતની માટીને (સોના-રૂપાને) ધન છે આમ દેખતો દોડે છે પણ અનાદિ અનંતકાળથી જ્ઞાનરૂપી ધન પોતાની પાસે છે. તેને દેખતો નથી. પી. ટીકા :- “જિરિમૃત્નામિતિ” મૂઢ: ગિરિમૃત્નાં-મૂળરકૃત્તિવ સ્વાાિં થન पश्यन् इन्द्रियमोहितः-विषयासक्तः धावति-इतस्ततः परिभ्रमति । ज्ञानं धनं पार्श्वेसमीपे न पश्यति, तदात्मा स्वलक्षणभूतं तत्त्वावबोधरूपं ज्ञानं धनं न पश्यतिनावलोकयति, कथम्भूतं ज्ञानं ? अनादिनिधनं = अनादि-आदिरहितं सत्तया, अनिधनमन्तरहितं सत्ता-विश्रान्तिरूपम् । उक्तञ्च केवलनाणमणंतं, जीवरूवं तयं निरावरणं । નોનો પણ વિર્દ નિવ્રુનો (વિંશતિવિશિંકા - શ્લોક-૧૮-૧) વિવેચન :- સોનું-રૂપું-હીરા-માણેક-પના ઈત્યાદિ કિંમતી ધાતુઓ પર્વતની ખાણોમાં થાય છે. કોઈ કોઈ રત્નો પણ ત્યાં જ થાય છે. આ બધા પૃથ્વીકાયજીવોનાં શરીરો છે. કઠીન વસ્તુને પૃથ્વીકાય કહેવાય છે. માટી, પત્થર, કાંકરા, રેતી પણ પૃથ્વીકાય જીવોનાં જ શરીરો છે. તેથી ઉપરોક્ત સર્વે વસ્તુ પર્વતનું જ અંગ હોવાથી પર્વતની માટી જ કહેવાય છે. મોહમાં મૂઢ બનેલો આ સંસારી જીવ રિમૃત્ન = પર્વતની માટીને એટલે કે સોના-રૂપાને તથા હીરા-માણેક-રત્ન આદિને ધન છે આમ સમજતો છતો ઈન્દ્રિયોના વિષયોના સુખમાં મસ્ત બન્યો છતો તેને લેવા માટે અને મેળવેલી તે માટીનું ગોપન-સંરક્ષણ કરવા માટે અહીં તહીં ભટકે છે. કારણ કે તેનાથી ધન ઉપાર્જન કરી શકાય છે અને તેનાથી મેળવેલા ધન દ્વારા પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખનાં સાધનો મેળવી શકાય છે અને તેના દ્વારા આ જીવ ભોગ સુખો માણીને પોતાના જીવનની સફળતા માની લે છે. “આ પરદ્રવ્ય છે, મારું દ્રવ્ય નથી. મારી સાથે આવ્યું નથી અને મારી સાથે આવવાનું નથી. મોહ અને વિકાર કરાવવા દ્વારા કર્મબંધનું જ સાધન છે.” આમ આ જીવ સમજતો નથી અને જડ વસ્તુને ધન માનીને તેની જ અતિશય પ્રીતિ કરીને તેની પાછળ જ દોડે છે. પોતાના ગુણાત્મક એવા જ્ઞાનધર્મને આ જીવ દેખતો જ નથી. આ જ્ઞાનધન આત્માનો ગુણ હોવાથી આત્માની પાસે જ છે. ભવાન્તરમાં મેળવેલું બીજા ભવમાં સાથે પણ આવી શકે છે. ત્રણ જ્ઞાન સાથે પરમાત્મા દેવલોકથી મનુષ્યભવમાં આવે છે તથા કેવલજ્ઞાનરૂપી પ્રગટ થયેલું જ્ઞાનધન કોઈપણ કાલે નાશ પામતું નથી. ચિદાનંદ સ્વભાવ રૂપ સ્વભાવસુખનું
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy