SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૨૧ રમનારો, પોતાના આત્મભાવને જ દેખનારો જે આ આત્મા છે. તે આત્મા કેમે કરીને કર્મોનો કર્તા બનતો નથી. કામવાસનાઓ અને ભોગસુખો સ્વયં (સમર્થ-સમાં) ક્યારેય શાન્ત થતાં નથી તથા તે વાસનાઓ અને ભોગસુખો (વિસાયં-વિપત્તિ) મૃત્યુને કે નરકાદિ વિગતિને પામતાં નથી. કારણ કે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા તે સર્વે આત્માના વિકારાત્મક પર્યાયો છે, પણ દ્રવ્ય નથી, પરંતુ જે આત્મા તે ભોગસુખો ઉપર અને કામવાસનાઓ ઉપર અત્યન્ત દ્વેષ કરે છે અથવા તેની મમતા-મૂચ્છ-પ્રીતિ કરે છે. તે જીવ જ તેમાં તેવા પ્રકારનો મોહ પામવાથી વિકારને અને નરકાદિ વિગતિને પામે છે. एवं परद्रव्येऽरममाणः आत्मा मुच्यते, अत एव सर्वसङ्गपरिहारी, सङ्गो हि मुह्यतानिमित्तम्, मुह्यतात्यागार्थी तन्निमित्तान् धनस्वजनाङ्गनाभोगभोजनादींस्त्यजति । कारणाभावे कार्याभावः इति भावाश्रवपरिणतिरोधः संयमः, तद्रक्षणाय तवृद्ध्यर्थं तद्धिताय आश्रवत्यागो मुनीनाम् । भावना च-यैः परभावा अभोग्या अग्राह्याः વૃતા, તે વર્થ તત્ર મને ? રૂા. આ પ્રમાણે પરદ્રવ્યોમાં (પદ્ગલિક સુખ-દુઃખોમાં અને અન્ય જીવદ્રવ્યોમાં) જે આત્મા રમતો નથી, પ્રીતિ-અપ્રીતિ કરતો નથી તે જ આત્મા મુક્તિસુખને પામે છે. આ કારણથી જ આ મહાત્મા પુરુષ સર્વસંગનો ત્યાગ કરનાર બને છે. સર્વ પરપદાર્થોનો સંગ ત્યજી દે છે. કારણ કે આ સંગ જ મોહદશાનું નિમિત્તકારણ બને છે. પરનો સંગ હોય તો મોહ થયા વિના રહે જ નહીં. માટે પરદ્રવ્યનો સંગ જ ત્યાજ્ય છે. તેથી મોહદશાને ત્યજવાનો અર્થી જીવ તે મોહદશાના કારણભૂત નિમિત્તોનો એટલે કે ધન-સ્વજનો-અંગનાભોગ અને ભોજન આદિ પરદ્રવ્યોના સંગવાળાં ભોગસુખોનો ત્યાગ કરે છે. જો સામે કારણ ન હોય તો કાર્ય થાય જ નહીં. એટલે કે ભોગનાં નિમિત્તો જો સામે ન હોય તો તેના નિમિત્તે થનારા રાગÀષાત્મક પરિણામ થવાનાં કાર્ય થાય જ નહીં. તેથી ભાવ આશ્રયોનો વિરોધ કરવા સ્વરૂપ ભાવ સંયમગુણ આ જીવ પ્રાપ્ત કરે છે. તે સંયમગુણની રક્ષા માટે, તે સંયમગુણની વૃદ્ધિ માટે તથા તે સંયમગુણના હિત માટે મુનિઓને દ્રવ્ય આશ્રવોનો અને ભાવ આશ્રવોનો ત્યાગ જ કરવો યોગ્ય છે. બાહ્ય પરિગ્રહ તથા અભ્યત્તર પરિગ્રહ ન સેવવો એ જ કલ્યાણકારી માર્ગ છે. ભાવાર્થ એવો છે કે પરભાવો ભોગવવા યોગ્ય નથી. ગ્રહણ કરવા યોગ્ય નથી. તથા આ ભોગો સર્પની જેમ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy