SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ૨૧૭ ભવવાસને અતિશય દઢ કરે છે, મજબૂત કરે છે. જીવ ભવવાસમાંથી જરા પણ છટકી ન શકે તેવો મજબૂત ભવવાસ ઈન્દ્રિયો બનાવે છે. પ્રશ્ન :- આ ઈન્દ્રિયો જીવના ભવવાસને કોના વડે બાંધે છે ? કયા સાધન વડે ઈન્દ્રિયો ભવવાસને અતિશય દઢ કરે છે ? ઉત્તર :- શૂલપણે પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો અને ઉત્તરભેદ રૂપે ત્રેવીસ વિષયો રૂપી જે પાશ (જાળ-રજુ), તેના વડે જીવના ભવવાસને મજબૂત બંધનથી બાંધે છે. જેમ જાળમાં ફસાયેલ પ્રાણી છટકી ન શકે, દોરડાથી બંધાયેલો માણસ બંધનમાંથી છટકી ન શકે તેમ મોહરાજાના કિંકરભૂત (જાણે મોહરાજાનો જ નાનો-મોટો પરિવાર હોય) એવા આ વિષયો છે. તે વિષયો રૂપી રજુ દ્વારા ઈન્દ્રિયો આ જીવનો ભવવાસ અતિશય દેઢ કરે છે. મજબૂત બનાવે છે. અહીં વિષયોને પાશની ઉપમા આપી છે તથા આ વિષયો મોહરાજાના સેવકો છે. મોહરાજાના પરિવાર સ્વરૂપ છે એમ પણ કહ્યું છે. પરંતુ ઉપમિતિભવપ્રપંચમાં આ પાંચે વિષયોને એટલે કે વિષયાભિલાષને મોહરાજાના પુત્ર એવા રાગકેશરીના મંત્રી તરીકે કહ્યો છે. સમસ્ત જગતને ભ્રાન્ત કરનાર વ્યામોહ ઉત્પન્ન કરનાર રાગકેશરી છે (રાગદશા રૂપી કેશરીસિંહ છે.) જેમ કેશરીસિંહ સામાન્યથી સર્વ પશુઓનો નાશ કરે છે તેમ રાગદશા સંસારી જીવોને મોહમાં પાડીને તત્ત્વભૂત જીવનથી નષ્ટ કરે છે માટે જ રાગને કેશરીસિંહની ઉપમા આપી છે. તે રાગકેશરી મોહરાજાનો પુત્ર છે અને તેનો પ્રધાનમંત્રી એવો વિષયાભિલાસ છે. માટે તે રાગ સમસ્ત જીવોને વ્યામોહ કરનાર છે. આ રીતે મોહરાજાના કિંકરતુલ્ય ઈન્દ્રિયો વિષયો રૂપી પાશ દ્વારા આ જીવનો ભવવાસ મજબૂત કરે છે. મૂલશ્લોકમાં ઈન્દ્રિયોને મોહરાજાના કિંકરતુલ્ય કહી છે અને ટીકાકારશ્રીએ તે = આ વિષયો રૂપી પાશ મોહરાજાના કિંકરભૂત કહેલ છે. પરંતુ ઈન્દ્રિયો અભ્યત્તર સાધન છે અને વિષયો બાહ્ય સાધન છે. આ બન્નેનો કથંચિત્ અભેદ કરવાથી બને મોહરાજાના કિંકર જ છે. આ બન્નેની પાછળ જીવમાં રહેલો વિષયો સેવવાનો જે અભિલાષ છે તે જ પ્રધાનકારણ છે. તેથી તેને ઉપમિતિભવપ્રપંચમાં મોહસુતના મત્રીની ઉપમા આપી છે. આ રીતે વિષયો, વિષયાભિલાષ, વિષયસેવનનો રાગ આ સઘળુંય ભવનું મૂલ છે. સંસારપરિભ્રમણનું મૂલ છે. તેથી ઉત્તમ આત્માએ પોતાના હિત-કલ્યાણ માટે ભવના મૂલભૂત એવો આ વિષયાભિલાષ ત્યજી દેવો જોઈએ. જો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy