SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 227 આગમસાર ભાવ – અધ્યયનનું જ્ઞાન અને એમાં ઉપયુક્ત થવા પર ભાવ અધ્યયન છે. સામાયિક આદિ અધ્યયનમાં ચિત્ત લગાડવું નવા કર્મોનો. બંધ નહીં કરવો. પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવો એ ભાવ ક્રિયાત્મક(નો આગમત) અધ્યયન છે. અક્ષણ - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદોથી એનો નિક્ષેપ પૂર્વવત્ સમજવો. ભાવ અક્ષણ :- જે જ્ઞાતા ઉપયોગ યુક્ત છે તે ભાવ અક્ષણ છે. જેવી રીતે દીપક બીજા દીપકને પ્રગટાવીને પણ સ્વયં ક્ષીણ થતો નથી, તે રીતે આચાર્ય વગેરે અન્યને જ્ઞાન આપે છે, છતાં સ્વયંનું જ્ઞાન ઓછું થતું નથી તે ભાવ અક્ષણ છે. આય:- તેનો પણ ચાર ભેદોથી નિક્ષેપ છે. નામ સ્થાપના પૂર્વવત્ છે. પશુ-પક્ષી, ધન-સમ્પતિ, આભૂષણ-અલંકાર યુક્ત આશ્રિત વ્યક્તિ લૌકિક દ્રવ્ય આય છે. શિષ્ય, ઉપકરણ વગેરે પણ દ્રવ્ય આય છે. ભાવ આય:- જ્ઞાન, શ્રત જ્ઞાન, દર્શન એવં ચારિત્રની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ. ક્ષપણા - ચાર દ્વારોથી પણાનો નિક્ષેપ કરાય છે. કર્મોનો વિશેષ વિશેષતર ક્ષય કરવો ભાવ ક્ષપણા છે. કષાયનો ક્ષય કરવો પણ દિને ઘટાડવું અપ્રશસ્ત ભાવ ક્ષપણા છે. સામાયિક અધ્યયનનો પ્રસંગ હોવાથી હવે સામાયિકનો નિક્ષેપ કરાય છે. સામાયિક નિક્ષેપ પ્રરૂપણા – પ્રથમ અધ્યયનનું નામ સામાયિક છે. એટલા માટે નામ નિષ્પન્ન નિક્ષેપના અધિકારમાં સામાયિકનું પ્રરૂપણ છે. નામ સ્થાપના એવં દ્રવ્ય એ ત્રણ નિક્ષેપનું વર્ણન પૂર્વવત્ છે. ભાવ નિક્ષેપઃ- (૧) સ્વરૂપ- ૧. જેનો આત્મા તપ સંયમ નિયમમાં લીન હોય. ૨. જે ત્રસ સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રતિ સમભાવ ધારણ કરે અર્થાત્ સદા એનું રક્ષણ કરે, પણ તેને હણે નહિં એને ભાવ સામાયિક થાય છે, એમ સર્વજ્ઞોનું કથન છે. (૨) શ્રમણ-શ્રમણ આજીવન સામાયિકમાં હોય છે. સામાયિક યુક્ત શ્રમણ તેને કહેવાય છે, જે કોઈપણ જીવને દુઃખ ન પહોંચાડે, દુઃખ આપનારાનું અનુમોદન ન કરે, કોઈ પણ પ્રાણી પ્રતિ રાગદ્વેષ ન રાખે, સર્વે પર “સમ' રહે એ જ ખરા શ્રમણ કહેવાય છે. (૩) ઉપમાઓ- સામાયિકવાન જે શ્રમણ હોય છે, તેનો આત્મા મહાન હોય છે. એની મહાનતા પ્રગટ કરવા ઉપમાઓ આ પ્રમાણે છે– ૧. સર્પવત્ પરગૃહમાં રહેવાવાળો. ૨. પરિષહ ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમ અડોલ. ૩. અગ્નિ સમ તેજસ્વી અથવા જ્ઞાનાદિથી અતૃપ્ત. ૪. સમુદ્રની જેમ મર્યાદામાં રહેનાર, ગંભીર, ગુણ રત્નોથી પરિપૂર્ણ. ૫. આકાશની જેમ નિરાલંબન – જેને કોઈના પણ આશ્રયનો પ્રતિબંધ નથી. ૬. વૃક્ષની સમાન, કાપવા તથા પૂજવામાં સમ પરિણામ અર્થાત્ નિંદા, પ્રશંસા, માન, અપમાનમાં સમવૃત્તિ રાખનાર. ૭. ભ્રમરની જેમ અનેક ઘરોમાંથી આહાર પ્રાપ્ત કરનાર. ૮. મૃગની જેમ હંમેશાં સંસાર ભ્રમણરૂપ કર્મ બંધથી ભયભીત. ૯. પૃથ્વી સમ સર્વ દુઃખ, કષ્ટ સહન કરવામાં સમર્થ, સક્ષમ. ૧૦. જળ કમળવત્ ભોગોથી નિર્લિપ્ત. ૧૧. સૂર્ય સમાન જગતના પ્રાણીઓને પ્રતિપૂર્ણ જ્ઞાન પ્રકાશ આપનાર. ૧૨. હવાની જેમ અપ્રતિહત, બેરોકટોક મોક્ષમાર્ગમાં ગતિ કરનાર, આ પ્રકારે સુમનવાળા અને પાપ મનથી રહિત બધી પરિસ્થિતિઓમાં સદા સમભાવ રાખનારા, વિષમ નહીં બનનારા અર્થાત્ સદા ગંભીર, શાંત, અને પ્રસન્ન મન રહેનારને “શ્રમણ' કહેવાય છે, તે ભાવ સામાયિકવાન હોય છે. આ બીજો નિક્ષેપાર” પૂર્ણ થયો. ચાર નિક્ષેપોનું રહસ્ય અને વ્યવહાર આ નિક્ષેપ દ્વારમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારોથી વસ્તુનું કથન કરી શકાય. તો પણ નામ સ્થાપના માત્ર mય છે, એનાથી વસ્તુની પૂર્તિ થતી નથી. ત્રીજા દ્રવ્ય નિક્ષેપમાં એ વસ્તુનું કંઈક અંશે અસ્તિત્વ હોય છે. પરંતુ એમાં પણ એ વસ્તુની પૂર્ણ પ્રયોજન સિદ્ધિ થતી નથી. ભાવ નિક્ષેપમાં કહેવાયેલ પદાર્થ વાસ્તવમાં પરિપૂર્ણ અસ્તિત્વમાં હોય છે, એનાથી એ પદાર્થ સંબંધી પ્રયોજનની સિદ્ધિ થાય છે. યથા– (૧) કોઈનું નામ ઘેવર અથવા રોટી રખાય છે તો એનાથી ક્ષધા પૂર્તિ થતી નથી. (૨) કોઈ વસ્તુમાં રોટી અથવા ઘેવર જેવો આકાર કલ્પિત કરીને એને “ઘેવર છે' અથવા તે “રોટલી છે એવી કલ્પના, સ્થાપના કરવામાં આવે તો એનાથી ક્ષુધાશાંતિ સંભવ નથી. (૩) જે રોટલી અથવા ઘેવરનો લોટ કે મેંદો પડ્યો હોય અથવા રોટલી અને ઘેવરને પાણીમાં ઘોળી દઈ વિનષ્ટ કરી દેવાથી, રોટી કે ઘેવર જેવી તૃપ્તિ થઈ શકતી નથી. (૪) શુદ્ધ પરિપૂર્ણતાવાળી રોટલી અને ઘેવર જ વાસ્તવિક રોટલી અથવા ઘેવર છે. એનાથી ક્ષુધા શાંતિ અને તૃપ્તિ સંભવ છે. તેથી ચારે નિક્ષેપમાં કહેવાઈ ગયેલા પદાર્થને એક સરખો સમજવાની ભૂલ ન કરવી જોઇએ. ભાવ નિક્ષેપનું મહત્ત્વ અલગ સમજવું. દ્રવ્ય નિક્ષેપનું કિચિંતુ માત્રામાં મહત્ત્વ હોય છે. નામ સ્થાપના નિક્ષેપ પ્રાયઃ આરોપિત, કલ્પિત જ હોય છે. તેને ભાવનિક્ષેપની બરોબર ન ગણી શકાય. આનાથી સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ યા મહાન આત્માનો ફોટો, તસ્વીર,વગેરેમાં એ ગુણવાન વ્યક્તિને યોગ્ય વસ્ત્રાભૂષણ, સ્નાન, શૃંગાર, આહાર અને સત્કાર, સન્માન વગેરેનો વ્યવહાર કરવો એ નિક્ષેપની અવહેલના અને દુરુપયોગ કરવા બરાબર સમજવું. (૩) અનગમ દ્વાર :- પદચ્છેદ આદિ કરીને સૂત્રની સામાન્ય વ્યાખ્યા કરવી તેમજ વિસ્તારથી સૂત્રના આશયને સરળ એવં સ્પષ્ટ કરવો એ “અનુગમ” છે. સતપદ પ્રરૂપણા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ,(૪) સ્પર્શના, અનતર(આંતરા), ભાંગા, અલ્પબદુત્વ. (૧) અખ્ખલિત શુદ્ધાક્ષર યુક્ત ઉચ્ચારણ કરાવવું. (૨) સુખંત, તિવંત પદોનું જ્ઞાન કરાવવું. (૩) એ શબ્દોના અર્થ બતાવવા, (૪) સમાસ જ્ઞાન, સંધિજ્ઞાન દ્વારા પદ વિગ્રહ કરવો, (૫) શંકા ઉત્પન્ન કરીને અર્થ સમજાવવો (૬) વિવિધ યુક્તિઓ દ્વારા સૂત્રોક્ત યુક્તિ અથવા અર્થને સિદ્ધ કરી, યોગ્ય રીતે સમજાવવું. મેધાવી શિષ્યોને અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ, કંઠોષ્ઠ વિપ્રમુક્ત તથા ગુરુવાચનોપગત રૂપે સૂત્રના ઉચ્ચારણ શ્રવણ કરવા માત્રથી અર્થાધિકારનું જ્ઞાન થઈ જાય છે. કોઈ શિષ્યોને ગ્રહણ ન થઈ શકે તો ઉપરોકત યુક્તિઓ વડે સરળ સુગમ રીતે સમજાવી શકાય છે. બીજા પણ અનેક કારોથી વિચારણા કરીને વિષયની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અહીં પ્રથમ અધ્યયનરૂપ સામાયિકના બહુમુખી તત્ત્વજ્ઞાન વિસ્તાર માટે ૨૬ તારોથી તેનું વર્ણન કર્યું છે. ૨૬ દ્વારથી સામાયિકનો અનુગમ –
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy