SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો અમાપ એવો શમભાવનો રસ એટલે કે રાગ અને દ્વેષનો જે અભાવ, તેનો જે રસ, તે સમતારસ વૃદ્ધિ પામે છે જે મુનિમાં, તે આવા પ્રકારના વધતા શમભાવવાળા અને ત્રણે કાલના ભોગના વિષય વિનાના એવા આ મુનિની સાથે ઉપમાવી શકાય તેવો કોઈપણ પદાર્થ આ જગતમાં નથી. ભૂતકાળમાં સંસારી જીવનમાં અનુભવેલા મનગમતા રમણીય જે વિષયો, તેના સ્મરણનો અભાવ હોવાથી આ મુનિ ભૂતકાલીન વિષયના અભાવવાળા છે. તથા વર્તમાનકાલમાં જે મુનિની પાંચે ઈન્દ્રિયો સાજી-તાજી છે તે ઈન્દ્રિયોને ગોચર થતા એવા સ્ત્રી-પુરુષોનાં રૂપો, પ્રશંસા-નિંદાના શબ્દો, ષસભોજન, શારીરિક અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે વિષયસુખોમાં અલ્પમાત્રાએ પણ રમણતાનો (આનંદ માનવાનો) જે અભાવ તે વર્તમાનકાલીન વિષયના અભાવવાળા છે. તથા ભાવિકાલમાં મને મનગમતા પાંચ ઈન્દ્રિયોના વિષયો મળે એવી ભોગસુખની ઈચ્છાના અભાવવાળા મુનિ હોય છે. તેથી અનાગતકાલીન વિષયના અભાવવાળા પણ આ મુનિ છે. એમ ત્રણે કાલના ભોગસુખના વિષય વિનાના એવા આ મુનિ કોની સાથે ઉપમાથી સરખાવી શકાય ? ચર = ચાલતા પદાર્થો એટલે કે જીવો અને મરર = એટલે કે ન ચાલતા-સ્થિર પદાર્થો એટલે કે અજીવો. એમ ચરાચર એવા એટલે કે જીવ-પુદ્ગલોથી ભરેલા એવા આ વિશ્વમાં આ મહાત્મા મુનિ ઉપમાથી જે પદાર્થની સાથે સરખાવી શકાય એવો કોઈપણ પદાર્થ નથી. ચત્ = કારણ કે આ વિશ્વમાં જે કોઈ દેખાય છે તે સર્વે પણ અચેતન છે, પુદ્ગલના સ્કંધથી જ બનેલું છે અને મૂર્ત (રૂપી) છે, જે અચેતન છે, પૌલિક છે અને રૂપી વસ્તુ છે. તે વસ્તુ સ્વાભાવિક, આત્યન્તિક, નિરૂપમ અને અનુભવમાં આવેલા એવા “શમભાવ સ્વરૂપવાળા” સમતારસની સાથે કેવી રીતે સરખાવી શકાય ? કારણ કે શમભાવસ્વરૂપ જે સમતારસ છે. તે ચેતનનો ગુણ છે, અચેતન નથી, આત્મિક સ્વરૂપ છે પદ્ગલિક નથી, અમૂર્ત નથી તથા સ્વાભાવિક છે. પરદ્રવ્યકૃત નથી, આત્મત્તિક છે. ક્યારેય નાશ પામનાર નથી, નિરૂપમ છે કોઈની પણ સાથે ન ઉપમાવી શકાય તેવો છે. માટે આવો સમતારસ પ્રાપ્ત થવો અત્યન્ત દુર્લભ છે. આવા પ્રકારનો શમભાવ આવે છે ત્યારે જ ઘાણીમાં પલાતા મુનિઓને, આગની પાઘડીવાળા મુનિને, કાનમાં ખીલા નંખાયા તેવા મહાવીર પ્રભુને, વાઘણે શરીર ચીરી નાખ્યું તેવા સુકોશલ મુનિને ઈત્યાદિ મહાત્માઓને કર્મોનો નાશ કરવામાં અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં વાર લાગી નથી. કારણ કે શુભ અને અશુભ ભાવોથી ભરેલા આ વિશ્વમાં જે મહાત્માએ સર્વ વસ્તુઓને પરપણે માની છે તે મહાત્માને કોઈપણ વસ્તુ ઉપર “રવટિયા વૃત્તિ:” રાગ અને દ્વેષ રહિતપણે મનોવૃત્તિ છે. તે જ શુદ્ધ આત્મદશાનો અનુભવ છે. શુદ્ધ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy