SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 284 ગુત્વાકર્ષણ બળ એક લ્પના ટેબલ પરથી વસ્તુ નીચે પડે છે. પણ તેને પહેલા જમીન પરથી ઉપાડીને ટેબલ પર મુક્વામા આવી છે. ચાવીવાળી ઘડિયાળમાં જીવનાં પૂર્વ પ્રયોગથી મારેલી ચાવી પોતાની પૂર્વની સ્થિતીમાં આવી જાય છે તેમ વનસ્પતિ નાં જીવોનાં શરીરબળથી ઉપર ચઢલા તત્વો ફળ રૂપે ઝાડ પરથી પડે છે. અને પોતાની પુર્વ ની સ્થિતી જમીન પર આવી જાય છે. જ્યાં આધાર મળવાથી અટકી જાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કયાં રહેલું છે? તેનો ખુલાસો હજી વિજ્ઞાને નથી કર્યો ! જો તે પૃથ્વીનાં દરેક કણમાં હોય, તો દિવાલ પરથી ધુળની રજ નીચે ન પડવી જોઇએ તથા દિવાલ તરફ ધુળનાં રજકણો ખેંચાવા જોઇએ, જે નથી બનતું. જો તે પૃથ્વીના કેન્દ્ર બીંદુમાં હોય તો, સૌથી દૂરનો પ્રદેશ, જે ઈકવેટર એટલે કે વિષુવૃત છે, ત્યાં તે સૌથી ઓછું હોવું જોઈએ. પણ એમ નથી. વિષુવૃત પરનાં વર્ષાવનનાં જંગલોમાં હજારો નદીઓ, ગુરુત્વાકર્ષણ ની અવગણના કરીને કોઈ ઉતરથી દક્ષિણ અને કોઈ દક્ષિણથી ઉતરમાં વહી રહી છે. બ્રમાંડની ઉત્પતીનું અને શકિતનું મૂળ જેને માનવામાં આવે છે, તે ગુરુત્વાકર્ષણ નો સિધ્ધાંત જ હજી સિધ્ધ નથી. અને હવે તેને ઈશ્વરીય શકતિ માની, વિજ્ઞાનીઓ પણ પોતાના કાર્યની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતાં જોવા મળે છે. - વિજ્ઞાને કર્યું તે ભાવસત્ય પૃથ્વી પરની સમગ્ર જીવ સૃષ્ટિની દિનચર્યા અને જીવન સૂર્યની આસપાસ ફરે છે. ત્રસ્તુઓ બદલાય છે વર્ષા થાય છે, સુર્યનાં તાપથી ખેતરોમાં પાક થાય છે, ખાબોચીયાનાં પાણી સુકાવાથી રોગચાળો અટકે છે. તળાવનાં ખુલ્લા પાળી પણ સૂર્યનાં કિરણોથી શુધ્ધ થઈ પીવા લાયક રહે છે, સૂર્ય રાતે અલોપ થઇ ઈ લોકોને નીંદાધીન થવાનું કહે છે, વૈદીક શાસ્ત્રોમા સૂર્યને દાદાની ઉપમા આપી છે. શોધાયેલી પૃથ્વી કરતાં ૧૧૦ ગણા પ્રદેશ પર તેનું ભ્રમણ છે. આમ તે પૃથ્વી કરતાં ૧૧૦ ગણો વિશાળ પણ છે. સૂર્ય પૃથ્વીની અને જીવોની સ્પર્શના કરતાં આગળ વધે છે. તે દેવો જીવોનાં સુખદુખને જાણે છે. રાત્રીનાં પુદગલો અશુભ હોય છે ભયનું પ્રમાણ વધે છે તથા વિચારો અશુભ થાય છે. સૂર્યની વેશ્યાથી પુદગલો શુભ થાય છે. આ દેવોનો વ્યવહાર અનુકંપા વાળો હોય છે. એક મંડલ ડીવીઝન) ને ૧૨ કલાકમાં પાર કરવાનાં લક્ષ્યથી તે ગતિ કરે છે. અહિં મંડલ એ એક જીવસૃષ્ટિ વાળો પ્રદેશ છે. અને તે પ્રદેશ પર દિવસ રાતની અને ઋતુઓની નિયમીતતા જાળવવાના લક્ષ્યથી તે પોતાની ગતિમાં શિઘતા કે મંદતા કરે છે. કર્કવૃત પર ૫૮ સુધી ઉષ્ણાતામાન વધે છે એજ સૂર્ય જ્યારે મકરવૃત પર હોય છે ત્યાં કયારેય તાપમાન વધતું નથી કારણકે ગતિમાં શીઘતા હોય છે. વિશ્વના વધારે ગરમ પ્રદેશો બધા ઉતરમાં છે. જેમ ધ્વજને ઉપાડનાર આનંદનો અનુભવ કરે છે. તેમ સૂર્યના દેવો પ્રસન્નતા અને હર્ષ ઉલ્લાસ સાથે પોતે જીવસૃષ્ટિને ઉપયોગી થઈ રહયા છે એવું જાણી પરિભ્રમણ કરે છે. જ્વલીભગવાન પણ પોતાની દીનચર્યા સૂર્યના ઉદય અસ્તથી કરે છે. સૂર્યનાં આ મહાન કાર્યનો અનુભવ થવાથી વૈદિક મતવાળાઓ જગતનો કોઇ કર્તા ભગવાન હોવાની ધારણા કરી રહયા છે. અહીં અકસ્માતથી પૃથ્વીનું સર્જન માનનારાઓ એ વિચારવાનું કે અસ્માતથી આંધાધુંધી અને અવ્યવસ્થા સર્જાય છે. વ્યવસ્થા અને નિયમીતતા પાછળ કોઇની અનુકંપા અને પરિશ્રમ રહેલા હોય છે. ભરતક્ષેત્ર ૧૯માં ભગવાન મલિનાથનાં સમયની કથામાં અહંનક શ્રાવક સમુદની લાંબી મુસાફરી કરી મધદરિયે જાય છે. જ્યાં દેવ તેને ધર્મથી ચલિત કરવા ભયભીત કરે છે. છેવટે બે કુંડલની જોડી આપી ક્ષમા માંગે છે. વર્તમાન સમય આવું જ કંઈક સ્વસ્થ એ સમયે ધરતીનું હોવું જોઈએ અન્યથા મધદરિયે
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy