SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 253 આગમસાર jainology II ચોસઠ ઇન્દ્રો દ્વારા જન્માભિષેક - શક્રેન્દ્રનું આસન ચલાયમાન થતાં અને જ્ઞાનમાં ઉપયોગ લગાવવાથી તીર્થંકર ભગવાનનો જન્મ થયાની જાણ થાય છે. સિંહાસનથી ઉતરીને મુખ સામે ઉત્તરાસંગ લગાવીને ડાબો પગ ઊંચો કરીને ત્રણ વાર મસ્તક નમાવીને વંદન કરે છે. પછી સિદ્ધોને નમોત્થણે દઈને તીર્થકર ભગવાનને નમોત્થણના પાઠથી સ્તુતિ કરીને નમસ્કાર કરે છે. પુનઃ સિંહાસનારુઢ થઈને પાયદળ સેનાના અધિપતિ હરિપ્લેગમેષ દેવના દ્વારા સુઘોષા ઘંટા વગડાવીને બધા દેવ દેવીઓને સાવધાન વાની સુચના દેવડાવે છે. અવિલંબ બધા દેવો ઉપસ્થિત થાય છે. પાલક વિમાનનો અધિપતિ આભિયોગિક દેવ શક્રેન્દ્રનો આદેશ પામીને વિમાનને સુસજ્જિત અને તૈયાર કરે છે. આ પ્રકારે અવિલંબ પ્રસ્થાન કરે છે. નંદીશ્વર દ્વીપમાં દક્ષિણ-પૂર્વમાં રતિકર પર્વત(ઉત્પાત પર્વત) પર આવીને વિમાનને સંકુચિત કરીને તીર્થકરની જન્મ– નગરીમાં આવે છે. અધોલોકની દિશાકુમારીની સમાન યાવત્ માતાને ભયભીત નહીં થવાને માટે નિવેદન કરે છે. શક્રેન્દ્રના પાંચ રૂપ - તત્પશ્ચાત્ માતાને નિદ્રાધીન કરી દે છે અને તીર્થકર ભગવાનના જેવા શિશુરૂપની વિદુર્વણા કરીને માતાની પાસે રાખી દે છે. શક્રેન્દ્ર સ્વયંના પાંચ રૂપ વિકર્વિત કરે છે. એક રૂપથી તીર્થકરને પોતાની હથેળીમાં લે છે, એક રૂપથી છત્ર, બે રૂપોથી બંને બાજુમાં ચામર અને એક રૂપમાં વજ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દેવીઓની સાથે તે શક્રેન્દ્ર મેરુ પર્વત પર પંડકવનમાં પહોંચીને દક્ષિણી અભિષેક શિલા પર સ્થિત સિંહાસન પર તીર્થકરને લઈને બેસી જાય છે. બધા ઈન્દ્ર મેરુ પર:- આ જ ક્રમથી બીજા દેવલોકથી ૧રમા દેવલોક સુધીના ઈન્દ્ર અને ભવનપતિ વ્યંતર જયોતિષીના ઈન્દ્ર પણ જન્મ નગરીમાં ન જતાં સીધા મેરુ પર્વત પર જ પહોંચી જાય છે. તીર્થકર ભગવાનને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરે છે. અય્યતેન્દ્ર દ્વારા અભિષેક પ્રારમ્ભ :- બારમા દેવલોકના અય્યતેન્દ્ર પોતાના આભિયોગિક દેવોને અભિષેક સામગ્રી લાવવાનો આદેશ દે છે. તે દેવ કળશ, કડછી, છાબડી, રત્ન કરંડક આદિ હજારો વસ્તુઓ વિકુર્તિત કરતા જાય છે. ક્ષીર સમુદ્ર, માગધાદિ તીર્થ, પર્વત, ક્ષેત્રો, નદી, દ્રહ, આદિ ક્યાંકથી પાણી, કયાંકથી પાણી અને ફૂલ, કયાંકથી પાણી માટી આદિ પવિત્ર અભિષેક સામગ્રી સંપૂર્ણ અઢી દ્વીપના ક્ષેત્ર, પર્વતો, નદીઓ તીર્થો આદિમાં જઈને ઉપયુક્ત સામગ્રી લઈને મેરુ પર અચ્યતેન્દ્ર પાસે પહોંચે છે. પછી અચ્યતેન્દ્ર તે મંગલ પદાર્થોથી જળ માટી ફૂલ આદિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. કોઈક દેવ વાજિંત્ર આદિનો ધ્વનિ ફેલાવે છે. અનેક કુતૂહલી દેવ અનેક પ્રકારે હર્ષાતિરેકથી કુતૂહલ કૃત્ય કરે છે. અય્યતેન્દ્ર જળ આદિથી અભિષેક કરી મસ્તક પર અંજલિ કરી, નમન કરી, જય જય કાર કરે છે. પછી મુલાયમ રૂંવાટીદાર વસ્ત્રથી ભગવાનના શરીરને લૂછીને ગોશીર્ષ ચંદન આદિ લગાવીને વસ્ત્ર યુગલ પહેરાવે છે, અલંકૃત વિભૂષિત કરે છે. પછી ચોખાથી ભગવાનની સમક્ષ અષ્ટ મંગલ ચિન્હ બનાવે છે. પુષ્પ એવં રત્ન આદિના ભટણા ચઢાવે છે. જેથી ગોઠણ પ્રમાણ ઢગલા થઈ જાય છે. પછી ૧૦૮ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરતાં અનેક ગુણો, ઉપમાઓથી સત્કારિત સમ્માનિત કરી, વંદન નમસ્કાર કરી, યથાસ્થાન રહીને પર્યાપાસના કરે છે. શેષ ઇન્દ્રો દ્વારા અભિષેક:- આ પ્રકારે ૬૩ ઈન્દ્રો જન્માભિષેક કરે છે. અંતમાં ઈશાનેન્દ્ર પાંચ રૂપ બનાવીને ભગવાનને હાથમાં લઈને બેસે છે. ત્યારે શક્રેન્દ્ર ઉક્ત વિધિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. વિશેષતા એ છે કે ચાર સફેદ બળદ વિકર્વિત કરીને તેના આઠ શિંગડાંથી પાણીને ઉપર ફેલાવી એક સ્થાનમાં મેળવીને ભગવાનના મસ્તક પર અભિષેક કરે છે. સમારોહ સમાપન, શક્રેન્દ્ર જન્મ નગરીમાં - આ રીતે સંપૂર્ણ અભિષેક વિધિના સમાપન થવા પર શક્રેન્દ્ર પૂર્વ વિધિ અનુસાર ભગવાનને લઈને જન્મ નગરીમાં આવે છે. ભગવાનને માતા પાસે સુવડાવીને વિકુર્વિત શિશુ રૂપને હટાવીને માતાની નિદ્રા સમાપ્ત કરે છે. વસ્ત્ર યુગલ અને કુંડલ યુગલ ભગવાનના ઓશીકા પાસે રાખી દે છે. એક સુંદર રત્નોનું ઝૂમખું ભગવાનના દષ્ટિ પથ ઉપર છત પર લટકાવી દે છે. વૈશ્રમણ દેવના દ્વારા ૩૨ ક્રોડ સોના મહોર આદિ ભંડારમાં રખાવી દે છે. અન્ય પણ અનેક વસ્તુઓ ૩ર-૩૨ ની સંખ્યામાં રખાવી દે છે. પછી નગરીમાં ઘોષણા કરાવીદ છે કે કોઈ પણ દેવ-દાનવ(માનવ) તીર્થંકર એમની માતાના પ્રતિ અશુભ અહિતકર મન આદિ કરશે તો એના મસ્તકના ૧૦૦ ટુકડા કરવામાં આવશે. પછી બધા દેવો નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ મનાવે છે અને પોતપોતાના દેવલોકમાં પહોંચે છે. વિશેષ : ૫૬ દિશાકુમારીઓ:– ૮ અધો લોકમાં, ૮ મેરુના નંદનવનમાં, ૮ ૪૪ – ૩ર રુચક પર્વતની ચાર દિશાઓમાં, ૪ વિદિશાઓમાં અને ચાર મધ્ય ભાગમાં આ પ્રકારે ૮+૮+૩+૪+૪ – ૫૬ દિશાકુમારીઓ ભવનપતિના દિશાકુમાર જાતિની ઋદ્ધિવાન દેવીઓ છે. ૬૪ ઇન્દ્ર:- ૧૦ ભવનપતિના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૨૦ ઇન્દ્ર છે. ભૂત પિશાચ આદિ આઠ અને આણપની આદિ આઠ એમ ૧૬ જાતિના વ્યંતરોના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૩ર ઇન્દ્ર છે. જયોતિષીના બે ઇન્દ્ર છે અને વૈમાનિકના આઠ દેવલોકોના આઠ ઇન્દ્ર છે. નવમાં દસમાના એક અને અગિયારમા બારમાના એક એમ કુલ ૧૦ વૈમાનિકના ઇન્દ્ર છે. આ પ્રકારે ૨૦+૩+૨+૧૦-૬૪. ઇન્દ્રોના ઘંટા :- વૈમાનિકના પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા ઈન્દ્રના સુઘોષા ઘંટા, હરિસેગમેષી સેનાધિપતિ, ઉત્તરમાં નિર્માણ માર્ગ અને દક્ષિણ પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઇન્દ્રની મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ નામક સેનાધિપતિ, નિર્માણ માર્ગ(દેવલોકથી નીકળવાનો રસ્તો), દક્ષિણમાં એવં ઉત્તર પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. છઠ્ઠો વક્ષસ્કાર પૂર્વ વક્ષસ્કારોમાં જે જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન કર્યું છે. એજ વિષયોને અહીં સંકલન પદ્ધતિથી કહેલ છે. તે સંકલનના વિષય ૧૦ છે. (૧) ખંડ - એક લાખ યોજન લાંબા પહોળા જંબુદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણ પહોળાઈ વાળા ૧૯૦ ખંડ થઈ શકે છે. અર્થાતુ પર૬.૩૨ x ૧૯૦ ઊ એક લાખ થાય છે. (૨) યોજન:- જો જંબૂઢીપ ક્ષેત્રના એક યોજનાના લાંબા, પહોળા ખંડ કલ્પિત કરીએ તો ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સાત અરબ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એક સો પચાસ ખંડ થાય છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy