SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૯૫ स्वयम्भूरमणस्पर्धि-वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥६॥ ગાથાર્થ :- સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો એવો સમતાનો રસ છે જેમાં એવા મુનિમહારાજા જેની સાથે ઉપમાવી શકાય (સરખાવી શકાય). એવી કોઈપણ વસ્તુ ચરાચર એવા આ જગતમાં નથી. /૬/ ટીકા :- “સ્વયજૂ” રૂતિ-સ્વયમ્ભરમUT: મર્ડર ઝુમા : પ્રાન્તમુદ્રા, તી स्पर्धी स्पर्धाकारी, वर्धिष्णुः-वर्धमानः, समतारसः-समता रागद्वेषाभावः, तस्याः रसः समतारसः, एवंविधो मुनिः त्रिकालाविषयी अतीतकालरमणीयविषयस्मरणाभावः वर्तमानेन्द्रियगोचरप्राप्तविषयरमणाभावः अनागतकालमनोज्ञविषयेच्छाऽभाववान् मुनिः येन उपमानेन उपमीयते, चराचरे-विश्वे असौ कोऽपि न जगति, यत् तत्सर्वमचेतनपुद्गलस्कन्धजं मूर्तञ्च, तत्समतारसेन सहजात्यन्तिकनिरुपमचरितशमभावस्वरूपेण कथमुपमीयते ? दुर्लभो हि समतारसः, विश्वे = शुभाशुभभावे परत्वेन अरक्तद्विष्टतया वृत्तिः शुद्धात्मानुभवः । उक्तञ्च - વિવેચન : - અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાન દ્વારા જોઈને જણાવેલી જૈનદર્શનની ભૂગોળ પ્રમાણે ૧૪ રાજનો આ લોકાકાશ છે. તેમાં અધોલોકમાં ૭ નારકી છે. ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક, ૯ રૈવેયક અને પ અનુત્તરદેવ આદિ છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વિીપ-સમુદ્રો છે. આ લોકાકાશ મધ્યમાં ૧ રાજ (અસંખ્યાતા યોજન) લાંબો-પહોળો, થાળી જેવો ગોળ છે. તેમાં સૌથી મધ્યમાં ૧ લાખ યોજન લાંબો-પહોળો, થાળી જેવો ગોળ જંબૂદ્વીપ છે. તેનાથી દ્વિગુણ (ડબલ) વિસ્તારવાળો એટલે બે લાખ યોજન લાંબો-પહોળો લવણસમુદ્ર બંગડી જેવો ગોળ છે કે જે જંબુદ્વીપની ચારે તરફ વીંટળાયેલો છે. ત્યારબાદ ડબલ-ડબલ વિસ્તારવાળા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા છે. છેલ્લો “સ્વયંભૂરમણ” સમુદ્ર છે જે સાધિક અર્ધરાજ પ્રમાણ (અસંખ્યાતા યોજન લાંબો-પહોળો) આ સમુદ્ર છે અને આ સ્વયંભૂરમણ સમુદ્ર એ અન્તિમ સમુદ્ર છે. જેની પછી અલોકાકાશ શરૂ થાય છે. - સૌથી વધારેમાં વધારે પાણી આ સમુદ્રમાં છે. શમભાવને પામેલા મુનિમાં “શમભાવદશા રૂપ પાણી” પણ આવું જ અમાપ હોય છે. આ બન્નેની સ્પર્ધા (હરીફાઈ) ચાલે છે. સમદ્ર કહે છે કે મારામાં જલ ઘણું છે જ્યારે આવા મનિમાં શમભાવરૂપી જલ લોકોને ઘણું દેખાય છે. એટલું જ નહીં પણ સમુદ્રમાં પાણી જે છે અને જેટલું છે તે જ રહે છે અને તેટલું જ રહે છે. જ્યારે મુનિમહાત્મા તો જેમ જેમ ગુણસ્થાનકોમાં ચઢે છે તેમ તેમ શમભાવ રૂપી જલ ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવ થવાથી વૃદ્ધિ પામે છે. તેથી સ્વયંભૂરમણ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy