SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 285 આગમસાર jainology II જ્વાની જરૂર પડે નહીં. જો ધરતી સળંગ એક ખંડમાં હોય તો ક્નિારે-કિનારે મુસાફરી કરી બીજા પ્રદેશોમાં વું સહેલ પડે. મધદરિયે ત્યારેજ વું પડે જ્યારે ધરતી ખંડ ખંડમાં વિભાજીત હોય. આથી ભરતક્ષેત્ર કોઈ એક ખંડ નહિં પણ આખો એક જીવસૃષ્ટિ ધરાવતો પ્રદેશ છે. આખો લવ સમુદ પાર કરી ધાતીખંડ સુધી જ્વાની શક્તિ માનવમાં નથી. તથા દેવો, મનુષ્ય સીમા ઓળંગે તો રોકી દે છે. ત્યાર પછીની પણ ગણી કથાઓમાં સમુદની લાંબી મુસાફરીની વાત આવે છે. આજ વાત બીજા પ્રદેશોને પણ લાગુ પડી શકે કારણકે અખંડ ધરતીમાં, વિશાળ વસ્તી ધરાવતા પ્રદેશોમાં દરિયો ન હોય તો અનેક મુશકેલીઓ સર્જાઇ શકે છે. જીવસૃષ્ટિની શખલામાં દરિયાઈ જીવોનો મહત્વનો ભાગ છે. આવા અનેક કારણોથી દરિયાનું પાણી જમ્બુદીપની અંદરનાં અનેક ભાગોમાં હશે. અન્યથા મોટી સંખ્યામાં માનવ વસ્તીનો સમાવેશ મુશકેલ લાગે છે. વિસમયનો સમય. સવારે સૂર્યોદય પહેલા હવામાં ઓકસિજનનું પ્રમાણ અચાનકજ વધી જાય છે. રાત આખી ગરમી માં પસાર થઈ હોય તો પણ સવારે અચાનક ઠંડક વર્તાય છે.અને શીતળ પવન વાય છે. આ પવન દરિયો બહુ દૂર હોય તો પણ શીતળ હોય છે. હજી સૂર્યોદય થયો નથી તેથી આ શુધ્ધ ઓકસિજન વનસ્પતિનું છોડેલુ પણ નથી. સૂર્ય પોતે તાપ આપે છે, તો તેના આગમન પૂર્વે ઠંડક કેમ વર્તાય છે. એજ સવાર જો શિયાળાની હોય, તો સૂર્યોદયનાં સમયે હૂંફ વર્તાય છે. સવારનાં પ્રતિક્રમણ કરવા વાળાઓ ને નિયત સમયે કોણ જગાડે છે. પક્ષીઓ પણ પછી કલરવ કરે છે. તેના પહેલા સાધુગણ અને શ્રાવકગણ જે પ્રતિક્રમણનાં ઈચ્છુક હોય છે, તેઓ જાગી જાય છે. તેઓ કદી સમયનું ભાન ન રહયાની ફરીયાદ કરતાં નથી. કે અલાર્મ પણ મૂકતાં નથી. નવા પ્રતિક્રમણ શિખેલાઓ ને આ વાતનું હંમેશાં આશ્ચર્ય થતું હોય છે. હાલનાં બધાજ ઈન્દ્ર અને સૂર્ય-ચંદ્રના ઈન્દ્ર સમકતી દેવ છે. આભિયોગીક દેવો દ્રારા દરિયાની સફાઈનો સંકેત શાસ્ત્રોમાં આપેલો છે. તો જયાં દરિયાની સફાઈ થતી હોય તો ધરતી પર ચતુર્વધ સંઘ તથા કયાંક તો સ્વયં તીર્થંકર બીરાજમાન હોય છે.તો એ ઈન્દ્રો ધરતીની શુધ્ધી જરુરથી કરાવેજ. સૂર્યની દેવ તરીકે પુજા પણ ઘણાં લોકો કરે છે. તેના આગમન પૂર્વે,આજ્ઞા ઉપાડનારા દેવો એનો પ્રભાવ જરુરથી બતાડે. રાત્રીનાં અશુભ પુદગલોનું હનન સૂર્યની વેશ્યાથી થાય છે. અને પ્રદુષણ ની દેવો દ્રારા શુધ્ધી થતી હોય એવી પુરી શકયતા છે. શાસ્ત્રો એમ ન કહે કે નર્ભીત થઈને પ્રદૂષણ કરો . દેવો સફાઈ કરે જ છે. પણ સંકેતથી જાણકારી આપી હોય. સૂર્ય પન્નતિ તેમજ જંબુદિપ પનતિમાં સૂર્યના તાપક્ષેત્રનો આકાર ધતુરાના કે જાસવંતીના ફૂલ જેવો કહેવામાં આવ્યો છે. અનેક શંકુ આકારની આકૃતિઓ લોકમાં વિધમાન હોવા છતાં ફૂલજ કેમ પસંદ કરાયું છે? ફૂલ સવારે બિડાયેલું બપોરે વિકસીત અને સાંજે પાછું સંકોચાઈ જાય છે. આવુંજ બીજી બાબતો માં પણ ધારી શકાય, લવણ સમુદ્રમાં આવેલા ડગમાળાનું વર્ણન, પાતાલ કળશા કે તમસકાય અને કૃષ્ણરાજીઓ વગેરેનું વર્ણન સુચવે છે કે લોકમાં આશ્ચર્ય પમાડે એવી કંઈ કેટલીય આકૃતીઓ અને સંસ્થાનો આવેલા છે. જે ભૌતિક શાસ્ત્રના નિયમોને આધિન નથી, પણ લોક સ્વભાવથી જ છે.આ બધી શાસ્વત આકૃતીઓ તથા કોઈ કાળ પ્રભાવથી નિષ્પન આકૃતિઓ, લોકમાં એક આકાશ પ્રદેશની શ્રેણીથી સમ હોય છે.વિસમ નથી હોતી. આ સપાટીઓ અરીસા કરતાં પણ અસંખ્યગુણી સમ થાય. જેના પરથી પરાવર્તીત થઈ દેખાતી આકૃતીઓ સાચી છે કે પ્રતિબીંબ રૂ૫, તે ઓળખવું માનવીની શકિતીની બહાર છે. પશ્ચિમના દેશોમાં સૂર્યનો પ્રકાશ અહિયાં જેવો સફેદ ન દેખાતાં નિલી જાય વાળો દેખાય છે. અલગ અલગ અક્ષાંસ પર સૂર્યપ્રકાશ અલગ અલગ ઝાંય વાળો છે, હવામાં રહેલા પાણીના(ભેજના) વધારે ઓછા પ્રમાણને કારણે આમ થાય છે. શાસ્ત્રમાં પ્રતિસૂર્ય પ્રતિચંદ્રની વાત પણ આવે છે. જેના સમાચાર સોમ લોકપાલ દ્વારા ઈન્દ્રને પહોચાડવામાં આવે છે. આ ઘટનાઓ આવીજ કોઈ સપાટીથી પરાવર્તીત થઈ બનવાની શકયતા છે. અલગ અલગ પદાર્થમાંથી પસાર થતાં પ્રકાશનાં કિરણોનું વક્રીભવન જુદુ જુદુ હોય છે. અને વિજ્ઞાન હજી ભૌતિકનાં નવા નિયમો બનાવ્યાજ કરે છે. જયારે પણ કોઈ પરિસ્થીતી જુના નિયમોથી વિપરીત સર્જાય, ત્યારે નવા નિયમો બનાવીને કામ ચલાવી લેવાય છે. ધરતીનો નકશો બનાવવામાં જયારે મુશકેલી ઉભી થઈ, ત્યારે ધરતીને દળા જેવી ગોળ કલ્પી, ઉભી થયેલી મુશકેલીનું સમાધાન કરવામાં આવ્યું. અને પછી એ સમાધાનનાં કારણે અનેક બીજી મુશકેલીઓ ઉભી થઈ. અને તેની પાછળ સમાધાન અને કલ્પનાઓ ની હારમાળા ચાલી. ધરતીને ફરતી કરી, જેથી દિવસ-રાત થાય, પછી સૂર્યની આસપાસ ફેરવી જેથી શ્રુતુચક થાય, પરિભ્રમણ લંબગોળ બનાવ્યું જેથી ઉતરાયણ–દક્ષિણાયન અને શીત-ગ્રીષ્મ વ્હતુઓ થાય, પ્રદુષણના કારણે દૂરના પ્રદેશોમાં સૂર્યનો પ્રકાશ નહિં પહોચતો હોવાથી એ પ્રદેશોને ચપટા કરી નાખ્યા જેથી આકાર નારંગી જેવો કલ્પયો. હજી પણ જયાં બે-ત્રણ મહિનાં પ્રકાશનું કારણ ન શોધી શકયા તો ધરતીને પોતાની ધરી પર સૂર્ય તરફ ઝુકાવીને સમાધાન કર્યુ. આમ અનેક પ્રકારનાં સમાધાનો અને કલ્પનાઓ કરી એક નકશો બનાવવાની મુશકેલીનો તોડ કાઢ્યો. હજી પણ વિજ્ઞાન પૃથ્વી ગોળ હોવાની કોઈ નકકર સાબીતી આપી શક્યું નથી. અને તેની આ કલ્પનાઓ સામે ૧૦૧ પ્રશ્નો બીજા ઉભા થઈ ગયા છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy