SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ 252 ૬૮ ૨૬ ૩૪. આગમસાર- ઉતરાર્ધ ભવન પ્રાસાદ:દ દ્રહોમાં ઊ ૭,૦૧,૬૮૦ ૧૦ દ્રહોમાં ઊ ૫,૦૧,૨૦૦ ૩૪૪૩ ઊ ૧૦૨ તીર્થોમાં ઊ ૧૦૨ ૩૪ x ૨ ઊ ૬૮ નદીઓના કુંડોની મધ્યમાં ૧૪+ ૧૨ ઊ ૨૬ નદીઓના કુંડોમાં ઊ ૪૬૭ પર્વતીય કૂટો પર ૪૬૭-૬૦ ઊ ૪૦૭ બે વૃક્ષોની શાખાઓ પર ૪ ૪૨ ઊ બે વૃક્ષોના વનોમાં ભવન ૪ x ૨ ઊ બે વૃક્ષોના વનોમાં પુષ્કરણિઓમાં ૪ x ૨ મેરુના ચાર વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૪ ૧૬. મેરુના બે વનોમાં ૧૭ કૂટો પર ઊ ૧૭ બે વૃક્ષોના આઠ આઠ કૂટો પર ઊ ૧૬ ૩૪ ઋષભ કૂટો પર કુલ ૧૨,૦૩,૫૯૦ નોટ – સિદ્ધાયતનોના પાઠોને પ્રક્ષિપ્ત માનવાથી કૂટોની સંખ્યામાં અને ભવનોની સંખ્યામાં પણ હીનાધિકતા થાય કારણ કે સિદ્ધાયતન નામક કૂટનું અસ્તિત્વ જ નહીં રહે એવં કેટલાક સિદ્ધાયતન તો ભવનની ગણતરીમાં આવી જાય. પાંચમો વક્ષસ્કાર જે કોઈ પણ ક્ષેત્રોમાં તીર્થકરોની માતા તીર્થકરને જન્મ દે છે ત્યાં ભવનપતિ દેવોની પ્રસિદ્ધ ઋદ્ધિ સંપન પદ દિશા કુમારી, દેવીઓ આવીને તીર્થકરના જન્મ સંબંધી કૃત્ય ઉત્સવ કરે છે. એના પછી ૬૪ ઈન્દ્ર ક્રમશઃ આવે છે અને બધા મળીને મેરુ પર્વત પર જન્માભિષેક કરે છે. એનું વિવરણ આ પ્રમાણે છે. દિશાકમારીઓ દ્વારા જન્મ કલ્ય:- (૧)અધોલોક વાસિની આઠ દિશાકમારીઓ આસન ચલાયમાન થવાના સંકેતથી મનુષ્ય લોકમાં તીર્થકરના જન્મ નગરમાં આવે છે. એમની સાથે ૪ મહત્તરિકા, ચાર હજાર સામાનિક દેવ આદિ અનેક દેવ દેવીઓનો પરિવાર સેંકડો સ્તંભોવાળા વિફર્વણાથી તૈયાર કરેલા વિશાલ વિમાનમાં આવે છે. આકાશમાં રહેલા વિમાન દ્વારા તીર્થકર જન્મ ભવનની ત્રણ વાર પ્રદક્ષિણા લગાવીને ઉત્તર પૂર્વ વિભાગમાં યથાસ્થાન વિમાનને ભૂમિ પર ઉતારે છે. તે વિમાન ભૂમિથી ચાર અંગુલ ઉપર રહે છે વિમાનથી ઉતરીને બધા દેવ-દેવી શોભાયાત્રારૂપે તીર્થકરના જન્મ ભવનની પાસે આવે છે. દિશાકુમારીઓ અંદર જઈને તીર્થકરની માતાને મસ્તક પર અંજલિ કરતા આવર્તન કરીને પ્રણામ કરે છે. “રત્ન કુક્ષ ધારિણીઆદિ સારા સંબોધન(વિશેષણો)થી એમને સંમાનિત કરી ધન્યવાદ, પુણ્યવાદ અને કૃતાર્થવાદ દેતાં, પોતાનો પરિચય અને આવવાનું કારણ કહે છે તથા ભયભીત થશો નહીં એવું નિવેદન કરે છે. પછી તે એ નગરીની તથા એની આસપાસ એક યોજન પ્રમાણના ક્ષેત્રની સફાઈ કરે છે. જે પણ નાનો મોટો કચરો ગંદકી આદિ હોય એને પૂર્ણતયા સાફ કરી,પુનઃ આવીને તીર્થકરની માતાથી યોગ્ય દૂર રહીને ગીત ગાતા સમય વ્યતીત કરે છે (૨) ઉર્ધ્વ લોકમાં મેરુના નંદનવનમાં ૮ કૂટો પર રહેવાવાળી ઉર્ધ્વ લોકવાસિની આઠ દિશાકુમારીઓ પણ આવે છે. આના સંબંધી વર્ણન પૂર્વવત્ સમજવું. આ દિશાકુમારીઓ મંદ મંદ વૃષ્ટિ કરી એવં પુષ્પ વૃષ્ટિ કરી તે નગરીને દેવોને આવવાને યોગ્ય સુગંધિત બનાવીને, તીર્થકરની માતાની પાસે આવીને ગીત ગાતા ઊભી રહે છે. (૩) રુચક દ્વીપના મધ્યવર્તી રુચક પર્વત પર પૂર્વદિશામાં રહેવાવાળી ૮ દિશા કુમારીઓ પૂર્વવત્ આવે છે, તીર્થકરની માતાને નમસ્કાર આદિ કરીને હાથમાં દર્પણ લઈને પૂર્વદિશામાં ઉભી રહે છે. આ પ્રકારે રુચક પર્વતની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેવાવાળી ૮-૮ દિશાકુમારીઓ આવે છે અને વંદના નમસ્કાર કરીને ક્રમશઃ જારી, પંખા અને ચામર હાથમાં લઈને પોત પોતાની દિશામાં ઉભી રહે છે. ચાર વિદિશાની એક એક એમ કુલ ચાર દેવીઓ રુચક પર્વતથી આવે છે.ઉક્ત વિધિ પૂર્વક ચારે વિદિશામાં દીપક લઈને ઉભી રહે છે વ્ય રુચક પર્વત વાસિની ચાર દિશાકમારીઓ આવે છે અને ઉક્ત વિધિથી શિષ્ટાચાર કરીને પછી તીર્થકરના નાભિનાલને ચાર અંગુલ છોડીને કાપે છે અને યથાસ્થાન પર ખાડો ખોદીને એમાં દાટી દે છે(અવશેષ ખાડાને રત્નોથી પૂરીને હરતાલના દ્વારા એના પર ચબૂતરા બનાવે છે). એની ત્રણ દિશાઓમાં કદલી ગ્રહની રચના કરીને એ ત્રણેમાં એક–એક ચોખંડું બનાવે છે. પ્રત્યેક ચોખંડામાં સિંહાસન બનાવે છે. પછી તીર્થકરની માતાની પાસે આવીને તીર્થકરને હથેળીઓમાં ગ્રહણ કરે છે અને તીર્થકર માતાને હાથથી પકડીને એ દક્ષિણી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. બંનેને સિંહાસન પર બેસાડીને તેલાદિથી અત્યંગ કરીને એના પછી ઉબટન કરીને પૂર્વી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. ત્યાં સ્નાન વિધિ કરાવીને પછી ઉત્તરી ગૃહના ચોખંડામાં લાવે છે અને ચલહિમવંત પર્વતથી મંગાવેલા ચંદનથી હવન કરે છે. પછી એ રાખની રક્ષા પોટલી બનાવીને તીર્થકર અને એની માતાને ડાકણ, શાક, નજર આદિ દોષોથી બચાવવા માટે બાંધી દે છે. પછી બે મણિ– રત્નમય પત્થરોને ઘસીને અવાજ ભગવાનના કાનની પાસે કરીને એને પોતાની તરફ આકર્ષિત કરીને દીર્ધાયુ થવાના આર્શીવચન આપે છે. પછી યથા સ્થાન લાવીને માતાને સુવડાવી દે છે અને તેની બાજુમાં તીર્થકર ભગવાનને સુવડાવી દે છે. આ બધા કાર્યક્રમમાં એ બધા દેવ દેવીઓ ભાગ લે છે, ગાવાનું વગાડવાનું વગેરે કરે છે. સુવડાવ્યા પછી એ ૫૬ દિશાકુમારીઓ મળીને ત્યાંજ રહીને મંગળ ગીત ગાય છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy