SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૨૧૬ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ઈન્દ્રિયોના વિષયભોગો શલ્યરૂપ છે, વિષતુલ્ય છે. આશીવિષ સર્પના વિષતુલ્ય છે. ભોગોની પ્રાર્થના કરનારા જીવો ભાગો પ્રાપ્ત થયા વિના જ લાલસામાત્રથી દુર્ગતિમાં જાય છે. વિષયોરૂપી વિષ આત્માના નિર્મલ અને શુદ્ધ તાત્ત્વિક જીવનનો નાશ કરનાર હોવાથી હાલાહલ વિષતુલ્ય છે. વિષયરૂપી વિષનું ઉત્કટપણે પાન કરનારા લોકોને વિષયોરૂપી વિષથી જાણે ખેંચાઈને આવેલ હોય તેમ વિષયવિષની વિશુચિકા (અજીર્ણ-અપચો-ઝાડા-ઉલટી થવી ઈત્યાદિ રૂપ દુર્દશા કરે છે. કામભોગ એ દુષ્ટ ગ્રહ છે. કામભોગ એ કાલકુટ વિષતુલ્ય છે. તે કામભોગમાં થયેલ સુખનો જે ભ્રમ છે તે ભ્રમ દૂર કરવા માટે આત્મતત્ત્વનો અનુભવ મેળવવો એ જ અમૃત સમાન છે. આ કારણથી આત્મદશાની સ્વરૂપ-રમણતામાં જ હે જીવ! તું તૃપ્તિ કર ! પુદ્ગલ સુખમાં કરાતી તૃપ્તિ તે બ્રાન્તતૃપ્તિ છે અને અનંત સંસારમાં રખડાવનાર છે. III आत्मानां विषयैः पाशैः, भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किङ्कराः ॥४॥ ગાથાર્થ:- ભવવાસથી વિમુખ એવા આત્માને મોહરાજાના સેવકતુલ્ય એવી ઈન્દ્રિયો વિષયરૂપી પાશ વડે બાંધે છે. જો ટીકા :- “માત્માનતિ” ભવ: સંસાર:, તસ્ય વાણી-નિવાસ:, તત્ર પરીક્ષg:निवृत्तः उद्विग्नः, तमात्मानमिन्द्रियाणि निबध्नन्ति । भववासदृढं कुर्वन्ति, कैः ? विषयपाशैः = विषया एव पाशाः तैः, एते मोहराजस्य किंकरा:-परिवारभूताः उपमितौ मोहसुतः जगद्व्यामोहकृत् रागकेशरी तत्प्रधानो विषयाभिलाषः इति भवमूलविषयपरित्यागो हिताय ॥४॥ વિવેચન - ભવ એટલે સંસાર, તેમાં વસવાટ કરવો તે ભવવાસ, તે બાબતમાં પરાઠુખ અર્થાત્ નિવૃત્તિભાવવાળો એટલે કે ઉગી બનેલો એવો આ આત્મા છે. સારાંશ કે સંસારના દુઃખોને અને જન્મ-જરા-મરણાદિ દુઃખોને આ દુઃખો જ છે આમ જાણીને તથા મહાત્મા-પુરુષોની હિતકારી ધર્મવાળી સાંભળીને સંસારમાં કરાતા વસવાટથી પરાઠુખ બનેલા અને સંસારથી ઉદ્વેગ પામેલા એવા પણ આ આત્માને ઈન્દ્રિયો સંસારમાં બાંધી કાઢે છે, જકડી રાખે છે. ભવના વસવાટમાંથી છટકવાને ઈચ્છતા આ જીવને ઈન્દ્રિયો તે જીવના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy