SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર અતિશયોની પુણ્યાઈ ભોગવવા છતાં તેમાં અલિપ્ત (અવ્યાપક) હોવાથી નવાં કર્મો બાંધતા નથી. પૃથ્વીચંદ્ર રાજા રાજ્ય ભોગવવા છતાં અને ગુણસેન વિવાહકાલે ચૉરીમાં ભોગ અવસ્થામાં હોવા છતાં પણ અલિપ્ત હોવાથી કર્મોની નિર્જરા કરનારા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરનારા બન્યા છે. એ જ રીતે પાપકર્મના ઉદયમાં ન લેપાનારા બંધકમુનિના શિષ્યો, ગજસુકુમાલમુનિ, સુકોશલમુનિ વગેરે મહાપુરુષોનાં દૃષ્ટાન્તો જાણવાં. આવા પ્રકારના મહાપુરુષો પોતાના આત્માનું પરિણમન પરભાવોમાં-વિભાવદશામાં લાગી ન જાય, પરભાવમાં આસક્ત ન બની જાય તે રીતે ભિન્ન રાખવા પૂર્વક પોતાના આત્માનું રક્ષણ કરવા દ્વારા સુરક્ષિત રાખનારા હોય છે. માટે તે મહાપુરુષને પરભાવનું કર્તૃત્વ લાગતું નથી. સુખનો કાલ હોય કે દુઃખનો કાલ હોય, બન્ને અવસ્થા કર્મજન્ય હોવાથી તેમાંની એક પણ અવસ્થા આત્માની નથી, બન્ને અવસ્થા પરાઈ છે, કાલાન્તરે અવશ્ય જવાવાળી છે, સાથે રહેવાવાળી નથી, પછી શા માટે તેમાં લેપાવું ? એમ સમજીને ઉત્તમ જીવોએ સાંસારિક સુખ-દુઃખમાં લેપાવું નહીં. સુખ-દુઃખનું તે બધું જ સ્વરૂપ ઔપાધિક છે, કર્મોથી આવેલું છે અને કાલ પાકતાં જવાવાળું છે, આત્માનું નથી, વિભાવદશા જ છે, લોભામણી બાજી જ છે, માટે તેનાથી દૂર રહેવું. તેમાં જ આત્માનું કલ્યાણ છે. આ વિષયની સાક્ષી પુરતો અધ્યાત્મબિન્દુ દ્વાર પહેલાનો શ્લોક ૨૬ તથા ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૨નો શ્લોક ૧૦૧ ટીકાકારશ્રી લખે છે - स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्ताऽन्यद्रव्येभ्यो विरमणमितश्चिन्मयत्वं प्रपन्नः । स्वात्मन्येवाभिरतिमुपयन् स्वात्मशीली स्वदर्शी સેવં તાં થપિ મવેત્ ર્મનો નૈષ નીવ: ।-। (અધ્યા. બિન્દુ) तथोत्तराध्ययने न कामभोगा समयं उविंति न यावि भोगा विगयं उविंति । जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगई उवेइ ॥ १०१ ॥ (અધ્યયન-૩૨, ગાથા-૧૦૧) અર્થ :- સ્વ-સ્વરૂપને જ પોતાનાપણે જાણતો, પર-સ્વરૂપને પરપણે જાણતો, સમસ્ત અન્ય દ્રવ્યો થકી વિરમણ પામતો, આ કારણથી જ ચિન્મય દશા (જ્ઞાનરમણતા)ને પ્રાપ્ત કરતો, પોતાના આત્માના આત્મભાવમાં જ આનંદને અનુભવતો, પોતાના આત્મભાવમાં જ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy