SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર पूर्वाभ्यासम्, आश्रयन्ते गुरुकुलवासम्, रमन्ते निर्जने वने, तेन आत्मविशुध्यर्थी शमपूरणे उद्यतते ॥५॥ અહીં ચાર થી દસ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત કરેલા ક્ષાયોપમિક ભાવના જ્ઞાન-ધ્યાનતપ-શીયળ-સમ્યક્ત્વ આદિ ગુણો આવરણ વિનાના અને અત્યન્ત નિર્મળ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું પરંપરાએ કારણ બને છે. કારણ કે તે સર્વે ગુણો ક્ષાયોપશમિક ભાવના હોવાથી ચારથી દસ ગુણસ્થાનકોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ “શમભાવ” એટલે કે સર્વથા કષાયોના અભાવવાળું જે યથાખ્યાતચારિત્ર છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિનું આસન્નકારણ છે. કારણ કે તે શમભાવ મોહનીયકર્મના સર્વથા ક્ષયથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે થાય છે. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિનું તે નિકટતમકારણ-અનંતરકારણ છે. તે આ પ્રમાણે - ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના છેડે મોહનીયકર્મની સત્યાવીસે પ્રકૃતિઓનો ક્ષય થયા પછી બાકી રહેલા સંજ્વલન લોભનો સર્વથા ક્ષય કરવા માટે અશ્વકરણકરણાદ્ધા દ્વારા પૂર્વસ્પર્ધકોમાંથી અપૂર્વસ્પર્ધકો બનાવીને સંજ્વલનલોભને દસમા ગુણસ્થાનકના કાલની સાથે સમાન કરવા માટે સર્વ અપવર્તનાકરણ વડે અપવર્તાવીને કિટ્ટીકરણાદ્વાના વીર્ય વડે લોભને સૂક્ષ્મ સૂક્ષ્મ કિટ્ટીરૂપે કરીને તે સૂક્ષ્મલોભને પણ ખંડ ખંડ વાર કરીને ક્ષય પમાડ્યે છતે સર્વથા મોહના વિકલ્પ વિનાની નિર્વિકલ્પક સમાધિ બારમા ગુણઠાણે પ્રાપ્ત થયે છતે અભેદરત્નત્રયી રૂપે પરિણામ પામેલો આ આત્મા ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે અવસ્થામાં રહ્યો છતો યથાખ્યાત ચારિત્રવાળો થઈને “પરમ શમભાવથી યુક્ત” એવો તે આત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો ક્ષય કરે છે અને સંપૂર્ણપણે અત્યન્ત નિર્મળ એવું કેવલજ્ઞાન, કેવલદર્શન અને પરમદાન, પરમલાભ, પરમભોગ આદિ લબ્ધિઓ આ જીવ પ્રાપ્ત કરે છે. આ કારણથી જ ક્ષાયોપશમિક જ્ઞાન આદિથી યુક્ત ૪ થી ૧૦ ગુણસ્થાનકવાળા જીવો જે તુરત સીધેસીધા કેવલજ્ઞાનાદિ ગુણો નથી પામી શકતા, તે કેવલજ્ઞાનાદિ ગુણો પરમ શમભાવવાળા ક્ષીણમોહી (૧૨મા ગુણઠાણાવાળા) જીવો પામી શકે છે. ૪ થી ૧૦ ગુણસ્થાનક કેવલજ્ઞાનનાં પરંપરાએ કારણ છે અને પરમ-શમભાવવાળું ક્ષીણમોહ ગુણસ્થાનક કેવલજ્ઞાનનું અનંતરકારણ છે. આ કારણથી જ ધીરપુરુષો પોતાનામાં પરમ-શમભાવદશા આવે એટલા માટે જ પરમાત્માના દર્શન-જ્ઞાનમાં (જૈનદર્શનના જ્ઞાનમાં) નિપુણ થયા છતા પૂર્વકાલમાં કરેલા અભ્યાસનું નિરંતર સ્મરણ-મનન કરે છે. ગુરુકુલવાસમાં જ વસવાટ કરે છે (સ્વચ્છંદી થતા નથી). નિર્જન અરણ્યમાં જ બહુધા વસે છે. કષાયોના પ્રસંગોથી દૂર રહે છે. અવસરે અવસરે કષાયોને જીતે છે. આ પ્રમાણે આત્માની વિશુદ્ધિના અર્થી જીવો શમભાવની પુષ્ટિ માટે સતત પ્રયત્ન કરે છે. પા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy