SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ૨૧૯ તે કારણ છે તે આ જીવને સમજાતું નથી. તાત્મા = મોહાન્ય એવો આ આત્મા પોતાના સ્વરૂપભૂત તત્ત્વના અવબોધાત્મક જ્ઞાનધનને આ અખૂટ ધન છે એમ જરા પણ દેખતો નથી. મોહના ઉદયની પરવશતાથી જીવની આ દશા છે. જીવનમાં રહેલું જ્ઞાનધન કેવું છે ? અનાદિ-અનંત છે. અર્થાત્ આદિ અને અંત વિનાનું છે. કારણ કે સત્તાથી અનાદિકાલથી આત્મામાં છે જ અને અપ્રગટભાવે કે પ્રગટભાવે પણ આત્મામાં સદાકાલ વિશ્રાન્તિવાળું અર્થાત્ રહેવાવાળું જ છે. ક્યાંય ચાલ્યું જવાનું નથી. આ જીવ નાશ ન પામે એવા ધનને ધન સમજતો નથી અને નાશ પામે તેવા ધનને ધન માનીને તેની પાછળ દોડે છે છતાં તે જ્યારે ચાલ્યું જાય છે ત્યારે તે નાશવંત ધન આ આત્માને રડાવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - કેવલજ્ઞાન અનંત છે. જીવનું સ્વ-સ્વરૂપ છે. સદાકાલ નિરાવરણ રહે છે. લોક અને અલોકને જાણનારું છે તેનો એક જ પ્રકાર છે. બે-ચાર ભેદો નથી અને નિત્ય ઉદ્યોતવાળું છે. આવા પ્રકારનું જ્ઞાન એ જ જીવનું સાચું ધન છે. सिद्धत्वेन अविनश्वरत्वात् निगोदावस्थां यावत् ज्ञानमत्यन्तावरोधमहामोहोदयेऽपि सत्तागतं सम्यग्दृष्टिदेशविरतसर्वविरतानां साध्यभूतं निर्विकल्पकसमाधिः शुक्लध्यानस्य फलरूपमर्हत्सिद्धानां परमं स्वरूपं केवलज्ञानं धनं स्वीयं सहजं विस्मृत्योपाधिकारोपित-मृदुपलरूपे धने मुह्यन्ति मूढाः ॥५॥ આ આત્મા જ્યારે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યારે સિદ્ધાવસ્થામાં અનંતકાલ સુધી કેવલજ્ઞાન અવિનશ્વર હોવાથી અનંત છે. તથા અનાદિકાલથી આ જીવ નિગોદાવસ્થામાં હતો ત્યારથી જ જ્ઞાન ઉપરનો અત્યન્ત અવરોધ કરે તેવો મહા મોહનીયકર્મનો તીવ્ર ઉદય હોવાથી અને તેની સાથે જ્ઞાનાવરણીયકર્મનો પણ તેવા તેવા ભવના કારણે તીવ્ર ઉદય હોવા છતાં પણ સત્તામાં તે કેવલજ્ઞાન યાવત્કાલથી રહેલું છે માટે અનાદિ છે. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર જીવોને સત્તામાં કેવલજ્ઞાન હોવા છતાં પણ આવિર્ભાવ કરવા રૂપે સાધ્યભૂત છે. (એકત્વવિતર્ક અવિચાર) એવા શુક્લધ્યાનના ફળસ્વરૂપ આ કેવલજ્ઞાન નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે. તથા અરિહંત અને સિદ્ધ પરમાત્માઓના પરમ સ્વરૂપાત્મક એવું આ કેવલજ્ઞાન છે. આવા પ્રકારની કોટિવાળું (રીતભાતવાળું) આ કેવલજ્ઞાનાત્મક ધન પોતાનું છે. સ્વાભાવિક છે, છતાં તેને ભૂલીને મૂઢ (મોહાન્ધ) જીવો ઔપાધિક અને આરોપિત એવા માટી સ્વરૂપ અને પત્થરસ્વરૂપ ધનમાં મોહાન્ધ બને છે. હીરા-માણેક-સોનું અને રૂપું ઈત્યાદિ સાંસારિક ધનને મેળવવામાં પણ અનેક ઉપાધિઓ, મેળવેલાને સાચવવામાં પણ અનેક ઉપાધિઓ અને છતાં ચાલ્યું જાય ત્યારે દુઃખાતિદુઃખ આપનારું છે. માટે તે ધનને ઔપાધિક કહ્યું છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy