SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 228 (૧) ઉદ્દેશ– સામાન્ય કથન, યથા– એ આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન છે. (૨) સમુદેશ નામોલ્લેખ, યથા– એનું નામ સામાયિક' છે. (૩) નિર્ગમ- સામાયિકની અર્થોત્પત્તિ તીર્થકરોથી, સૂત્રોત્પત્તિ ગણધરોથી. (૪) ક્ષેત્ર- સમય ક્ષેત્રમાં અથવા પાવાપુરીમાં એનો આરંભ. (૫) કાલ- ચતુર્થઆરકયા વૈશાખ સુદ અગીયારસ. (૬) પુરુષ- તીર્થકર, વર્તમાનમાં શ્રમણ ભગવાન મહાવીર. (૭) કારણ– ગૌતમ આદિએ સંયત ભાવની સિદ્ધિ માટે શ્રવણ કર્યું. (૮) પ્રત્યય- કેવળજ્ઞાન હોવાથી તીર્થકર ભગવાને પ્રરૂપણ કર્યું. (૯) લક્ષણ– “સમ્યકત્વ સામાયિકનું લક્ષણ શ્રદ્ધા છે. “શ્રત સામાયિક'નું લક્ષણ તત્ત્વજ્ઞાન છે. “ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવદ્ય વિરતિ છે. (૧૦) નય સાત નવથી સામાયિકનું સ્વરૂપ સમજવું. (૧૧) સમવતાર– લક્ષણદ્વારમાં કહેલી કઈ સામાયિક કયા નયમાં સમાવિષ્ટ થાય છે. (૧૨) અનુમત– મોક્ષમાર્ગ રૂપ સામાયિક કઈ છે? નયોની દષ્ટિમાં. (૧૩) શું છે?— કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવ દ્રવ્ય છે અને કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવનો ગુણ છે? (૧૪) કેટલા પ્રકાર? દર્શન, શ્રત અને ચારિત્રસામાયિક એ ત્રણ મુખ્ય ભેદ કરીને મેદાનભેદ કરવા. (૧૫) કોને? સમસ્ત પ્રાણિઓ પર સમભાવ રાખનારા તપ સંયમવાનને સામાયિક હોય છે. (૧૬) ક્યાં?— ક્ષેત્ર, દિશા, કાલ, ગતિ, ભવી, સન્ની, શ્વાસોશ્વાસ, દષ્ટિ અને આહારકના આશ્રયથી સામાયિકનું કથન કરવું. (૧૭) શેમાં?– સમ્યકત્વ સામાયિક સર્વ દ્રવ્ય પર્યાયમાં, શ્રુત અને ચારિત્ર સામાયિક સર્વે દ્રવ્યોમાં હોય છે, સર્વ પર્યાયોમાં નહિ. દેશ વિરતિ સામાયિક, સર્વ દ્રવ્યોમાં પણ નહીં અને સર્વે પર્યાયોમાં પણ નથી હોતી. (૧૮) કેવી રીતે? મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા, આદિ પ્રાપ્ત કર્યા પછી સામાયિક પ્રાપ્ત થાય છે (૧૯) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કૃત અને સભ્યત્વ સામાયિક સાધિક સાગરોપમ,ચારિત્ર સામાયિક દેશોન કોડ પૂર્વ (૨૦) કેટલા? શ્રુત અને સમ્યકત્વ સામાયિકવાળા ઉત્કૃષ્ટ અસંખ્ય હોય છે. દેશવિરતિ સામાયિકવાળા પણ અસંખ્ય હોય છે. ચારિત્ર-સર્વવિરતિ સામાયિક- વાળા અનેક હજાર કરોડ હોય છે. (૨૧) અંતર– અનેક જીવોની અપેક્ષા અંતર નથી. એક જીવની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અદ્ધ પુદ્ગલ પરાવર્તનકાલનું અંતર હોય છે. (૨૨) અવિરહ– શ્રુત અને સમ્યકત્વ સામાયિકવાળા આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી નિરંતર નવા હોઈ શકે છે અને ચારિત્ર સામાયિકવાળા આઠ સમય સુધી નિરંતર હોઈ શકે છે. (૨૩) ભવ- દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક લગાતાર આઠ ભવોમાં આવી શકે છે. (૨૪) આકર્ષ– સર્વવિરતિ સામાયિક અનેક સો વાર અને અન્ય સામાયિક અનેક હજારવાર એક ભવમાં આવી શકે છે. અનેક ભવોની અપેક્ષા સર્વવિરતિ સામાયિક અનેક હજાર વાર અને શેષ સર્વે સામાયિક અસંખ્ય હજારો વાર આવે છે. (૨૫) સ્પર્શ– સમ્યકત્વ અને ચારિત્ર સામાયિક વાળા સમસ્ત લોકને સ્પર્શ કરે.(કેવળી સમુદ્યાતની અપેક્ષા) અન્ય સામાયિકવાળા સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે રાજૂ-પ્રમાણ લોકને સ્પર્શ કરે. (૨) નિરુકતિ- પર્યાય વાચી શબ્દ, સમ્યગ્દષ્ટિ, અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યય સુદષ્ટિ ઇત્યાદિ સામાયિકના એકાર્થક શબ્દ છે. (૪) અનુયોગનો ચોથો નય દ્વાર :- વસ્તુને વિભિન્ન દષ્ટિઓથી સમજવા માટે અથવા એના મૂળ સુધી પ્રવેશ કરવા માટે એ વસ્તુની “નય” દ્વારા વિચારણા કરાય છે. અપેક્ષાએ “નય’ના વિવિધ પ્રકાર હોય છે, અથવા તો જેટલા વચન માર્ગ છે, જેટલા આશયથી વસ્તુનું કથન કરી શકાય છે, તેટલા નય હોય છે. અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ(ગુણ) રહેલા હોય છે; એમાંથી એક યમાં અપેક્ષિત કોઈ એક ધર્મનું કથન કરી શકાય છે. એ એક ધર્મના કહેવાની અપેક્ષાવાળા વચનને નય કહેવાય છે. અતઃ અને ધર્માત્મક વસ્તુઓની અપેક્ષા નયોની સંખ્યા પણ અનંત છે. તેમ છતાં કોઈપણ વસ્તુને સરળતાથી સમજવા માટે એ અનેક ભેદોનો સંગ્રહ કરી સીમિત ભેદોમાં સમાવિષ્ટ કરીને કથન કરવું આવશ્યક છે. આ જ કારણે ઉક્ત અનેક ભેદોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવેલ છે. તે ઉપરાંત સંક્ષિપ્ત અપેક્ષાથી બબ્બે ભેદ પણ કરવામાં આવે છે. યથા– દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય; નિશ્ચય નય અને વ્યવહાર નય. જ્ઞાન નય એવં ક્રિયા નય. અતિ સંક્ષેપ વિધિથી તે સાત ભેદોને આ બે-બેમાં સમાવિષ્ટ કરીને પણ કથન કરી દેવામાં આવે છે. સૂત્રોક્ત સાત નય આ પ્રકારે છે– (૧) નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) ૨જુ સૂત્ર નય (૫) શબ્દ નય (૬) સમભિરૂઢ નય (૭) એવંભૂત નય. (૧) નૈગમ નય - આ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ ઉભય ધર્મોના અલગ-અલગ અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. અર્થાત્ કોઈ વસ્તુમાં અંશ માત્ર પણ પોતાનો વાચ્ય ગુણ હોય તો પણ એને સત્યરૂપમાં સ્વીકાર કરાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનો પણ અલગ-અલગ સ્વીકાર કરાય છે. અર્થાત્ જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એને સત્યરૂપમાં આ નય સ્વીકાર કરે છે. ન + એક + ગમ ઊ નૈગમ – જેમાં વિચાર ફકત એક નહિ પણ અનેક પ્રકારોથી કરાય છે. વસ્તુઓના ધર્મોનું અલગ-અલગ અસ્તિત્વ સ્વીકાર કરવાવાળો આ નય છે. તીર્થકર આદિ મહાપુરુષોના જન્મ દિનનો સ્વીકાર કરીને ઉજવાય છે તે પણ નૈગમ નયથી સ્વીકાર કરાય છે. આ નય ચારે ય નિક્ષેપોનો સ્વીકાર કરે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy